________________
940
હૃદય નયન નિહાળે જગધણી
ન હોય. આત્માની પ્રતીતિ સાધક છે અને સમ્યગ્ જ્ઞાન-દર્શન-ચારિત્ર એ સાધ્ય છે. સમકિતના ફળમાં રાજ્યપદ કે દેવપદ આવતું નથી પણ ત્રણની એકતારુપ સમ્યક્ પરિણમનનું ફળ આવે છે.
પુણ્યનું ફળ દેવલોક એ સમકિતનું ફળ નથી. સમકિતી રાગનું જ્ઞાન કરે છે પણ રાગ એ ધ્યેય નથી. નિર્મળતા વધવી એ ધ્યેય છે. આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, તેની સમ્યગ્ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ દશા થવી તે ગુણમોક્ષ છે–તે ભાવમોક્ષ છે અને અઘાતી કર્મોનો નાશ થતાં. દ્રવ્યમોક્ષ થાય છે અર્થાત્ સિદ્ધદશા થાય છે આત્મપ્રદેશોનું સ્થિરત્વ થાય છે માટે ગુણમોક્ષ એ દ્રવ્યમોક્ષનું કારણ છે અને દ્રવ્યમોક્ષ એ કાર્ય છે.
જ્યાં (ચિત્તફેરો) ચિત્તનો સંગ સર્વથા છૂટી જાય છે તેને. સ્વભાવની પૂર્ણતા પ્રાપ્ત થયા વિના રહેતી નથી. મનનું વિલીનીકરણ થવાથી પરમાત્મા પ્રગટ થાય છે. અંતર્જલ્પ વિકલ્પનું છૂટી જવું તે સાધકદશા છે અને પરમાત્મદશા એ સાધ્ય છે.
જ્યાં સુધી જીવમાં વિકાર છે, ત્યાં સુધી પુદ્ગલકર્મ નિમિત્ત છે અને જ્યારે તે કર્મો ખરે છે-અભાવ થાય છે, ત્યારે જીવમાં વિકારની લાયકાત હોતી નથી. કર્મ ખરવા તે કારણ છે અને વિકારનો નાશ થવો તે કાર્ય છે.
જ્યાં કાળલબ્ધિ સાધન છે ત્યાં દ્રવ્યનો તેવો ભાવ થવો તે સાધ્ય છે. જ્યાં વર્તમાન પર્યાયનો પુરુષાર્થ સાધન છે ત્યાં દર્શન-જ્ઞાન વગેરે ગુણોનો તેવો જ ભાવ થવો તે સાધ્ય છે. જ્યારે કાળલબ્ધિનો પરિપાક થાય છે ત્યારે વૃક્ષ ઉપરથી પાકેલા પાંદડાઓ અને પાકેલા ફળો સહજ રીતે જેમ ખરી પડે છે તેમ આત્મદ્રવ્ય સહજ રીતે જ સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ ચારિત્ર, ક્ષપકશ્રેણી, વીતરાગતા, સર્વજ્ઞતા
જે પદાર્થ ઉપર જેવી દૃષ્ટિ અને જેવા ભાવ કરો તેવું તમને ફળ મળે. ॥ ધ્યાયેતિ કૃતિ નોનાયેતિ