________________
પ્રકરણ ત્રીજું જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને (બોધરૂ૫) દર્શન
૧. જૈનદર્શન પ્રાસ્તાવિક
સૌથી પ્રાચીન આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધમાં જ્ઞાન અને બોધરૂપ દર્શને આ બે જુદી ચેતનાશક્તિઓનો સ્પષ્ટ નિર્દેશ છે. તેમાં 2-2–37માં આવતો “જ્ઞાતિ પાતિ” નો પ્રયોગ આ વસ્તુનો સૂચક છે. વળી, તેમાં આવતું રિપUTયવંસને (9/11) પદ પણ આ હકીકતનું સમર્થન કરે છે. .
આચારાંગસૂત્રમાં “વિટું સુત માં વિર્ય” (4/179) એ વાક્યખંડ આવે છે. અહીં દર્શન, શ્રવણ, મનન અને વિજ્ઞાન એ ચાર અને એમનો ક્રમ ધ્યાનમાં રાખવા જેવો છે. શ્રવણ એ શ્રુત છે. મનન એમતિ છે. બૃહદારણ્યક ઉપનિષદમાં 2/4/5 માં જણાવ્યું છે કે માત્મા વા રે દ્રવ્યઃ શ્રોત:સન્તવ્ય નિષ્કિાસિતવ્ય: અહીં પણ દર્શન, શ્રવણ, મનન અને નિદિધ્યાસન એ ચારનો ઉલ્લેખ અને તેમનો ક્રમ નોંધપાત્ર છે. આ ઉપનિષદવાક્ય પછી તરત જ જે વાક્ય આવે છે તેમાં મનન માટે “મતિ” શબ્દનો પ્રયોગ થયો છે. આ રહ્યું એ વાક્ય - मैत्रेयि ! आत्मनो वा अरे दर्शनेन श्रवणेन मत्या विज्ञानेनेदं सर्वं विदितम्। माप। અગાઉ ઉપનિષદોમાં શ્રદ્ધાનરૂપ દર્શનની ચર્ચા કરતાં જણાવી ગયા છીએ કે અહીં શ્રવણપૂર્વે જે દર્શન મૂકવામાં આવ્યું છે તેનો અર્થ શ્રદ્ધાન છે. એટલે આચારાંગસૂત્રમાં આવેલ શ્રવણપૂર્વેના દર્શનનો અર્થ પણ સ્પષ્ટપણે શ્રદ્ધાન જ સૂચિત થાય છે. આચારાંગસૂત્રના દર્શન, શ્રવણ, મનન અને વિજ્ઞાન એ ઉપનિષદના દર્શન, શ્રવણ, મનન અને નિદિધ્યાસન જ છે. અહીં આચારાંગસૂત્રગત વિજ્ઞાનને નિદિધ્યાસન સાથે એકાર્થ ગણ્યું છે. આમ ગણવામાં ઉપનિષદનું સમર્થન પણ પ્રાપ્ત થાય છે. છાંદોગ્ય ઉપનિષદ 7/25માં “વં મન્વાન પર્વ વિજ્ઞાનન” એવો વાક્યખંડ છે, જે સૂચવે છે કે મનન પછી વિજ્ઞાન થાય છે અર્થાત્ મનન પછી થતું વિજ્ઞાન એ જ મનન પછી થતું નિદિધ્યાસન છે.
આપણે જોયું તેમ દર્શનનો અર્થ અહીં શ્રદ્ધા છે. શ્રદ્ધાથી પ્રેરાયેલો ગુરુ પાસે જઈ ઉપદેશ સાંભળે છે. આ શ્રત છે. પછી જે સાંભળ્યું તેના ઉપર મનન કરે છે. આ મતિ છે. મનન કરતી વ્યક્તિ અનાયાસે જ પ્રત્યક્ષ, અનુમાન, તર્ક, અર્થપત્તિ, ઉપમાન, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા વગેરે પ્રમાણોનો પ્રયોગ કરે છે.