________________
૧૪૪
શાંકર વેદાન્તમાં અવિધાવિયાર
અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે એવું નથી કારણ કે પ્રદર્શિત સ્વતઃ પ્રમાવાદીઓના મતાનુસાર તો તેમાં વ્યાઘાતદોષ આવે છે જ. કેવી રીતે ? કારણ કે પ્રદર્શિત જ્ઞાનાભાવની પ્રતીતિ અભાવના પ્રતિયોગીભૂત જ્ઞાનના જ્ઞાન વિના સંભવતી નથી, તે હોય તો જ સંભવે છે. અને અભાવનું પ્રતિયોગીભૂત જ્ઞાન તો વૃંદુક્તાર્થવિશેષ્યક અને વિશેષપ્રકારક છે. આવા ત્વદુક્તાર્થવિશેષ્યક અને વિશેષપ્રકારક જ્ઞાનનું જ્ઞાન થતાં ત્વદુક્તાર્થવિશેષ્યક અને વિશેષપ્રકારક જ્ઞાનનો અભાવ હોઈ શકે જ નહિ. પ્રતિયોગીભૂત જ્ઞાનના વિશેષ્યમાં પ્રકારીભૂત ધર્મનું જે વૈશિષ્ટચવિષયકત્વ છે તે પણ ઉત્તરજ્ઞાન દ્વારા ગૃહીત થઈ જાય છે. તેથી વિશેષધર્મવિશિષ્ટ ત્વદુક્તાર્થવિશેષ્યક જ્ઞાનનું જ્ઞાન થતાં ત્વદુક્તાર્થવિશેષ્યક વિશેષપ્રકારક જ્ઞાનનો અભાવ હોઈ શકે જ નહિ. આમ વ્યાઘાત સ્પષ્ટ છે. આ જ વસ્તુ અદ્વૈતસિદ્ધિકારે કહી છે - “સ્વતઃપ્રામાણ્યમતે સ્પષ્ટ છ્તવ્યાધાતઃ ।'' અદ્વૈતવેદાન્તીઓ સ્વતઃ પ્રામાણ્યવાદી છે. તેથી અદ્વૈતવેદાન્તીઓની આગળ પૂર્વ પક્ષીની યુક્તિ વ્યાઘાતદોષથી દૂષિત છે. એટલે ‘ત્વદુક્ત અર્થને હું જાણતો નથી’ એવી પ્રતીતિનો વિષય અભાવરૂપ અજ્ઞાન બની શકે જ નહિ. અભાવરૂપ અજ્ઞાનની પ્રતીતિ માનતાં વ્યાઘાતદોષ આવે જ. ઉક્ત પ્રતીતિનો વિષય ભાવરૂપ અજ્ઞાન છે એમ માનતાં કોઈ પણ દોષ આવે નહિ કારણ કે ભાવરૂપ અજ્ઞાન, અજ્ઞાનનો વ્યાવર્તક વિષય, અજ્ઞાનગત પ્રમાજ્ઞાનવિરોધિત્વધર્મ અને વિરોધનું નિરૂપક પ્રમાજ્ઞાન બધું જ સાક્ષીભાસ્ય છે. એટલે વ્યાઘાતોષની સંભાવના નથી. જો અજ્ઞાનનો નિરૂપક વિષય પ્રમાણવેદ્ય હોત તો અજ્ઞાનની નિવૃત્તિ થઈ જાત કારણ કે પ્રમાજ્ઞાનમાત્ર અજ્ઞાનને દૂર કરીને જ વિષયનો પ્રકાશ કરે છે. પરિણામે વ્યાઘાતદોષ આવી પડત. પરંતુ અજ્ઞાનનો નિરૂપક વિષય પ્રમાણવેદ્ય નથી પરંતુ સાક્ષીવેલ છે. સાક્ષી અજ્ઞાનનો સાધક છે, તેથી અજ્ઞાનનો નિરૂપક વિષય સાક્ષી દ્વારા અજ્ઞાતત્વરૂપે ગૃહીત થતાં અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી એટલે વ્યાઘાતદોષની સંભાવના નથી. તેથી જ સાક્ષીજ્ઞાનને પ્રમારૂપ ગણવામાં આવતું નથી. અજ્ઞાનનું અવિરોધી જ્ઞાન પ્રમારૂપ નથી. તેથી જ અદ્વૈતવેદાન્તીઓ અજ્ઞાનની અનિવર્તક સ્મૃતિરૂપ વૃત્તિને અવિદ્યાવૃત્તિ ગણે છે, અન્તઃ કરણવૃત્તિ ગણતા નથી, અદ્વૈતવેદાન્તીને મતે બધી જ પ્રમારૂપ વૃત્તિઓ અન્તઃકરણવૃત્તિઓ છે અને બધી જ અપ્રમારૂપ વૃત્તિઓ અવિદ્યાવૃત્તિઓ છે. જે હો તે, ઉપર દર્શાવી ગયા તે મુજબ, ‘ત્વદુક્ત અર્થને હું જાણતો નથી’ એવું સાક્ષીપ્રત્યક્ષ ભાવરૂપ અજ્ઞાનવિષયક છે એ પુરવાર થયું..
૨૯
ટિપ્પણ
૬. ટ્યું ‘ત્વડુમથૈ ન નાનામિ' કૃતિ પ્રત્યક્ષસ્થાપિ। અદ્વૈતસિદ્ધિ, પૃ. બબબ
ર.
... साक्षात् त्वदुक्तार्थविषयकं प्रमाणज्ञानं मयि नास्तीत्यर्थः । न्यायामृत, पृ. ३१५
ननु साक्षात् त्वदुक्तार्थविषयं प्रमाणज्ञानं मयि नास्तीत्येतद्विषयकमुदाहृतज्ञानम्, तच्च न साक्षादर्थविषयम् । अद्वैतसिद्धि, पृ. ५५५
રૂ. વિવળ, વિનયન સં., પૃ. ૧૨
૪. વિવર, વિનયનરી સં., પૃ. ૧૩
૬. તત્ત્વતીપન, તત્તા સં. સિરિજ્ઞ, પૃ. ૧૮