________________
શ્રી નેમિનાથજી , 983
જે
63
- “નિસપતિ કરત ન જાણ’ - મેં એક વખત મનથી આપને નિસપતિ-નિજપતિ તરીકે સ્વીકારી લીધા છે. હવે હું અન્ય કોઈને પણ પતિ તરીકે સ્વીકારીશ નહિ કેમકે સતી સ્ત્રી નિજના માનેલા ભરથાર સાથે જ પ્રેમ કરે છે. એકવાર આપને નિજપતિ તરીકે માની ચૂકેલી જગતમાં નેમીશ્વરનાથની કહેવાઈ ચૂકી છું, તેથી હવે હું મન-વચનકાયાથી અન્ય કોઈને ઇચ્છતી જ નથી. તો હવે આપ મને છોડી દેવાની વાત કરો તો મને અને મારા કુટુંબીઓને કેટલું નુકસાન પહોંચે ? તેનો ખ્યાલ કરવો જરૂરી છે. આમ પુનઃ પુનઃ રાજીમતિ રથને પાછા ફેરવવાનું કહી રહેલ છે. “ - સૂક્ષ્મદષ્ટિએ વિચારતાં આ ગાથા અગાઉની ગાથાઓનો જ પડઘો પાડી રહી છે. સંકલ્પ-વિકલ્પમાં રહેલું મન અનેક જાળાઓ રચે છે, અનેક તરંગો-કલ્લોલોને ઉત્પન્ન કરે છે. મન એ પ્રકૃતિ વિભાગ છે. એ પુદ્ગલ સ્વભાવને અનુસરે છે. મનનું જે પરિણમન ચાલે છે, તેમાં સભાનતાપૂર્વકની આત્મજાગૃતિ વિકસેલી ના હોય તો તેમાં સતત તરંગોકલ્લોલો ઉઠ્યા જ કરતા હોય છે.
રાજીમતિના સ્વાંગમાં રહેલ આનંદઘનજીની પ્રકૃતિ પોતાના નિજ પરમાત્માને (વ્યવહારે નેમિપ્રભુને) કહી રહી છે કે અનાદિઅનંત કાળથી નિજ-પરમાત્મા તરીકે તો આપ જ છો છતાં ભવાંતરોમાં ભટકતાં આપ ભૂલાઈ ગયેલા તે આજે આત્મા અને પરમાત્મા વચ્ચેની કડી પકડાઈ ગઈ છે. હવે તો આપને પામવાની મથામણ ચાલી રહી છે. હે નાથ! મનુષ્યપણુ પામ્યો, આપ કૃપાળુની ઓળખ થઈ ગઈ એટલે આપ મારા ઘર આંગણા સુધી આવ્યા એમ કહેવાય. હવે જો આપ મારા અંતરમાં પ્રગટ ન થાવ તો પછી હું ક્યાં જાઉં ? કોને મારા નાથ તરીકે સ્વીકારું? કોનો હાથ
જ્ઞાનની નિર્મળતા અને સંપૂર્ણતા એ જ મોક્ષ છે.