________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
આ બંનેને ભાવસમ્યક્ત્વનો અભાવ હોવાથી દીક્ષા આપતી વખતે સમ્યક્ત્વનો આરોપ ક૨વામાં આવે છે. તેના આલંબને કુગ્રહનો અર્થાત્ અસત્ય પક્ષનો ત્યાગ જલ્દી કરી શકે છે.
૧૩
પંચવસ્તુમાં વર્તમાનમાં ઉચિત ગુરુના ગુણો જણાવતાં કહ્યું છે કે...
- જે સૂત્ર-અર્થનો જાણકાર ગીતાર્થ હોય.
સાધુના યોગોને કરનાર કૃતયોગી હોય.
સદાચાર યુક્ત ચારિત્રી હોય.
- ગ્રાહણાકુશળ અર્થાત્ શિષ્યને અનુષ્ઠાન વગેરે શીખવાડવામાં કુશળ હોય.
- શિષ્યના સ્વભાવને જાણીને, તેને અનુસરી ચારિત્રની રક્ષા કરનાર અનુવર્તક હોય તે પણ દીક્ષા આપવા માટે અપવાદ માર્ગે યોગ્ય છે.
=
આ વિષયમાં દસ પ૨તીર્થિઓના મત વિશેષ જિજ્ઞાસાવાળાઓએ ધર્મબિન્દુમાંથી જાણી લેવો.
આ રીતે દીક્ષાર્થી અને દીક્ષાદાતાનું સ્વરૂપ કહ્યું. 1॥૮॥
મૂળ ગાથા-૭૮માં “વિધિપૂર્વક દીક્ષિત થયેલો' એમ કહેલું હોવાથી હવે દીક્ષા લેનારનો અને દીક્ષા આપનારનો વિધિ બે શ્લોકથી જણાવે છે.
મૂમ્ :- પુર્વનુસોપધાયોળો, વૃત્યુપાવસમર્થનમ્ ।”
ग्लानौषधादिदृष्टान्तात् त्यागो गुरुनिवेदनम् ||८४ ।।
प्रश्नः साधुक्रियाख्यानं, परीक्षा कण्ठतोऽर्पणम् । સામાવિજાતિસૂત્રસ્ય, ચૈત્યનુત્યાદ્રિ તદિધિ ।।૮।।
ગાથાર્થ : દીક્ષાર્થીએ ગુરુ (વડીલો)ની અનુજ્ઞા મેળવવી, મોહથી આજ્ઞા ન આપે તો તેમની સંમતિ મળે તેમ માયા (કપટ) કરવી. તેઓની આજીવિકાનો પ્રબંધ કરવો, (એમ છતાં અનુજ્ઞા ન આપે તો) ગ્લાન-ઔષધાદિ (કે જે આગળ કહેવાશે તે) દૃષ્ટાંતથી ત્યાગ કરવો. એમ વિધિપૂર્વક ગુરુ પાસે આવી નિવેદન કરવું.
ગુરુએ પણ તેને વૈરાગ્યનાં કારણો પૂછવાં, સાધુક્રિયાનું ક્લિષ્ટપણું જણાવવું, યોગ્યતાની પરીક્ષા કરવી, સામાયિકાદિ સૂત્રો કંઠસ્થ (મુખપાઠ) કરાવવાં અને દેવવંદનાદિ વિધિ કરાવવો - એ દીક્ષા લેવા-આપવાનો વિધિ છે.