________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં શ્રદ્ધારૂપ દર્શના ૧૩ર
નથી થતો અર્થાતુ પાછો હટતો નથી 10
આમ સંસારપ્રવાહમાં ઘર્ષણઘોલનન્યાયથી કોઈ કાળે જે આંતરશુદ્ધિ થાય છે, રાગદ્વેષની ગ્રંથિનો ભેદ થાય છે તેને પરિણામે તત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન ઉદ્દભવે છે. આ શ્રદ્ધા સ્વાભાવિક છે, તે પરોપદેશનિમિત્ત નથી.જે શ્રદ્ધા આતવચનોના શ્રવણથી-પરોપદેશથી ઉદ્ભવે છે તે અધિગમશ્રદ્ધાન છે. સામાન્ય રીતે જૈન પરંપરા એવું માને છે કે કેટલાકને નૈસર્ગિક સમ્યગ્દર્શન થાય છે અને કેટલાકને પરોપદેશથી સમ્યગ્દર્શન થાય છે.” જૈનદર્શને એક જ વ્યક્તિની બાબતમાં ઉદ્ભવતી આ બે ભૂમિકાઓ છે એમ માન્યું નથી. પરંતુ ઉપનિષદની પરંપરામાં મળતા સૂચન અનુસાર તે એક જ વ્યક્તિની બાબતમાં ઉદ્ભવતી બે ભૂમિકાઓ છે. જૈન દર્શનની પરંપરાગત માન્યતા પ્રમાણે તો નૈસર્ગિક અને આલિંગમિક શ્રદ્ધાન વચ્ચે સ્વભાવગત કોઈ ભેદ નથી, કેવળ ઉત્પાદક નિમિત્તના ભેદે જ ભેદ કહ્યો છે. આથી ઊલટું ઔપનિષદિક પરંપરાથી સૂચિત અર્થ પ્રમાણે નૈસર્ગિક અને આધિગમિક વચ્ચે સ્વભાવગત ભેદ છે, કારણ કે તે બે ક્રમિક ભૂમિકાઓ સૂચવે છે. જેમ અવગ્રહાદિ મતિજ્ઞાનની ક્રમિક ભૂમિકાઓ હોવા છતાં તેને મતિજ્ઞાનના પ્રકાર કહેવામાં આવ્યા છે, તેમ શ્રદ્ધાની આ બે ભૂમિકાઓ હોવા છતાં તેમને શ્રદ્ધાના બે પ્રકારો કહેવામાં આવ્યા હોય તો કંઈ વાંધો નથી. પરંતુ જૈન સ્થાપિત પરંપરામાં તો તે બેને ક્રમિક ભૂમિકાઓ માનવામાં આવી નથી. અલબત્ત, પ્રથમ સંબંધકારિકા ઉપરની દેવગુણની ટીકામાં એક સ્થાન એવું મળ્યું છે, જ્યાં તે બે ક્રમિક ભૂમિકાઓ ' છે એમ સ્પષ્ટપણે સૂચવાયું છે. ત્યાં દેવગુણ લખે છે- નૈસદ્િ
નવાઝોડધ્યયનવિધિથમિમનોતિ. આ વસ્તુનો સ્વીકાર કરવામાં આવે તો તત્ત્વાર્થને ઉપદેશથી જાણ્યા વિના તેમાં શ્રદ્ધા કેવી રીતે થાય એવો જે પ્રશ્ન ઉઠાવવામાં આવે છે તેનો ખુલાસો થઈ જાય, કારણ કે નૈસર્ગિક શ્રદ્ધા એ ( રાગદ્વેષગ્રંથિભેદને પરિણામે ચિત્તમાં આવેલી શુદ્ધિરૂપ છે જેને કારણે તે સત્યપ્રવણ બન્યું છે, અને કોઈ કદાગ્રહ તેને છે નહીં, જ્યારે આતોપદેશથી પોતાની આગળ રજૂ થયેલા તત્ત્વાર્થો કે સત્યોમાં જે શ્રદ્ધા છે તે સંપ્રત્યયરૂપ છે - “આ જ તત્ત્વાર્થો કે સત્યો છે' એવા વિશ્વાસરૂપ છે.
સર્વાર્થસિદ્ધિમાં ઉપર સૂચવવામાં આવેલો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે - નિસર્ગજ સમ્યગ્દર્શનમાં તત્ત્વાર્થોનું જ્ઞાન હોય છે કે નહીં ? જો હા, તો તે પણ અધિગમજ સમ્યગ્દર્શન જ થયું, તેનાથી તે ભિન્ન નથી. જો ના, તો " જેણે તત્ત્વાર્થોને જાણ્યા નથી અને તેમનામાં શ્રદ્ધા કેવી રીતે થઈ શકે ??
આ પ્રશ્નનો સર્વાર્થસિદ્ધિએ જે ઉત્તર આપ્યો છે તે આ પ્રશ્નનો ઉત્તર