________________
શાંકર વેદાન્તમાં અવિઘાવિયાર વિઘટન દ્વારા સંભવે છે. એટલે ‘પ્રાગભાવ કાલાન્તરે પણ અનુવૃત્ત હો એવી કામના થઈ શકે. પ્રાગભાવની કાલાન્તરાનુવૃત્તિ સંપાદન કરવા માટે પ્રાગભાવના પ્રતિયોગીના જનકનું (અર્થાત્ જેના હોતાં પ્રાગભાવનો પ્રતિયોગી ઉત્પન્ન થાય છે તેનું) વિઘટન કરવાથી જ પ્રાગભાવનો પ્રતિયોગી ઉત્પન્ન થઈ શકે નહિ, અને પ્રાગભાવનો પ્રતિયોગી ઉત્પન્ન થાય તો પ્રાગભાવની નિવૃત્તિ પણ નથાય. પરિણામે પ્રાગભાવ કાલાન્તરે અનુવૃત્ત થાય. આ રીતે પ્રાગભાવપરિપાલનનું સાધ્યત્વ સંભવતું હોઈ સાધ્ય પ્રાગભાવપરિપાલનવિષયક કામના થઈ શકે. ઉક્ત કામનાનો વિષય પ્રાગભાવપરિપાલન છે. ઉક્ત કામનાની અનુપપત્તિ જ પ્રાગભાવમાં પ્રમાણ છે. પ્રાંગભાવ સ્વીકારવામાં ન આવે તો ઉક્ત કામના કોઈ પણ રીતે ઘટે જ નહિ. “આ ન થાઓ” એ કામના જ અસિદ્ધ છે એમ તો કહેવાય જ નહિ, કારણ કે આ કામના સર્વાનુભવસિદ્ધ છે. પ્રાગભાવનો સ્વીકાર કરવામાં ન આવે તો સર્વાનુભવસિદ્ધ આ કામના જ કોઈ પણ રીતે ઘટે નહિ. એટલે પ્રાગભાવ અવશ્ય સ્વીકારવો જોઈએ. આ જ પ્રાગભાવપરિપાલનન્યાય છે. પ્રાયશ્ચિત્ત વગેરે દ્વારા દુઃખપ્રાગભાવ પરિપાલિત થાય છે.'
. આની સામે અદ્વૈતવેદાન્તીનો તર્ક નીચે પ્રમાણે છે. ઉક્ત કામનાની અનુપપત્તિ પણ પ્રાગભાવમાં પ્રમાણ નથી. અનાદિ પ્રાગભાવનો કાલાન્તરસંબંધ સાધ્ય હોઈ જેમ. ઉક્ત કામનાનો વિષય બની શકે છે તેમ અત્યન્તાભાવનો કાલાન્તરસંબંધ સાધ્ય હોઈ ઉક્ત કામનાનો વિષય બની શકે છે. પ્રાગભાવના પ્રતિયોગીનો જે જનક તેના વિઘટન દ્વારા જેમ પ્રાગભાવનો કાલાન્તરસંબંધ સાધ્ય બને છે અને પ્રતિયોગીના જનકના વિઘટન માટે જેમ પુરુષનો પ્રયત્ન પણ થાય છે તેમ અત્યન્તાભાવના પ્રતિયોગીનો જે જનક તેના વિઘટન દ્વારા અત્યન્તાભાવનો પણ કાલાન્તરસંબંધ સાધ્ય બની શકે છે અને અત્યન્તાભાવના જનકના વિઘટન માટે પુરુષનો પ્રયત્ન પણ થઈ શકે છે. આમ પ્રાગભાવના સંબંધ પરિપાલનની જેમ અત્યન્તાભાવનું સંબંધ પરિપાલન પણ સાધ્ય હોઈ તે જ ‘આન થાઓ એ કામનાનો વિષય બની શકે છે. તેથી ઉક્ત કામનાની અનુપપત્તિ પ્રાગભાવમાં પ્રમાણ નથી. અત્યન્તાભાવવિષયક હોઈને ઉક્ત કામના ઉપપન્ન થઈ શકે છે. એટલે, અન્યથા ઉપપન્ન ઉક્ત કામના દ્વારા પ્રાગભાવની સિદ્ધિ થાય નહિ. .
(૪) એ જ રીતે તખ્તઓમાં પટથશે એવી બુદ્ધિ પણ પ્રાગભાવવિષયક નથી. એટલે આ બુદ્ધિ દ્વારા પણ પ્રાગભાવ સિદ્ધ નહિ થાય. જો કહેવામાં આવે કે તન્દુઓમાં પટોત્પત્તિ પહેલાં તખ્તઓમાં પટનો જે અભાવ હોય છે તે પ્રાગભાવ જ છે, તેથી તખ્તઓમાં પટ થશે એ પ્રતીતિનો વિષય પ્રાગભાવ જ હોય, તો એના ઉત્તરમાં કહેવું જોઈએ કે તખ્તઓમાં પટ થશે એ બુદ્ધિ પદના ભવિષ્યકાલ સાથેના સંબંધને વિષય કરે છે, પટના પ્રાગભાવને વિષય કરતી નથી - ભવિષ્યત્કાલસંબંધવિષયક છે, પ્રાગભાવવિષયક નથી. તેથી ઉક્ત બુદ્ધિ દ્વારા પ્રાગભાવ સિદ્ધ થઈ શકે નહિ.'
આની સામે પ્રાગભાવવાદી કહે છે કે વિદ્યમાન પ્રાગભાવનું પ્રતિયોગિત્વ જ ‘ભવિષ્ય શબ્દનો અર્થ છે. કેવળ આગામી કાળ સાથેનો સંબંધ જ થશે” ('વિષ્યતિ', એવી બુદ્ધિનો વિષય નથી. વિદ્યમાન પર્વત આદિના આગામી કાલ સાથેના સંબંધની (=સંબંધવિષયક)
ી નથી. વર્તમાન
'पर्वतोभविष्य
'પ્રતીત થવા છતાં ‘પર્વત છે
માં ન હોઈ સાવ નવા નાનભાનપI)