________________
શ્રી નેમિનાથજી , 959
છે રક
બતાવનાર શાસ્ત્રો; તેનો અભ્યાસ કરનારા, મંત્રવિદ્યા, તંત્રવિદ્યા, સૌભાગ્ય, દોર્ભાગ્ય, ગર્ભધારણ, ઉચ્ચાટન, ઈન્દ્રજાળ, યજ્ઞહોમ, ધનુર્વિદ્યા, અસ્ત્રવિદ્યા, શસ્ત્રવિદ્યા, ચંદ્ર-સૂર્યની ગતિ, બૃહસ્પતિની ગતિ, ઉલ્કાપાતના ફળ, દિદાહના ફળ, મૃગાદિક વનચર જીવોના શુભાશુભ શુકન, પક્ષીઓના ભાષણ વગેરેને બતાવનારા શાસ્ત્રો, ધૂળવૃષ્ટિ, કેશવૃષ્ટિ, રક્તવૃષ્ટિના ફળ બતાવનારા શાસ્ત્રો, વૈતાલિક વિદ્યા, દંડનું ઉપશમન કરનારી વિદ્યા, તાળા ઉઘાડવાની વિદ્યા, ચાંડાલીની વિદ્યા, શાંબકી વિદ્યા, દ્રાવાડી વિદ્યા, કાલિંગ વિદ્યા, ઉપર ચડાવનારી, નીચે પાડનારી વિદ્યા, છંભિણી, અંભિની, શ્લેષ્ણી, રોગિણી, રોગાપહારિણી, ભૂત, પ્રેત, પિશાચ, શાકિની, ડાકીનીવિદ્યા, અદશ્ય થવાની, નાની વસ્તુને મોટી કરવાની વિદ્યા આ બધાનો અભ્યાસ પાખંડીઓ, ધૂર્તો આ જગતમાં અન્ન, પાણી, વસ્ત્ર, ઉપાશ્રય, શયન, સ્થાન, વિવિધ પ્રકારના કામ ભોગો, નામના, પ્રતિષ્ઠા, કીર્તિ વગેરે માટે કરે છે. આ બધી વિદ્યાઓ સમ્ય આચાર, સદ્અનુષ્ઠાન, વગેરેનો નાશ કરનારી છે. એનું સેવન કરનારા અનાર્ય પુરુષો, આયુષ્યનો ક્ષય થતાં અંતે અસુર સંબંધી દેવોના આભિયોગિક, ફિલ્મીષિક વિગેરે હલકા સ્થાનોમાં ઉત્પન્ન થાય છે અને પછી ત્યાંથી ચ્યવીને બધિર, મૂંગ, લુલા, લંગડા, આંધળા, અપંગરૂપે થઈને દીર્ઘકાળ સુધી સંસારમાં "દુઃખોને ભોગવે છે. આ વાત સૂત્રકૃતાંગ નામના આગમમાં ભગવંતે બતાવી છે.
અજ્ઞાની જીવો આરંભ-સમારંભ-ભોગ-પરિગ્રહ વગેરેમાં મમત્વવાળા, અને આસક્ત હોઈ તેઓને આવા મિથ્યાશાસ્ત્રોના અભ્યાસના કડવા વિપાકો ભોગવવા પડે છે.
ઉપરોક્ત વિષય “ધરીયો યોગ ધતૂરના સંદર્ભમાં યોગ્ય લાગવાથી મૂકેલ છે. કવિવર્ય આનંદઘનજીએ ખૂબ ચતુરાઈ પૂર્વક ઉપરોક્ત કડીનો
આસન-પ્રાણાયામ-પ્રત્યાહારની સાધના કરણ વડે છે.