________________
૯૧
– જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને (બોધરૂપ) દર્શન
ધીમે ધીમે સ્મૃતિ વગેરેનો ઉન્મેષ થતાં કાર્ય જન્મે છે. પરંતુ સ્મૃતિ હોય, અનુમાન હોય કે શાબ્દબોધ હોય - તેમના મૂળમાં પ્રત્યક્ષ તો હોય જ છે.144 યુક્તિદીપિકાકારનો મત આ બાબતે ભિન્ન છે. તે શ્રોત્ર વગેરે બાહ્યકરણની અને અન્તઃકરણની વૃત્તિઓ યુગપત્ સંભવે છે એવા મતના વિરોધી છે. તે આલોચનવૃત્તિ, સંકલ્પવૃત્તિ, અભિમાનવૃત્તિ અને અધ્યવસાયવૃત્તિને ક્રમિક જ ગણે છે, કારણ કે જ્ઞાનેન્દ્રિયની સહાય વિના અન્તઃકરણ કોઈ વસ્તુને ગ્રહણ કરી શક્યું નથી. જો જ્ઞાનેન્દ્રિયની સહાય વિના અન્તઃકરણને વસ્તુ ગ્રહણ કરતું માનવામાં આવે તો કર્ણ વગેરે બાહ્મેન્દ્રિયનું કંઈ પ્રયોજન જ રહે નહીં. વળી, ઈશ્વરકૃષ્ણ બાહ્યેન્દ્રિયોને દ્વાર અને અન્તઃકરણોને દ્વારિરૂપ કલ્પે છે. બાહ્યેન્દ્રિય અને અન્તઃકરણની યુગપવૃત્તિ માનતાં આ દ્વારદ્વારિભાવનો વ્યાઘાત થાય. એટલે બાહ્યેન્દ્રિયની અને અન્તઃકરણની વૃત્તિઓને ક્રમિક જ માનવી જોઈએ. અંતમાં યુક્તિર્દીપિકાકાર જણાવે છે કે પૂર્વાચાર્યો દષ્ટ વર્તમાન વિષયની બાબતમાં ચારેય વૃત્તિઓના યૌગપદ્યના સંભવને સ્વીકારે છે પણ ઈશ્વરકૃષ્ણ તો અતીત અને વર્તમાન બન્ને પ્રકારના વિષયોની બાબતમાં ચારેય વૃત્તિઓની ક્રમિક ઉત્પત્તિ જ સ્વીકારે છે.14 અનિરુદ્ધ પણ યુક્તિદીપિકાકારના મતના છે. તે કહે છે કે પૂર્વોક્ત ચારેય વૃત્તિઓ કદીયે એકસાથે થતી નથી. વાચસ્પતિએ આપેલા અક્રમના દૃષ્ટાંતમાં પણ ક્રમ છે જ પણ તે એટલો ઝડપી છે કે આપણને તે જણાતો નથી.14 માઠ૨147 અને ગૌડપાદ148 વાચસ્પતિના જેવો જ મત ધરાવે છે. હવે બીજો પ્રશ્ન એ છે કે બાહ્ય જ્ઞાનેન્દ્રિયોની આલોચનવૃત્તિઓ યુગપદ્ સંભવે છે કે નહીં ? અર્થાત્ શબ્દાલોચન, સ્પર્શલોચન, વગેરે પાંચ આલોચનવૃત્તિઓ એકસાથે ઉત્પન્ન થઈ શકે કે નહીં ? આનો ઉત્તર સાંખ્યસૂત્રકાર હકારમાં આપે છે.14% ભિક્ષુ પણ આનું સમર્થન કરે છે.150
અનુમાન ઃ ઈશ્વરકૃષ્ણે અનુમાનનું લક્ષણ આપ્યું છે “તદ્ધિ નિ િપૂર્વમ્ અનુમાનમ્''111 ‘લિંગલિંગિપૂર્વકમ્''ની વ્યાખ્યા એવી કરવામાં આવી છે કે છેવટે એનો અર્થ થાય વ્યાપ્તિજ્ઞાન અને પક્ષધર્મતાજ્ઞાન દ્વારા ઉત્પન્ન થયેલી બુદ્ધિવૃત્તિ. આવી બુદ્ધિવૃત્તિ અનુમાન પ્રમાણ છે.
યોગભાષ્ય જણાવે છે કે જિજ્ઞાસિત ધર્મથી વિશિષ્ટ અન્ય ધર્મીઓમાં રહેનાર, જિજ્ઞાસિત ધર્મનો જ્યાં અભાવ છે ત્યાં ન રહેનાર અને પ્રસ્તુત પક્ષમાં રહેનાર હેતુના વિષયને સામાન્યરૂપે મુખ્યપણે ગ્રહણ કરનારી ચિત્તવૃત્તિ અનુમાન પ્રમાણ છે. આમ, યોગભાષ્યકાર સદ્ભુતુનાં ત્રણ સ્વરૂપો સ્વીકારે છે–સપક્ષસત્ત્વ, વિપક્ષવ્યાવૃત્તિ અને પક્ષસત્ત્વ. વળી તેમને મતે અનુમાન મુખ્યપણે સામાન્યરૂપે સાધ્યને ગ્રહણ કરે છે.152
s-7