________________
પરિશિષ્ટ
૨૧૧
નિષેધ કરતું નથી એવો અર્થ જો હોય તો અમે કહીએ છીએ કે એવું નથી, કારણ કે એવું હોય તો જ્ઞાન જ ન થાય. (કેમ ?) કારણ કે અન્યના રૂપના નિષેધ વિના તેના સ્વરૂપનું જ્ઞાન પણ થતું નથી. પીત આદિથી વ્યવચ્છિન્ન (=વ્યાવૃત્ત) નીલ વસ્તુ ‘નીલ’ એમ ગૃહીત થાય છે, અન્યથા ‘નીલ’ એમ ગૃહીત થતી નથી. અને કહ્યું પણ છે કે “તેને જાણે છે, અન્યનો વ્યવચ્છેદ (વ્યાવૃત્તિ) કરે છે’. ભાવની જેમ અભાવને ગ્રહણ કરવા પ્રત્યક્ષ સમર્થ છે એ અમે સિદ્ધ કર્યું છે જ. તેથી ઇતરેતરવિવિક્ત પદાર્થના સ્વરૂપને પ્રત્યક્ષ ગ્રહણ કરતું હોઈ, પ્રત્યક્ષનો વિષય કેવળ અભેદ નથી.
18. शब्दानुमानयोस्तु सम्बन्धग्रहणाधीनस्वविषयव्यापारयोर्भेदमन्तरेण स्वरूपमेव नावकल्पते इति तावुभावपि भेदविषयावेव । विशेषविषयत्वाभावेऽपि लिङ्गिसामान्यस्य तदितरविलक्षणस्य परिच्छेदात् भेदविषयमनुमानम् । शब्दस्य पदात्मनः तद्वदादिवाच्यभेदरूपस्य तु परस्परोपरक्तपदार्थपुञ्जस्वभावः इतरपदार्थविशेषितान्यतमपदार्थरूपो वा वाक्यार्थो विषय इति पूर्वमेव निरूपितम् । अतः सर्वथा न भेदस्य प्रमाणबाधितत्वम् ।
18. શબ્દ અને અનુમાનનો વિષયને ગ્રહણ કરવાનો વ્યાપાર સંબંધગ્રહણાધીન છે, એટલે ભેદ વિના તેમનું સ્વરૂપ જ ઘટતું નથી. તેથી તે બન્નેનો વિષય ભેદ જ છે. અનુમાનનો વિષય વિશેષ ન હોવા છતાં વિરોષથી ઈતર એવા વિલક્ષણ લિંગીસામાન્યનું જ્ઞાન અનુમાનથી થતું હોવાથી અનુમાનનો વિષય ભેદ છે.
પદાત્મા શબ્દનો તત્ વગેરે વાચ્યભેદરૂપ પદાર્થ વિષય છે. પરસ્પર ઉપરક્ત પદાર્થો વાક્યાર્થનું સ્વરૂપ છે, અથવા ઈતરપદાર્થવિશેષિત અન્યતમ પદાર્થ વાક્યાર્થનું સ્વરૂપ છે. આવો વાક્યાર્થ વાક્યનો છે એમ અમે પહેલાં જ નિરૂપ્યું છે. તેથી કોઈ પણ રીતે ભેદ પ્રમાણબાધિત નથી.
19. नाप्यभेदग्राहि किञ्चन प्रमाणमस्ति यथोक्तेनैव न्यायेन । यस्त्वागमः पठितः 'एकमेवाद्वितीयम्, नेह नानास्ति किञ्चन' इत्यादिः, तस्यार्थवादत्वान्न यथाश्रुत एवार्थो ग्रहीतव्यः ।
19. ઉપર જણાવ્યા મુજબના જ ન્યાયે કોઈ પ્રમાણ (કેવળ) અભેદગ્રાહી નથી. ‘એક જ અદ્વિતીય છે’ ‘અહીં નાના કંઈ નથી’ વગેરે પઠિત આગમવાક્યો અર્થવાદરૂપ હોઈ તેમનો યથાશ્રુત જ અર્થ ગ્રહણ કરવો ન જોઈએ.
20. ननु सिद्धेऽप्यर्थे वेदस्य प्रामाण्यमभ्युपगतमेव भवद्भिः । बाढमभ्युपगतं, किन्तु 'धूम एवाग्नेर्दिवा ददृशे नार्चिः' इत्येवमादीनां प्रत्यक्षादिविरुद्धार्थाभिधायिनामर्थवादानां मुख्यां वृत्तिमपहाय गौण्या वृत्त्यां व्याख्यानमाश्रितम् । एवमिदमपि वचनम् इतरप्रमाणविरुद्धमर्थमभिदधत् अन्यथा व्याख्यायते । ये तु प्रमाणान्तरविरुद्धार्थानुवादिनो न भवन्त्यर्थवादास्तेषामस्तु स्वरूपे प्रामाण्यं 'वायुर्वै क्षेपिष्ठा देवता' इत्येवमादीनाम् । तस्मात् सुखदुःखाद्यवस्थाभेदेऽपि नावस्थातुरात्मनो भेदः, देहेन्द्रियादिनानात्वेऽपि वा न तस्य नानात्वमित्येवं यथाकथञ्चिदयमर्थवादो योजनीयः । अभेदोपदेशी तु तत्परः शब्दो विधिरूप इह नास्त्येव । एवमागमबलादपि नाद्वैतसिद्धिः । 20. અદ્વૈતવેદાન્તી - સિદ્ધ અર્થમાં પણ વેદનું પ્રામાણ્ય આપે સ્વીકાર્યું જ છે.
રૈયાયિક - - હા, સ્વીકાર્યું છે. પરંતુ ‘અગ્નિના ધુમાડાને જ દિવસે તેણે જોયો, અર્ચિને ન જોઈ’