________________
પ્રકરણ પહેલું
ઉપનિષદોમાં અને ગીતામાં જ્ઞાન અને દર્શન
૧. ઉપનિષદોમાં જ્ઞાન અને દર્શન ૧. અ. ઉપનિષદોમાં જ્ઞાન
ઉપનિષદોમાં ‘‘જ્ઞાન’' શબ્દનો અનેક વાર પ્રયોગ થયો છે. ઉપરાંત ‘‘વિજ્ઞાન’ પદ પણ અનેક વાર વપરાયું છે. વળી, “પ્રજ્ઞાન” પદનો પણ કોઈક વાર પ્રયોગ થયો છે. આ બધા સંદર્ભોનો અભ્યાસ કરી “જ્ઞાન”, “વિજ્ઞાન”, “પ્રજ્ઞાન’’ પદો સમાનાર્થ જ છે કે તે દરેકનો કોઈ ખાસ પારિભાષિક અર્થ પણ છે એ નક્કી કરવાનો પ્રયાસ કરીશું.
જ્ઞાનનો વિષય
કઠોપનિષદ 1.2.16 અનુસાર જ્ઞાનનો વિષય અક્ષર છે.' તે જ ઉપનિષદમાં 2.3.8માં કહ્યું છે કે અવ્યક્તથી પર, વ્યાપક અને અલિંગ પુરુષ જ્ઞાનનો વિષય છે.? મુંડક 2.2.1 જણાવે છે કે જ્ઞાનનો વિષય સરે”, ગુહાચર, વરિષ્ઠ મહત્પદ છે. શંકર વ્યાખ્યા કરતાં લખે છે કે તથ્યે બ્રહ્મ અતિશયન વાં સર્વોષરહિતત્વા અર્થાત્ શંકરના મતે આ મહત્પદ બ્રહ્મ છે. તે જ ઉપનિષદમાં 2.2.5માં કહ્યું છે કે જેમાં પૃથ્વી, અન્તરિક્ષ, મન, સર્વ પ્રાણો ઓતપ્રોત છેઆશ્રિત છે, તે આત્મા જ્ઞાનનો વિષય છે. વળી, જ ઉપનિષદમાં 3.1.5 માં જણાવ્યું છે કે શરીરમાં રહેલા જે જ્યોતિર્મય શુભ્ર આત્માનું યતિઓ દર્શન કરે છે તે આત્મા સમ્યક્ જ્ઞાનથી લભ્ય છે. શ્વેતાશ્વતર ઉપનિષદ અનુસાર અજ, ધ્રુવ, સર્વ ભૂતોમાં ગૂઢ રહેલ, વિશ્વવ્યાપી, વિશ્વસ્રષ્ટા, પ્રપંચના કારણરૂપ, સંસારવૃક્ષ અને કાળની આકૃતિઓથી પર, ધર્માવહ, પાપનાશક, આત્મસ્થ, અમૃત મહેશ્વર દેવ જ્ઞાનનો વિષય છે. કૈવલ્ય ઉપનિષદ પણ પરમાત્માને જ્ઞાનનો વિષય જણાવે છે.” આમ, ઉપનિષદોમાં ૐ, વરિષ્ઠ મહત્પદ (બ્રહ્મ), આત્મા અને પરમાત્માને જ્ઞાનના વિષયો ગણ્યા છે. તેમાંય આત્મા અને પરમાત્માનો ઉલ્લેખ જ્ઞાનના વિષય તરીકે વધુ વાર થયો છે. લૌકિક જ્ઞાનથી આ જ્ઞાનનો ભેદ એ છે કે લૌકિક જ્ઞાનના વિષયો રૂપ આદિ છે જ્યારે આ જ્ઞાનના વિષયો અતીન્દ્રિય અને અલૌકિક છે.
વિજ્ઞાનનો વિષય
છાંદોગ્ય ઉપનિષદ 8.7.1 અનુસાર પાપ, જરા, મૃત્યુ, શોક, ક્ષુધા, તૃષા એ બધાંથી રહિત એવો સત્યકામ, સત્યસંકલ્પ આત્મા વિજ્ઞાનનો વિષય છે.8