________________
૨૧૦
શાંકર વેદાન્તમાં અવિઘાવિચાર 15. Rયાયિક - આનો ઉત્તર અમે આપીએ છીએ. કપટનાટકની રહસ્યપૂર્ણ પ્રક્રિયાઓ
રચવામાં અને તેમને અનુરૂપ દષ્ટાન્તોની હારમાળા રજૂ કરવામાં, શું કહીએ?, આપનું પરમ કોશલ છે પરંતુ પ્રમાણવૃત્તના નિરૂપણમાં તો આપ બિચારા જ છો તે આ પ્રમાણે - ભેદ પ્રમાણબાધિત હોવાથી શું આપે અભેદનો સ્વીકાર કર્યો છે કે અભેદ જ પ્રમાણસિદ્ધ હોવાથી આપે અભેદનો સ્વીકાર કર્યો છે? બન્ને વિકલ્પો ઘટતા નથી, કારણ કે પ્રત્યક્ષ આદિ બધાં પ્રમાણોનો પાયો ભેદ છે. ભેદ પરાપેલ હોઈ તે પ્રત્યક્ષજ્ઞાનનો વિષય નથી એમ તમે જે કહ્યું તે બરાબર નથી, કારણ કે અભેદ પણ સુતરાં પરાપેક્ષ છે. મૃપિંડથી માંડી ઘટ, કર્પર, ચૂર્ણ સુધીનાં કાર્યોનું જ્ઞાન થતાં અને તે કાર્યો તેમનામાં અનુત મૃદ્દનું સ્વરૂપ ધરાવે છે એવું જ્ઞાન થતાં મૃથ્રી તેઓ અભિન્ન છે એવો નિશ્ચય થાય, અન્યથા ના થાય. બૌદ્ધ ભિક્ષુઓ તો કહે છે કે ચાક્ષુષ જ્ઞાન વ્યાવૃત્ત સ્વલક્ષણનું ગ્રહણ કરે છે, અભેદનું
ગ્રહણ કરતું નથી કારણકે અભેદ પરાપેક્ષ છે. 16. अयमस्मादन्य इतीयं परापेक्षा प्रतीतिरिति चेत्, अयमस्मिन्ननुस्यूत इतीयमपि परापेक्षैव ।
तदत्रमवांश्च मिक्षवश्च द्वावपि दुर्ग्रहोपहतौ। भेदाभेदग्रहणनिपुणमक्षजमिति परीक्षितमेतद्विस्तरतः सामान्यचिन्तयाम्। अङ्गुलिचतुष्टयं हि प्रतिभासमानमितरेतरविविक्तरूपमप्यनुगतरूपमपि प्रकाशते इत्युक्तम्।
व्यावृत्तिरनुवृत्तिर्वा परापेक्षाऽस्तु वस्तुषु ।
असङ्कीर्णस्वभावा हि भावा भान्त्यक्षबुद्धिषु ॥ 16. અદ્વૈત વેદાની - ‘આ આનાથી અન્ય છે એવી પ્રતીતિ પરની અપેક્ષા રાખનારી છે.
નિયાયિક - “આ આમાં અનુસ્મૃત છે' એવી આ પ્રતીતિ પણ પરની અપેક્ષા રાખનારી જ છે. તેથી અહીં આપ અને બૌદ્ધ ભિક્ષુઓ બન્ને મિથ્થા સ્વીકારથી ઉપહત છો. પ્રત્યક્ષ ભેદ . અને અભેદ બન્નેના ગ્રહણમાં નિપુણ છે એ અમે સામાન્યની વિચારણામાં વિસ્તારથી પરીક્યું છે. પ્રતિભાસતું અંગુલિચતુષ્ટય ઇતરેતરવિવિક્ત રૂપને અને અનુગત રૂપને પણ પ્રકાશે છે એમ અમે કહ્યું છે. વસ્તુઓમાં વ્યાવૃત્તિ કે અનુવૃત્તિ પસપેક્ષ ભલે હો પરંતુ અસંકીર્ણસ્વભાવવાળા ( એકબીજાથી વ્યાવૃત્ત સ્વભાવવાળા) ભાવો (વસ્તુઓ) તો
પ્રત્યક્ષજ્ઞાનોમાં પ્રકાશે છે. 17. यदप्युक्तम् - 'आहुर्विधातृ प्रत्यक्षं न निषेधु' इति, तदप्यसाधु । विधातृ इति कोऽर्थः ? इदमपि -
वस्तुस्वरूपं गृह्णाति नान्यरूपं निषेधति।
प्रत्यक्षमिति चेन्मैवम् ज्ञानं तर्हि न तद् भवेत् ॥ अन्यरूपनिषेधमन्तरेण तत्स्वरूपपरिच्छेदस्याप्यसम्पत्तेः। पीतादिव्यवच्छिन्नं हि नीलं नीलमिति गृहीतं भवति, नेतरथा । तथा चाह - 'तत् परिच्छिनत्ति अन्यद् व्यवच्छिनत्ति' इति । भाववदभावमपि ग्रहीतुं प्रभवति प्रत्यक्षमिति च साधितमस्माभिरेवैतत् । तस्मादितेतरविविक्तपदार्थ
स्वरूपग्राहित्वानाभेदविषयं प्रत्यक्षम् । 17. ‘પ્રત્યક્ષને વિધાયક કહ્યું છે, તે નિષેધક નથી’ એમ આપે જે કહ્યું તે પણ યોગ્ય નથી.
વિધાયક(વિધાતુ)નો શો અર્થ છે ? પ્રત્યથા વસ્તુસ્વરૂપને ગ્રહણ કરે છે, અન્ય રૂપનો