________________
982 હૃદય નયન નિહાળે જગધણી
આત્માઓ કે જેઓ નરકમાંથી નીકળી મનુષ્યમાં આવી તીર્થંકર થવાના છે, તેવા આત્માઓ પણ આજે અસંખ્યાતા નરકમાં છે. આ લોકસ્થિતિ છે, જેનો આપણે સ્વીકાર કરવો જ રહ્યો. પરંતુ આ જાણીને આપણે પ્રભુપ્રેમને ઉત્તરોત્તર વધારતા જવું અને અંતે વીતરાગ-સર્વજ્ઞ બનવા તરફ અપ્રમત્તપણે પ્રયાણ કરવું.
જો મનમાં એહવું હતું રે, નિસપતિ કરત ન જાણ, મ. નિસપતિ કરીને છાંડતાં રે, માણસ હવે નુકસાન.. મનરા..૮
અર્થ : જો કદિ મનમાં પહેલેથી પ્રવ્રુજિત (દીક્ષિત) થવાનું હતું તો નિસપતિ એટલે સગાઈ-સંબંધ નહોતા કરવા જોઇતા. હે જાણ! હે સમજવાન! શું આપ નથી સમજતા કે સગાઈ સંબંધ કરીને છોડી દેતાં સ્ત્રી-માણસ હેરાન થાય છે અને વખતે મરી પણ જાય છે.
વિવેચન : પ્રવજ્યા ગ્રહણ કરીને જો ગિરનાર તરફ જ વિચરવું હતું, તો પછી આપે આ બાબતે અમારા કુટુંબીજનો સાથે સંબંધ બાંધવાની વાત જ છેડવાની જરૂર નહોતી. વિવાહ અર્થે જ્યારે આપ અત્રે પધાર્યા ત્યારે આ વાત લોકમાં પ્રસરી ચૂકી હતી કે રાજીમતિ નેમિકુમારની થઇ ચૂકી છે. હવે જ્યારે આપ રથવાળીને પાછા જાવ છો ત્યારે લોકમાનસમાં સહેજે શંકા-કુશંકા મારા માટે થાય. લોકો અનેક રીતે વિચાર કરે. સતી સ્ત્રી બીજો પતિ ઈચ્છવા કરતાં, બીજું શરીર ઈચ્છવું કબુલ કરે તે જગજાહેર છે. ક્યારેક કોઇક સ્ત્રી બીજો પતિ ઈચ્છે તો પણ આ સ્ત્રીને તેના પૂર્વપતિએ શા માટે છાંડી હશે? તેમાં શું દોષ હશે? શું તે વિષકન્યા હશે ? એવી શંકાઓ બીજાને થાય તેવું છે. આમ કરવાથી આપની દયાનો નાશ થાય છે. આમ કરવા દ્વારા આપે અમારા કુટુંબીજનોને મોટું નુકસાન પહોંચાડ્યું છે.
આપણા આનંદની વિકૃતિ સુખ છે અને સુખને આનંદ માનવાની સજા દુઃખ છે.