________________
પ્રાગભાવખંડન
૧૧૯
નિરૂપકતા અનુયોગીમાં હોય છે. તેથી પ્રતિયોગિતાનો નિરૂપત્વ ધર્મ અભાવનિષ્ઠ અનુયોગિતાવિશેષ બન્યો છે. અનુયોગિતા ધર્મ અનુયોગી અભાવથી અતિરિક્ત છે એમ આત્મતત્ત્વવિવેકની દીધિતિ ટીકામાં કહ્યું છે. તેથી અનુયોગિતાનો આશ્રય અભાવ અભ્યાસજ્યવૃત્તિ હોવા છતાં અભાવથી ભિન્ન અભાવવૃત્તિ ધર્મ અનુયોગિત્વ વ્યાસજ્યવૃત્તિ હોઈ શકે છે. અનુયોગિત્વ અભાવસ્વરૂપ હોય તો જ આમ કહી શકાય કે અભાવ અવ્યાસજ્યવૃત્તિ હોવાને કારણે અભાવસ્વરૂપ અનુયોગિતા પણ અભ્યાસજ્યવૃત્તિ છે. પરંતુ અનુયોગિતા અનુયોગી અભાવથી ભિન્ન સિદ્ધ થતાં પ્રદર્શિત આપત્તિ આવતી નથી. તેથી યાવોિષાભાવસમુદાયમાં વ્યાસજ્યવૃત્તિ સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ ધર્મ હોઈ શકે છે અને આમાં અતિરિક્ત સામાન્યાભાવ અસિદ્ધ થઈ પડે છે. એટલે જ અદ્વૈતસિદ્ધિકારે કહ્યું છે કે આ પક્ષ વધારે યોગ્ય હોઈ સુચિંતકોએ સ્વીકાર્યો છે.૬૬
સામાન્યાભાવવાદી નીચે મુજબ દલીલ કરે છે. વ્યાસજ્યવૃત્તિ ધર્મના જેટલા આશ્રયો હોય તે બધા આશ્રયોનું જ્ઞાન વ્યાસજ્યવૃત્તિ ધર્મના જ્ઞાનમાં કારણ છે. તેમ જ, વ્યાસજ્યવૃત્તિ ધર્મના આશ્રયોનું પરસ્પરભેદજ્ઞાન પણ વ્યાસજ્યવૃત્તિ ધર્મના જ્ઞાનમાં કારણ છે. સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાત્વ ધર્મ વ્યાસજ્યવૃત્તિ ધર્મ છે. આ ધર્મનો આશ્રય યાવવિશેષાભાવો છે. તેથી આ વ્યાસજ્યવૃત્તિ ધર્મના જ્ઞાનમાં આ યાવરિોષાભાવોનું જ્ઞાન કારણ બને. વળી, યાવદ્વિરોષાભાવોના પરસ્પરભેદનું જ્ઞાન પણ તે ધર્મના જ્ઞાનમાં કારણ બને. તેથી યાવદ્વિરોષાભાવોને સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક કહી સ્વીકારવામાં સામાન્યાભાવ ન માનનાર વિશેષાભાવવાદીને ગૌરવદોષ આવે છે; પરંતુ સામાન્યાભાવને માનનાર સામાન્યાભાવવાદી ગૌરવદોષથી બચી જાય છે, તેને લાધવ થાય છે.”
આની સામે અદ્વૈતસિદ્ધિકાર નીચે પ્રમાણે ઉત્તર આપે છે. દ્વિત્ય, ત્રિત્વ વગેરે વ્યાસજ્યવૃત્તિ ધર્મના પ્રત્યક્ષમાં યાવંદાશ્રયનું પ્રત્યક્ષ અને યાવદાશ્રયના પરસ્પરભેદનું પ્રત્યક્ષ કારણ હોવા છતાં સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાકત્વરૂપ વ્યાસજ્યવૃત્તિ ધર્મનું પ્રત્યક્ષ યાવદાશ્રયના પ્રત્યક્ષ વિના તેમજ યાવદાશ્રયના પરસ્પરભેદના પ્રત્યક્ષ વિના થાય છે એમ સ્વીકારવું જોઈએ. અન્ય વ્યાસજ્યવૃત્તિ ધર્મના પ્રત્યક્ષમાં તે ધર્મના યાવદાશ્રયનું પ્રત્યક્ષ અને યાવદાશ્રયના પરસ્પરભેદનું પ્રત્યક્ષ કારણ હોવા છતાં સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાકત્વરૂપ વ્યાસજ્યવૃત્તિ ધર્મના પ્રત્યક્ષમાં તે ધર્મના યાવદાશ્રયનું પ્રત્યક્ષ અને યાવદાશ્રયના પરસ્પરભેદનું પ્રત્યક્ષ કારણ નથી. કેમ ? તેનું કારણ એ છે કે ‘આદ્ય ક્ષણે ઘટ નીરૂપ છે’ એવી પ્રતીતિ સર્વસિદ્ધ છે. આ પ્રતીતિનો વિષય રૂપસામાન્યનો અત્યન્તાભાવ હોઈ શકે નહિ. ઉત્પત્તિક્ષણે ઘટમાં જે જે રૂપનો પ્રાગભાવ હોય છે તે બધાં રૂપનો અત્યન્નાભાવ તે ઘટમાં સ્વીકારાય નહિ. પ્રાગભાવના અધિકરણમાં અત્યન્તાભાવ હોઈ શકે નહિ. અર્થાત્ જેનો પ્રાગભાવ જેમાં હોય તેનો અત્યન્તાભાવ તેમાં હોઈ શકે નહિ. જનિષ્યમાન રૂપનો અત્યન્તાભાવ આદ્ય ક્ષણે ઘટમાં નથી, કારણ કે સર્વદા વિદ્યમાન અભાવને અત્યન્તાભાવ કહેવામાં આવે છે. ઘટમાં જનિષ્યમાન રૂપ અનેક છે. તેથી ઘટમાં તે તે રૂપાભાવો રૂપત્વસામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાકરૂપે પ્રતીત થઈ રાકે છે. અહીં યાવરૂપવિરોષનું જ્ઞાન અને યાવપવિશેષોના પરસ્પરભેદનું જ્ઞાન અપેક્ષિત હોય તો ‘આદ્ય ક્ષણે ઘટ નીરૂપ છે’ એવી સર્વસિદ્ધ પ્રતીતિ ઘટી શકે નહિ. આ પ્રતીતિને ઘટાવવા માટે