________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ - મૂછ:- પ્રતિજેનિશ ફિuપનાતિનાનિ ચ |
પ્રતિસેવાઇરોગને , શુદ્ધિ બ્રાથિી મતા પાટા ગાથાર્થ : (૧) પડિલેહણા, (૨) પિંડ, (૩) ઉપધિ, (૪) અનાયતન, (૫) પ્રતિસેવા, (૯) તેની આલોચના, (૭) શુદ્ધિ એમ ઓધ સામાચારી સાત પ્રકારે કહી છે.
ટીકાનો સંક્ષેપ ભાવાર્થ : (૧) પ્રતિલેખના ક્ષેત્ર-વસતિ-વસ્ત્ર-પાત્ર વગરનું નિરૂપણ કરવું એવો પ્રતિલેખનાનો આગમિક અર્થ છે. સર્વક્રિયાઓ પ્રતિલેખના પૂર્વક કરવાની હોવાથી અહીં તે પ્રથમદ્વાર છે.
પ્રતિલેખના કરનાર અને પ્રતિલેખ પદાર્થ એ બે વિના પ્રતિલેખના સંભવિત નથી, માટે તે બેનું સ્વરૂપ પણ આ દ્વારમાં કહેવાશે.
(૨) પિંડ : દોષરહિત આહારને પિંડ કહેવાય, તે પ્રતિલેખના પછી લેવાતો હોવાથી બીજા દ્વારમાં વર્ણન કરાશે. '
(૩) ઉપથિ : ઉપધિ એટલે વસ્ત્ર-પાત્રાદિ વસ્તુઓ સમજવી. આ વસ્ત્ર-પાત્ર વિના પિંડ લેવાનું શક્ય નથી, માટે પિડની પછી તે વસ્ત્ર-પાત્રાદિ કેટલી સંખ્યામાં અને કેટલા માપવાળાં રાખવાં ? તે બંનેનું પ્રમાણ આ ત્રીજા દ્વારમાં કહેવાશે.
(૪) અનાયતન : આયતન એટલે રહેવાનું સ્થાન અર્થાત્ સાધુને રહેવા માટે યોગ્ય સ્થાન. સ્ત્રી-પશુ-નપુંસકાદિ જેમાં હોય તે સાધુને રહેવા માટે અયોગ્ય સ્થાનને અનાયતન કહેવાય. ઉપધિ દ્વારા પિંડ (આહાર) મેળવ્યા પછી પણ યોગ્ય સ્થાન વિના તેનો ઉપયોગ કરી શકાય નહિ. માટે ચોથા દ્વારમાં અનાયતનને વર્જવા સાથે આયતનનો આશ્રય કરવો એમ કહેવાશે.
(૫) પ્રતિસેવા સંયમનાં અનુષ્ઠાનથી વિરુદ્ધ આચરણ કરવું તે પ્રતિસેવા. ઉપરોક્ત ચારનું સેવન કરવા છતાં પણ સાધુને કદાચિત્ કોઈ સ્થળે (કોઈ વિષયમાં) કોઈ અતિચાર સંભવિત છે, માટે અનાયતન વર્જન પછી પાંચમા દ્વારમાં પ્રતિસેવાનું વર્ણન કરાશે.
(૯) આલોચના થયેલા અપરાધનું ગુરુ પાસે પ્રાયશ્ચિત લેવું તે- આલોચના કહેવાય. પ્રતિસેવાની ક્ષમારૂપે છઠ્ઠા દ્વારમાં આલોચનાનું નિરૂપણ થશે.
(૭) શુદ્ધિ શિષ્ય પોતાની ભૂલની ગુરુ સમક્ષ આલોચના કરે ત્યારે ગુરુએ તેને ઊચિત પ્રાયશ્ચિત આપવું તે શુદ્ધિ, માટે આલોચના બાદ શુદ્ધિદ્વાર કહેવાશે.