________________
શ્રી નેમિનાથજી , 941.
૧૨
941
રૂપે પરિણમી જાય છે. જ્યાં સુધી તે કાળલબ્ધિનો પરિપાક નથી થતો ત્યાં સુધી જીવને વર્તમાન પર્યાયને સુધારવાનું લક્ષ્ય રાખવું પડે છે અર્થાત્ ત્યાં ઈચ્છા પૂર્વકના વીર્યનું પ્રવર્તન છે. ત્યાં વિકલ્પ છે સાહજિકતા નથી; જેમ કે જે ફળો કાચા હોય છે, તેને વૃક્ષ ઉપરથી તોડવાનો તેમ જ ઘાસમાં નાંખી પકવવાનો પ્રયત્ન કરવો પડે છે.
આ રીતે તાત્વિક અર્થઘટન કરતાં રાજીમતિનું “રથ ફેરો’.એ પંક્તિનું રહસ્ય કોઈ જુદો જ રંગ બતાવે છે.
(માહરા મનના મનોરથ સાથ) - હે ચૈતન્યદેવ નિજ પરમાત્મા! પૂર્ણતાને આરે જવા સ્વરૂપ મારા મનોરથોને સાથ આપો અર્થાત્ મારા મનોરથોને સાધો, લક્ષ્યવેધ કરો, બહિરાત્મપણું છોડો, અંતરાત્મભાવથી આગળ વધી પરમાત્મભાવમાં લીનતા સાધો, સ્વ આત્મતત્ત્વમાં-સ્વ ઘરમાં નિવાસ કરો, સ્થિરતા કરો ! પરમાનંદમયી ચેતના રૂપે ઉપયોગને પરિણમાવોઆ રીતે ચૈતન્ય ભગવાન આત્મા ભીતરમાં જાગે છે ત્યારે તેને પોતાને વળગેલ પ્રકૃતિનું તત્ત્વ ખટકે છે. અનંતકાળનું સંસારનું પરિભ્રમણ પોતાના અજ્ઞાનનો વિલાસ હતો એમ સમજાય છે અને તેથી તેનાથી છુઢવા પોતાના ઈષ્ટદેવને પ્રાર્થે છે. .. નારી પખો સ્યો નેકલો રે, સાચ કહે જગનાથ, મ.
ઈશ્વર અરધાંગે ધરી રે, તું મુજ ઝાલે ન હાથ. મનરા.૩ " અર્થ એકલો સ્ત્રીના પક્ષનો સ્નેહ શા કામનો ? હે જગતના સ્વામી ! હું સાચું કહું છું, તેનો આપ વિચાર કરો ! મહાદેવે પાર્વતીજીને, પોતાના અરધા શરીર સાથે જોડી દીધેલાં છે, અને આપ તો મારો હાથ પણ ઝાલતા નથી, અર્થાત્ મારી સાથે પાણિગ્રહણ પણ કરતાં નથી, એ કેવી વાત છે ? તે આપ વિચારો !
અર્થ અને કામ, ઘર્મ વિના નહિ જ મળે. પરંતુ યાદ રાખો કે ધર્મનું ફળ અર્થ-કામ નહિ પણ મોક્ષ છે.