________________
શાંકર વેઠાન્તમાં અવિધાવિયાર
સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાત્વ ધર્મ વ્યાસજ્યવૃત્તિ હોવા છતાં તેના પ્રત્યક્ષમાં યાવદાશ્રયનું પ્રત્યક્ષ અને યાવદાશ્રયના પરસ્પરભેદનું પ્રત્યક્ષ જરૂરી નથી. કાર્યના કલ્પનીય ધર્મની કલ્પના કાર્યાનુસારે જ થાય છે.૧૮
૧૨૦
આની સામે સામાન્યાભાવવાદી નીચે પ્રમાણે કહે છે. જો લાઘવનો વિચાર કરી સામાન્યાભાવનો અસ્વીકાર કરાતો હોય તો અતિલાઘવને લક્ષ કરી વિશેષાભાવનો પણ અસ્વીકાર કરી શકાય, કારણ કે વિશેષાભાવ સ્વીકારીએ તો વિરોષાભાવનું અધિકરણ પણ સ્વીકારવું પડે. અધિકરણના પ્રત્યક્ષ વિના અભાવનું પ્રત્યક્ષ થાય નહિ. અભાવના પ્રત્યક્ષ માટે અધિકરણનું પ્રત્યક્ષ જરૂરી છે અને અધિકરણના પ્રત્યક્ષ માટે અધિકરણ જરૂરી છે. આટલી લાંબી પ્રક્રિયાના બદલે વિશેષાભાવને અધિકરણરૂપ જ ગણીએ તો ચાલી શકે. અધિકરણથી અતિરિક્ત વિરોષાભાવ માનવાની આવશ્યકતા નથી.૬૯
આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર જણાવે છે કે આ તો અમારે માટે ઇટાપત્તિ છે.
સામાન્યાભાવવાદી આમાં આપત્તિ આપે છે. અભાવનું અધિકરણ તો ભાવ વસ્તુ છે. ઉદાહરણાર્થ ઘટાભાવનું અધિકરણ ભાવ વસ્તુ છે. આ ભાવ વસ્તુને અભાવપ્રતીતિનો વિષય કેવી રીતે માની શકાય ? ભાવ અભાવથી અત્યન્ત ભિન્ન છે.
આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર નીચે પ્રમાણે જણાવે છે. સામાન્યાભાવવાહી પણ ઘટાભાવના અભાવને અતિરિક્ત અભાવ ન ગણી ઘટસ્વરૂપે જ સ્વીકારે છે. તેથી ભાવ વસ્તુ પણ અભાવસ્વરૂપે પ્રમાપ્રતીતિનો વિષય બને છે તે ઉભયવાદીસિદ્ધ છે. એટલે ભાવ વસ્તુ અભાવત્વપ્રકારક પ્રતીતિનો વિષય બનતી નથી એમ કહેવાય નહિ. નિષ્કર્ષ એ કે અભાવનું અધિકરણ ભાવ વસ્તુ પણ અભાવત્વપ્રકારક પ્રતીતિનો વિષય બની શકે છે અને આમ અભાવમાત્રનો અસ્વીકાર કરવામાં અતિલાઘવ થાય છે.”°
જ
સામાન્યાભાવનું સમર્થન કરવા સામાન્યાભાવવાદી નીચે પ્રમાણે દલીલ કરે છે. અભાવોના પ્રતિયોગિતાવ છેઠકોનો ભેદ જ અભાવોના ભેદનો નિયામક છે. પ્રતિયોગિતાવચ્છેદકોનો ભેદ ન હોય તો અભાવોનો ભેદ બની શકે નહિ. વિશેષાભાવનો પ્રતિયોગિતાવચ્છેદક વિશેષ ધર્મ છે અને સામાન્યાભાવનો પ્રતિયોગિતાવચ્છેદક સામાન્ય ધર્મ છે. આ વિશેષ ધર્મ અને સામાન્ય ધર્મ પરસ્પર ભિન્ન છે. તેથી જ વિશેષાભાવ અને સામાન્યાભાવ પરસ્પર ભિન્ન બને છે. આમ પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ ભિન્ન હોવાને કારણે જ સામાન્યાભાવ અને વિરોષાભાવ ભિન્ન છે. જો પ્રતિયોગિતાવચ્છેદકોનો ભેદ ન હોય તો અભાવોનો ભેદ જ સિદ્ધ થઈ શકે નહિ. પ્રતિયોગીઓના ભેદે અભાવોનો ભેદ થતો નથી, થઈ શકે પણ નહિ. જો પ્રતિયોગીઓના ભેદને કારણે અભાવોનો ભેદ થતો હોય અર્થાત્ જો પ્રતિયોગીઓનો ભેદ અભાવોના ભેદનો શાપક હોય તો જ્યાં પ્રતિયોગીઓનો ભેદ ન હોય ત્યાં અભાવોના ભેદનો જ્ઞાપક ન હોવાથી અભાવોનો ભેદ સિદ્ધ થઈ શકે નહિ. એક ઘટનો પ્રાગભાવ, ધ્વંસાભાવ, અત્યન્તાભાવ અને અન્યોન્યાભાવ એ ચારે અભાવોનો પ્રતિયોગી એક ઘટ વ્યક્તિ છે. અહીં ચારે અભાવોનો પ્રતિયોગી ભિન્ન નથી. પરંતુ ચારે અભાવો પરસ્પર અત્યન્ત ભિન્ન છે. જો પ્રતિયોગીઓનો ભેદ અભાવોના ભેદનો જ્ઞાપક હોય તો આ ચારે અભાવોનો પ્રતિયોગી ભિન્ન ન હોવાથી આ ચારે અભાવો અભિન્ન થઈ પડે. તેથી પુરવાર થાય છે કે પ્રતિયોગીઓનો ભેદ અભાવોનો ભેદક નથી પણ પ્રતિયોગિતાવચ્છેદકોનો ભેદ અભાવોનો ભેદક છે. તે ઘટના પ્રાગભાવનો પ્રતિયોગિતાવચ્છેદક