________________
1002
હૃદય નયન નિહાળે જગધણી
નથી તેવા; બધા તો સંયોગ લક્ષણ-અઘાતિ કર્મની ઉદય સ્થિતિથી પ્રાપ્ત થતાં ભાવોને ભોગવનારા હોય છે અને તેથી આત્માની અશુદ્ધતાને ભજનારા હોવાથી અશાશ્વત છે, વિનાશી છે, પરિણામી છે, ખંડખંડપણામાં વ્યાપેલા છે, મૂર્ત છે. આત્માની આવી સ્થિતિ કર્મસંયોગે છે, જેને દૂર કરવાની છે. “શામળો” માં “શા' શબ્દ શાશ્વતતાને સૂચવે છે અને તે માટે મળરહિત થવાનો અંગુલિનિર્દેશ કરે છે.
શામળો' શબ્દનું હજુ તાત્વિક અર્થઘટન કરવાનું બાકી છે જેને જાણવા દ્વારા “શામળો” શબ્દ કેટલો બધો મૂલ્યવાન છે તે જણાશે. ભલે સખીઓએ તેમની સ્વામીન “રાજીમતિ” આગળ પોતાની મૂર્ખતાથી, અજ્ઞાનતાથી, મિથ્યાત્વભાવથી તેનું અવમુલ્યન કરી નાખ્યું, પરંતુ આ “શામળો” એ ખરેખર “શામળો” નથી પણ ભાવિના તીર્થંકર નેમિપ્રભુ છે. તેમનુ પરમ-મીન, પરમ ઉદાસીનતા, સમાધિ, જ બધાને દઝાડી રહી હતી પણ તે તો જે કોઈ એમાં ડૂબકી મારે તેને શુદ્ધ કરનારી નિર્મળ પ્રેમની ગંગા છે.
શા-મળો” તેમાં મળો શબ્દનો અર્થ ગાંભીર્યમાં જતાં “મળો એટલે દોષો, ખામી, અશુચિતા, રોગ, અશુદ્ધતા, સડો, વગેરે અર્થમાં લઈ શકાય. જેમ શરીરમાં ધાતુ સમ હોય ત્યાં સુધી શરીરની આરોગ્યતા જળવાય છે પણ જ્યારે એ કથળે છે-વિષમ બને છે ત્યારે અનારોગ્યતા પ્રાપ્ત થાય છે, જે રોગનું ઘર કહેવાય. આરોગ્યતા-શુદ્ધતા એ મળો-રોગદોષોના નિવારણથી પ્રાપ્ત થાય છે. શરીરમાં જ્યાં સુધી સાતે ધાતુઓ સમ હોય છે ત્યાં સુધી આરોગ્ય જળવાઈ રહે છે પણ જ્યારે એ જ ધાતુઓ કથળે છે-વિષમ બને છે ત્યારે અનારોગ્યપણું પ્રાપ્ત થાય છે, જે રોગનું ઘર કહેવાય છે. વૈદ્યો-ડોક્ટરો નાડીની વિષમતાને જાણીને યોંગ્ય
તમે જે ભોગવો છો તે તમારો ભાવ છે.