________________
શ્રમણ ધર્મ
પણ સામાચારીનું સમ્યક સૂત્રમાં બતાવેલી વિધિપૂર્વક મન-વચન-કાયાના ઉત્કર્ષથી શુદ્ધ આચારણ કરવું તે સાપેક્ષ યતિધર્મ છે.
નવમા પૂર્વની આચાર નામની ત્રીજી વસ્તુના વીસમા પ્રાભૃત પૈકીના ઓઘપ્રાભૃતપ્રાભૂતમાંથી ઉદ્ધરેલી ઓઘ સામાચારી દીક્ષા પછી તુરત જ શીખવાડાયા છે. છવ્વીસમા ઉત્તરાધ્યયનમાંથી ઉદ્ધરેલી દશધા સામાચારી થોડા વખત પૂર્વેના દીક્ષિતને શીખવાડાય છે. બારમા દૃષ્ટિવાદ નામના અંગમાંથી ઉદ્ધરેલી પદવિભાગ સામાચારી દીર્ઘ પર્યાયવાળા સાધુને ભણાવાય છે.
હવે પ્રથમ ઓઘ સામાચારીનું વિશેષ સ્વરૂપ તેનાં દ્વારોના નિર્દેશ કરવાપૂર્વક
જણાવે છે.
(૪) શબ્દનય તો ઉપયોગવાળો પણ જે છ જવનિકાયની રક્ષામાં પ્રયત્નશીલ હોય તે આત્માને સમાચારી માને છે, અસંયમી-પ્રમાદીને નહિ. કારણકે છ જવનિકાયની રક્ષાના માત્ર ઉપયોગરૂપ-પરિણામરૂપ સામાચારી તો અસંયમી અવિરત સમક્તિદષ્ટિ વગેરે આત્માઓમાં પણ સંભવે છે. (૫) સમભિરૂઢનયના અભિપ્રાયેં તો સુસંયત પણ જે પાંચસમિતિથી સમિત અને ત્રણગુપ્તિથી ગુપ્ત એવો અષ્ટપ્રવચનમાતાનો પલક હોય તે આત્માને સામાચારી કહેવાય છે. તેનાથી વિલક્ષણને નહિ. (ડ) એવભૂતનય તો ઉપર જણાવેલા સઘળા ગુણવાળા પણ સાવઘયોગથી વિરામ પામેલા આત્માને જ “સામાચારી માને છે. કારણ કે અશુભ પ્રવૃત્તિ (સાવદ્ય પ્રવૃત્તિ)માં ફોરવાતા વીર્યથી નિવૃત્તિ તથા કર્મબંધના જ્ઞાન વિના અપ્રમત્તતા વગેરે પ્રાપ્તગુણોનું ફળ મળતું નથી. આ નય તેને જ કારણે માને છે કે જે કારણ પોતાના કાર્યને સિદ્ધ કરતું હોય. એથીજ અશુભ કર્મબન્ધનો વિરામ જેનાથી ન થાય તેવા ભાવને આ નય સત્ય માનતો નથી. (૭) બૈગમન શુદ્ધ-અશુદ્ધ ઉભયરૂપ હોવાથી શુદ્ધાશુદ્ધ સકલ (ભાવ) વિશિષ્ટ આત્માને અથવા દ્રિક-ત્રિકાદિ (ભાવો)ને પામેલા આત્માને સામાચારી માને છે. નિશ્ચયનય અને વ્યવહારનયથી સામાચારીનો વિચાર કરતાં, વ્યવહારનયથી સામાચારીના આચરણરૂપ બાહ્યલિંગજન્ય અનુમાનથી ઓળખાતા પરિણામને અને નિશ્ચયનયથી ચારિત્રમોહનીયના વિચિત્ર ક્ષયોપશમ વગેરેથી પ્રગટ થયેલા આત્માના (અમુક) અધ્યવસાયને સામાચારી કહેવાય. નિશ્ચયનયથી તથાવિધ આચરણ વિનાનો આત્મા પણ સામાચારી કહેવાય છે. કારણકે બાહ્ય આચારણરૂપ લિંગ વિના પણ (ધૂમાડા વિના લોખંડના ગોળામાં અગ્નિ હોય છે તેમ) લિંગી = આત્મપરિણામ સંભવિત છે. પરંતુ વ્યવહારના અભિપ્રાય તો સમ્યમ્ આચરણ હોય તો જ સામાચારી (તેવા પરિણામ) મનાય છે. તેમાં પણ શુદ્ધ વ્યવહારનય ભાવપૂર્વકના બાહ્ય આચરણને અને અશુદ્ધ વ્યવહારનય માત્ર બાહ્ય આચરણને પણ સામાચારી માને છે. એમાં આટલું અંતર છે.