________________
958 ( હૃદય નયન નિહાળે જગધણી
બીજા અધ્યયનમાં ૧૩ પ્રકારની (યોગ) ક્રિયાનું વર્ણન છે; તેમાં પ્રથમની ૧૨ ક્રિયાઓ શ્રમણ-શ્રમણી-ત્યાગી-વિરાગી માટે જાણીને છોડવા યોગ્ય છે જ્યારે તેરમી ઈર્યાપથિકી ક્રિયા તે આદરવા યોગ્ય છે. પ્રથમની બાર ક્રિયાઓમાં રહેલા જીવો સિદ્ધ થયા નથી, થતા નથી અને થશે પણ નહિ તેથી “પ્રેમકલ્પતરૂ છેદિયો રે' એ પંક્તિથી શ્રીમદ્ આનંદઘનજીએ રાજીમતિના લેબાશમાં રહીને પોતાની વિરહ-વેદનાને હૃદય-વ્યથાને પ્રભુ આગળ ઠાલવી છે. ઘાતિ-અઘાતિના પંજામાં ફસાઈને પોતાના નિજપરમાત્માને ભૂલી ગયા છે અને જન્મ-જન્માંતરોમાં, ચોર્યાશીલાખ જીવાયોનિમાં ભટકતા પાર વિનાની વેદનાઓ વેઠી છે; તેનો ઉપદેશ આડકતરી રીતે “ધરીયો યોગ ધતૂર' પંક્તિથી ઉદ્ધોધેલ છે.
આ જગતમાં કેટલાક કપટી, ધૂર્ત પુરુષો ઠગનારી વિદ્યા દ્વારા વિવિધ પ્રકારના ઉપાયો યોજીને લોકોને ઠગે છે, તે સર્વે પાપસ્થાનકો જાણવા. આ જગતમાં વિવિધ પ્રકારની વિદ્યાવાળા, વિવિધ પ્રકારના અભિપ્રાયવાળા, વિવિધ પ્રકારના આચારવાળા, વિવિધ પ્રકારની દૃષ્ટિવાળા, વિવિધ પ્રકારના આરંભવાળા, વિવિધ પ્રકારના અધ્યવસાયવાળા, અલ્પ સત્વવાળા પુરુષો નીચે બતાવેલા પાપશાસ્ત્રોનો અભ્યાસ કરે છે. જેમકે ભૂમિકંપ આદિ પૃથ્વી સંબંધી શિક્ષા દેનારા શાસ્ત્રો, ઉત્પાત દ્વારા આકાશમાંથી લોહી આદિની વૃષ્ટિના ફળ બતાવનારા શાસ્ત્રો, સ્વપ્નના શુભાશુભ ફળ બતાવનારા, આકાશમાં થતાં ચિન્હ, મેઘ, મેઘધનુષ આદિના ફળ બતાવનારા, અંગોનું ફરકવું, પક્ષીના અવાજ, સ્ત્રીના અંગોમાં યવ, પદમ, શંખ, ચક્રાદિ લક્ષણો, પુરુષના અંગોમાં મસી, તલ, વગેરે દ્વારા ફળ બતાવનારા સામુદ્રિક શાસ્ત્રો, સ્ત્રીલક્ષણ, પુરુષલક્ષણ, અશ્વના લક્ષણ, હાથીના લક્ષણ, વૃષભના, બકરાના, કૂકડાના, તેતરના, બટેર પક્ષીના, લાવક પક્ષીના, ચક્ર, છત્ર, ચર્મ, દંડ, ખડ્ઝ, મણિ, વગેરેના લક્ષણ
યમ-નિયમની સાધના ઉપકરણ વડે છે.