________________
શ્રી નેમિનાથજી
953
મનુષ્યપણામાં પ્રાપ્ત સંયોગોમાં જો આંતર જાગૃતિ વિકસી નહિ હોય તો રાગાદિ-પરિણામ કષાય-સમુહને લાવનાર થશે, દીર્ઘ સંસારને વધારનાર થશે. તો આ પ્રાપ્ત સંયોગો શું પશુભાવથી યુક્ત નથી ? કે જેથી તે જીવને ભવાંતરમાં તિર્યંચાદિ ગતિમાં લઇ જનાર ન થાય ?
આમ આનંદઘન ચેતનામાં લહેરાતી આનંદઘનજીની પ્રકૃતિ સ્વરૂપ રાજીમતિ પોતાના સ્વામી ચૈતન્ય પરમાત્માને અને વ્યવહારે નેમિપ્રભુને સંબોધન કરી રહેલ છે કે મારા અંતરમાં જે જન્મ જન્માંતરના પશુભાવના સંસ્કારો પડેલા છે, તેનાથી મને છોડાવો-મારો ઉદ્ધાર કરો ! સંવરનિર્જરાયુક્ત ધર્મની ર્મને સ્પર્શના થાય તેમ કરો !
જો કે અનંત મુક્તત્વ સ્વરૂપ મોક્ષદશામાં વર્તતા, અને અનંત આનંદવેદનની અનુભૂતિ કરતા પ્રભુને તો સર્વ જીવો પ્રત્યે સમભાવ જ વર્તે છે પછી તે મનુષ્ય હોય કે પશુ. તેથી કરુણા-અનુગ્રહ તે-તો નિમિત્ત માત્ર છે.
પોતાના અંતરમાં રહેલ અંતરાત્મભાવ જ જીવને ચેતવી રહ્યો છે કે, તું તારામાં રહેલ પ્રકૃતિના લેબાશને છોડ ! નિજ પરમાત્મામાં રમણતા કર! ત્રિકાળી ધ્રુવ એવા આત્મદ્રવ્યમાં સ્થિરતા લાવ ! બહિરાત્મભાવમાં રાચવાપણું એ જ પશુતા છે તેને તું સમજ અને તારી સ્વભાવ રમણતા એ જ તુજ ઘર. આચાર છે તે સ્વઘરને તું જાણ !
પ્રકૃતિ અને પુરુષના ભેદને નહિ સમજવાથી જ પ્રાણી અનંતકાળથી પોતાના ચૈતન્યઘરથી ભ્રષ્ટ થઇ ચારગતિમાં ભટકી રહ્યો છે, તેને પોતાના ઘરમાં લાવવાની તાતી જરૂર છે. બહિરાત્મદશા અને પ્રકૃતિની આધીનતા એ પશુતા છે. તેમાંથી ઉપર ઉઠવું એ માનવતા છે. વિશેષ ઉપર ઉઠવું
જ્ઞાની સાઘકે ઈષ્ટના સંયોગમાં-સુખમાં વૈરાગ્ય રાખવો અને અનિષ્ટના સંયોગમાં-દુઃખમાં ધૈર્ય ઘરવું.