________________
પ્રાગભાવખંડન
૯૯
જે આગામી કાળનો સંબંધી બને તેની બાબતમાં ‘થશે’ (= ‘મવિષ્યતિ’) એવી બુદ્ધિ થાય છે. આગામી કાલના સંબંધીરૂપ પદાર્થની વર્તમાનમાં અવિદ્યમાનતા જ પ્રાગભાવ છે. તેથી વિદ્યમાન વસ્તુની કાલાન્તરસંબંધિતાના જ્ઞાનમાં સંબંધજ્ઞાન હોવા છતાં ‘થો’ (= ‘મવિષ્યતિ’) એવી બુદ્ધિ થતી નથી તથા ‘થો’ એવો રાબ્દપ્રયોગ પણ થતો નથી. ૧૫
.
આના ઉત્તરમાં અદ્વૈતવેદાન્તી કહે છે કે જ્યારે જે વસ્તુની ભવિષ્યત્તાની પ્રતીતિ થાય ત્યારે તે જ વસ્તુના, વર્તમાન ક્ષણે અસત્ત્વ અને ઉત્તર ક્ષણે સત્ત્વ એ બેય અંશોને લઈને જ ‘થો’ (= ‘મવિષ્યતિ’) એવી બુદ્ધિ થાય છે. વિદ્યમાન પ્રાગભાવનું પ્રતિયોગિત્વ જ ‘ભવિષ્યત્’ રાબ્દનો અર્થ નથી. ‘તન્તુઓમાં ૫૮ થશે’ એવી આપ્ત પુરુષની ઉક્તિ દ્વારા પટના ભવિષ્યત્કાલીન અસત્ત્વની આરાંકા દૂર થાય છે. જો પ્રાગભાવપ્રતિયોગિત્વ જ ‘ભવિષ્યત્’ શબ્દનો અર્થ હોત તો પટના ભવિષ્યત્કાલીન અસત્ત્વની આશંકા દૂર થાત નહિ. જેમ આટલા કાળ સુધી તન્તુમાં પટનો પ્રાગભાવ હોવા છતાં પટના સહકારિકારણોના અભાવને કારણે વર્તમાન કાળે પણ તંતુમાં ૫૮ ઉત્પન્ન થઈ શક્તો નધી તેમ પરવર્તી કાળે પણ પટના સહકારિકારણોના અભાવને કારણે પટનો અભાવ સંભવે છે, એટલે પટના ભવિષ્યત્કાલીન અસત્ત્વની આશંકા દૂર થઈ શકે નહિ અર્થાત્ પટના ભવિષ્યત્કાલીન સત્ત્વનો નિશ્ચય થઈ શકે નહિ.૧૬
પ્રાગભાવવાદી કહે છે.કે તન્તુઓમાં પટનું વર્તમાનકાલીન અસત્ત્વ પટના પ્રાગભાવપ્રતિયોગિત્વને લીધે જ ઘટે છે. જો પટ વર્તમાનકાલીન પ્રાગભાવનો પ્રતિયોગી ન હોય તો તન્તુઓમાં પટનું વર્તમાનકાલીન અસત્ત્વ કેવી રીતે સંભવે ? પટનું વર્તમાનકાલીન અસત્ત્વ પ્રાગભાવપ્રતિયોગિત્વને લીધે જ ઘટે છે.
આની સામે અદ્વૈતવેદાન્તી જણાવે છે કે પ્રાગભાવવાદીએ આમ કહેવું યોગ્ય નથી કારણ કે વર્તમાનક્ષણાવચ્છિન્ન તન્તુમાં આગામી પટનું જે અસત્ત્વ છે તે પટના અત્યન્તાભાવના પ્રતિયોગિત્વને કારણે જ ઘટે છે, પ્રાગભાવના પ્રતિયોગિત્વને કારણે ઘટતું નથી. વળી, બીજી યાત એ કે વિદ્યમાન પ્રાગભાવનું પ્રતિયોગિત્વ જ જો ‘થશે’ (‘ભવિષ્યત્’) શબ્દનો અર્થ હોય તો ‘દેવદત્ત પંડિત થરો’ એવી પ્રતીતિ અને શબ્દપ્રયોગ બંને અનુપપન્ન થઈ પડે, કારણ કે ઉત્પન્ન દેવદત્તમાં વિદ્યમાન પ્રાણભાવનું પ્રતિયોગિત્વ નથી, એટલે ‘થશે’ એવી પ્રતીતિ અને શબ્દપ્રયોગ બંનેનું થવું ઉચિત નથી.
૬
પ્રાગભાવવાદીનો ઉત્તર છે કે દેવદત્ત ઉત્પન્ન થયો હોવા છતાં પાંડિત્યવિશિષ્ટ દેવદત્ત ઉત્પન્ન થયો નથી. કેવળ દેવદત્ત અને પાંડિત્યવિશિષ્ટ દેવદત્ત બે ભિન્ન વસ્તુ છે. તેથી વર્તમાનકાળે દેવદત્તનો પ્રાગભાવ ન હોવા છતાં પાંડિત્યવિશિષ્ટ દેવદત્તનો તો પ્રાગભાવ છે જ. તેથી વિદ્યમાન પ્રાગભાવનું પ્રતિયોગિત્વ ‘થશે’ શબ્દનો અર્થ છે એ અમારી માન્યતામાં ‘થશે’ એવી પ્રતીતિ અને શબ્દપ્રયોગ ઉભય અનુપપન્ન થઈ પડતા નથી.૧૮
આની સામે અદ્વૈતવેદાન્તી જણાવે છે કે વિશિષ્ટ વિશેષ્યથી ભિન્ન નથી. માની લો કે વિશિષ્ટ વિરોષ્યથી ભિન્ન છે. વિશિષ્ટની બાબતમાં બે વિકલ્પ સંભવે કાં તો તે નિત્ય હોય કાં તો અનિત્ય. જો તે નિત્ય હોય તો વિશેષણના અભાવમાં પણ નિત્ય વિશિષ્ટ (વસ્તુ) હોય જ અને પરિણામે વિશેષણના અભાવમાં પણ વિશિષ્ટવિષયક પ્રતીતિ અને શબ્દપ્રયોગ બંને થવા જોઈએ. પરંતુ તેમ તો થતું નથી. હવે જો વિશિષ્ટ અનિત્ય હોય તો પ્રશ્ન ઊઠશે કે તે અનિત્ય