________________
૧૩૩ – જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા
જ નથી. ત્યાં કહ્યું છે કે બંનેમાં દર્શનમોહનીય કર્મના ઉપશમ, ક્ષય યા ક્ષયોપશમરૂપ આંતરિક કારણ સમાન છે. તે કારણ હોવા છતાં જે બાહ્ય ઉપદેશ વિના થાય છે તે નૈસર્ગિક સમ્યગ્દર્શન છે અને જે બાહ્ય ઉપદેશપૂર્વક જીવાદિ તત્ત્વાર્થોના જ્ઞાનરૂપ નિમિત્તથી થાય છે તે અધિગમજ સમ્યગ્દર્શન છે.13 આપણે જોઈ શકીએ છીએ કે આમાં તેમણે ઉઠાવેલા પ્રશ્નનો ઉત્તર છે જ નહીં.
શ્રવણપૂર્વેની શ્રદ્ધા કેવી હોય ? શ્રવણ પૂર્વ તત્ત્વાર્થોનું જ્ઞાન થયું ન હોય તો તે વખતે તત્ત્વાર્થોમાં શ્રદ્ધાની વાતનો અર્થ જુદો કરવો જોઈએ. શ્રવણપૂર્વેની શ્રદ્ધાનો અર્થ રાગદ્વેષના અભાવરૂપ, પૂર્વગ્રહરાહિત્યરૂપ, કદાગ્રહમુક્તિરૂપ એક માનસિક વલણ છે એમ સ્વીકારવું જોઈએ. અહીં તત્ત્વાર્થો તેની સમક્ષ ઉપસ્થિત નથી. પરંતુ તેની શુદ્ધિ એવા પ્રકારની છે કે તત્ત્વાર્થની શોધમાં તે છે અને જ્યારે અને જ્યાં તે તેની સમક્ષ ઉપસ્થિત થશે ત્યારે તે તત્ત્વાંર્થનો તત્ત્વાર્થ તરીકે તે સ્વીકાર કરશે જ. આ અર્થમાં તે સત્યપક્ષપાત કે તત્ત્વાર્થપક્ષપાત ધરાવે છે. તત્ત્વાર્થપક્ષપાત કે સત્યપક્ષપાત તો ચિત્તનો સ્વભાવ છે જ.14 આ કક્ષાએ, કોઈ તત્ત્વાર્થ કે સત્ય તેની સમક્ષ ઉપસ્થિત નથી. .તે કોઈ તત્ત્વાર્થ કે સત્યને જાણતો નથી. એટલે એ અર્થમાં આ શ્રદ્ધાને વિષયરહિત અર્થાત્ નિરાકાર ગણવી હોય તો ગણી શકાય. તત્ત્વાર્થના ઉપદેશ પછીની શ્રદ્ધા શ્રવણમાં મળેલ જે કંઈ સત્ય કે તત્ત્વાર્થ છે તેની અંદર વિશ્વાસ છે, સંપ્રત્યય છે - “આ જ તત્ત્વાર્થ છે, આ જ સત્ય છે' એવો વિશ્વાસ. આ અર્થમાં આ શ્રદ્ધા વિષયસહિત છે, સાકાર છે. આ શ્રદ્ધા ન્યાયવાક્યની પ્રતિજ્ઞા જેવી છે. હેતુ, વ્યાપ્તિ, પરામર્શ પછી તે જ પ્રતિજ્ઞા છેવટે નિગમનના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે. તેવી જ રીતે, આ શ્રદ્ધા મનન પછી તર્કથી પ્રતિષ્ઠિત થાય છે અને છેવટે ધ્યાનથી
સાક્ષાત્કારમાં પરિણત થાય છે.
આ ચર્ચા ઉપરથી સ્પષ્ટ થાય છે કે નૈસર્ગિક શ્રદ્ધા એ શ્રવણપૂર્વેની શ્રદ્ધા છે અને તેનો અર્થ ચિત્તનો પ્રસાદ છે, શુદ્ધિ છે, તત્ત્વાર્થગ્રહણની યા સત્યગ્રહણની યોગ્યતા યા ક્ષમતા છે. અને અધિગમજ યા મનન પૂર્વેની શ્રદ્ધા એ સાંભળેલ તત્ત્વાર્થોમાં યા સત્યોમાં વિશ્વાસ યા સંપ્રત્યય છે. આ બંને અર્થો આપણને કોશગ્રંથોમાં મળે છે. આમ જે શ્રદ્ધાને ચિત્તની પ્રસન્નતામાત્ર ગણવામાં આવેલ છે તે અધિગમ યા શ્રવણપૂર્વેની શ્રદ્ધા છે. પ્રસન્નતાનો અર્થ છે નિર્મળતા. જેમ જળમાંનો કચરો નીચે બેસી જતાં કે દૂર થતાં જળ પ્રસન્ન બને છે તેમ ચિત્તમાંનો મળ - રાગદ્વેષ - ઉપશમતાં કે દૂર થતાં ચિત્ત નિર્મળ બને છે. જે ચિત્તમાં રાગદ્વેષ ઉપશાંત યા ક્ષીણ (યા શિથિલ) થયાં છે, જે ચિત્તમાં ખોટો અભિનિવેશ નથી, કદાગ્રહ