________________
૧૪૮
શાંકર વેદાન્તમાં અવિદ્યાવિચાર સુષુપ્તિકાલે આત્માને જ્ઞાનાભાવ હતો તેનું અનુમાન કરવા માટે “અવસ્થવિશેષવત્ત્વાત્’ (‘‘અવસ્થાવિરોષવાળો હોવાથી’’) એવા એક હેતુનો નિર્દેશ કરવામાં આવ્યો છે. સુષુપ્તિકાલીન જ્ઞાનાભાવનું અનુમાન કરવા માટે બીજા હેતુ “જ્ઞાનસામગ્રીવિહવત્ત્વાત્’ (‘“જ્ઞાનસામગ્રીના વિરહવાળો હોવાથી’’)નો નિર્દેશ કરવામાં આવ્યો છે. સુષુપ્તિકાળે આત્માને જ્ઞાનજનક કોઈ સામગ્રી જ હોતી નથી. તેથી કોઈ પણ જ્ઞાન તે વખતે ઉત્પન્ન થઈ શકે જ નહિ. આમ જ્ઞાનાભાવની અનુમિતિનો બીજો હેતુ છે – જ્ઞાનસામગ્રીવિરહવન્ત્યાત્. એ જ રીતે ત્રીજો હેતુ છે – ‘જ્ઞાનવત્તયા નિયમેન અમર્યમાળત્વાત્’” (“જ્ઞાનવાળા તરીકે તેનું સ્મરણ નિયમથી થતું ન હોવાથી’’). સુષુપ્તિાતીનોડ, જ્ઞાનામાવવાનું જ્ઞાનવત્તયા નિયમેન અ“ર્યમાળાત્ । જે.વસ્તુ ‘યદ્વિષ્ટિરૂપે નિયત અસ્મર્યમાણ તે વસ્તુ તદભાવવાન્.સુષુપ્તિકાલીન આત્મા સર્વદા જ્ઞાનવત્તયા અસ્મર્યમાણ હોય છે, તેથી સુષુપ્તિકાલીન આત્મા જ્ઞાનાભાવવાન્ છે.’ સુપ્તોસ્થિત પુરુષને સુષુપ્તિકાલીન આત્માનું સ્મરણ હોવા છતાં જ્ઞાનવારૂપે તેનું સ્મરણ કદી હોતું નથી, તેથી સુષુપ્તિકાળે આત્મા જ્ઞાનાભાવવાન્ હોય છે એ સિદ્ધ થાય છે. અદ્વૈતસિદ્ધિગ્રંથમાં આ ત્રીજો હેતુ જણાવતી વખતે ‘‘તુત્યયોગક્ષેમે આત્માનો સ્મર્યમાળેઽપિ’’ એમ જે કહેવામાં આવ્યું છે તે હેતુના વિશેષણરૂપે કહેવામાં આવ્યું નથી પણ તર્કપ્રદર્શન કરવા માટે જ એમ કહેવામાં આવ્યું છે. તર્કનું રૂપ આ છે - ‘જો સુષુપ્તિકાળે હું જ્ઞાનવાન્ હોત તો જ્ઞાનવારૂપે મારું સ્મરણ થાય, પણ ‘‘સુષુપ્તિકાળે હું જ્ઞાનવાન્ હતો’’ એવું સ્મરણ મને કદી થતું નથી’ આવો તર્ક દર્શાવવા માટે જ ‘‘તુત્યયોગક્ષેમે આત્માનો’’ એમ કહેવામાં આવ્યું છે. જ્ઞાનાભાવના અનુમાપક હેતુમાં તેનો પ્રવેશ નથી. ‘‘જ્ઞાનવત્તયા નિયમેન અક્ષર્યમાળ~ાત્” એટલું જ હેતુશરીર સમજવું જોઈએ. અશિષ્ટ અંશ તર્કપ્રદર્શન માટે જ કહેવામાં આવ્યો છે. આમ, સુષુપ્તિકાળે આત્મામાં જ્ઞાનાભાવનું અનુમાન કરવા ન્યાયામૃતકારે ત્રણ હેતુઓ આપ્યા છે. તે છે - સુષુપ્તિાનીનોડરૂં જ્ઞાનાપાવવાનું (૬) અવસ્થાવિશેષવત્ત્વાત્ (૨) જ્ઞાનસામગ્રીવિજ્ઞવત્ત્વાત્ (૩) જ્ઞાનવત્તયા નિયમેન અશ્મર્યમાળવાત્।
1
""
અહીં જિજ્ઞાસા એ થાય છે કે ન્યાયામૃતકારે દર્શાવેલા અનુમાનમાં જે પક્ષનો નિર્દેશ કરવામાં આવ્યો છે તે પક્ષ જ સિદ્ધ કઈ રીતે થશે ? ‘‘સુષુપ્તિાતીનોડઢ (સુષુપ્તિકાલીન હું)’’ એ જ તે અનુમાનમાં પક્ષ છે. આ પક્ષનું વિશેષણ છે ‘‘સુષુપ્તિકાળ’; સુષુપ્તિનો અધિકરણભૂત કાળ પક્ષનું વિશેષણ છે. આ કાળને સિદ્ધ કરવા માટે અર્થાત્ પક્ષના વિરોષણને સિદ્ધ કરવા માટે અદ્વૈતસિદ્ધિગ્રંથના પૂર્વપક્ષમાં કહેવામાં આવ્યું છે કે સૂર્યનો ઉદય અને સૂર્યનો અસ્ત એ બંનેનો મધ્યવર્તી દિવસભાગ આપણને અનુભવસિદ્ધ છે. સૂર્યના ઉદયની અવ્યવહિત ઉત્તર ક્ષણે જ સૂર્યનો અસ્ત થતો નથી. સૂર્યના ઉદય અને અસ્ત વચ્ચેનો દિવસભાગ બધાને અનુભવસિદ્ધ છે. કોઈ પણ દિવસભાગમાં સુષુપ્ત થયેલા પુરુષને જાગ્યા પછી સુષુપ્તિના અધિકરણભૂત સૂર્યોદયસૂર્યાસ્તાન્તરાલવર્તી કાલનું અનુમાન અનાયાસે થઈ શકે. તે પુરુષે સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચેના કાળે અર્થાત્ દિવસભાગમાં જાગતા રહીને ઉદયાસ્ત અન્તરાલવર્તી કાળનો બહુવાર અનુભવ કર્યો છે. બહુધા અનુભૂત આ અન્તરાલવર્તી કાળના દષ્ટાન્ત દ્વારા સુષુપ્તિના અધિકરણભૂત ઉદયાસ્ત અન્તરાલવર્તી કાળનું અનુમાન થઈ શકે. આમ ઉદયાસ્ત અન્તરાલવર્તી કાળ અનુમાનસિદ્ધ હોઈ, એ અનુમાનસિદ્ધ કાળે ‘હું જ્ઞાનાભાવવાન્ હતો’ એવું અનુમાન કરી શકાય. સમ્પ્રતિપન્ન ઉદયાસ્તમયકાલનો અંતરાલવર્તી કાલ અર્થાત્ દિવસભાગ બહુધા