________________
શ્રમણ ધર્મ
૧૫
પૂજાવિંશિકામાં પૂ. શ્રી હરિભદ્રસૂરિજી આ જ વાતને પુષ્ટ કરતાં જણાવે છે
કે....
ચરમ યથાપ્રવૃત્તિકરણના યોગે ગ્રંથદેશે આવેલા અને ગ્રંથીને ઓળખનાર જીવને શ્રી જિનપૂજા માત્ર ધર્મરૂપે જ સફળ થાય છે અર્થાત્ તેનું ફળ ધર્મ રૂપે જ આવે છે. અને તે જિનપૂજાથી સઘોગાવંચકપણું અને આગળ વધીને સમ્યગ્દષ્ટિપણું ઉત્તરોત્તર આત્મગુણોના વિકાસની પરંપરા ચાલે છે. તાત્પર્ય એ છે કે ગ્રંથભેદ થતાં પહેલા પણ અપુનબંધક જીવને પણ શ્રી જિનપૂજાના ફળ તરીકે ધર્મ જ પ્રગટે છે અને ઉપર જણાવ્યા અનુસાર ઉત્તરોત્તર ગુણોના વિકાસની યાત્રા ચાલે છે.
શ્રી પંચાશકજીમાં પણ કહ્યું છે કે “તપ આસેવનથી ઘણા જીવો માર્ગાનુસારીપણાના બળે આગળ વધીને ચારિત્રને પણ પામ્યા છે.” વળી શ્રી પંચાલકજીમાં કહ્યું છે કે...
શ્રી જિનેશ્વર પરમાત્માએ કહેલી આ દીક્ષાનું આચરણ તો દૂર રહો, પણ શાસ્ત્રોક્તનીતિથી માત્ર પર્યાલોચન કરવામાં આવે તો પણ (મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ જે હવે માત્ર એક જ વાર બાંધવાની યોગ્યતા ધરાવે છે તે) સફબંધક અને (મોહનીય કર્મની ઉત્કૃષ્ટસ્થિતિ બાંધવાની યોગ્યતા નાશ પામી છે તેવા) અપુનબંધક જીવોને તે શીધ્રતયા કુગ્રહનો નાશ કરે છે. (આથી કુગ્રહનો નાશ કરવા સબંધક અને અપુનબંધકને દીક્ષા આપવાની અનુજ્ઞા છે.)
અહીં એ જાણવું કે અવિરત સમ્યગ્દષ્ટિને કુગ્રહનો સંભવ નથી. માર્ગાભિમુખ અને માર્ગપતિતને ગ્રંથભેદ થયો ન હોવાથી, કુગ્રહનો સંભવ હોવા છતાં, તેમને પ્રાપ્ત થયેલી માર્ગાભિમુખ અને માર્ગપતિત અવસ્થાથી તેઓના તે કુગ્રહનો ત્યાગ કરી શકાય તેવો છે. માટે અહીં તેઓને પણ નહીં ગણતાં માત્ર જેઓને કુગ્રહ બળવાન છે તે સકૃબંધક અને અપુનબંધક એ બેને દીક્ષાનું પર્યાલોચન કરવાથી કુગ્રહનો શીધ્રતયા વિરહ થાય છે એમ કહ્યું.
૭. અહીં એ જાણવું કે અપુનબંધક ધાત્રિશત્ દ્વાત્રિશિકા અનુસાર માર્માભિમુખ અને માર્ગપતિત
આ બંને અપુનબંધકની અવસ્થા વિશેષ જ છે. છતાં અપુનબંધકનો કુગ્રહ બળવાન હોય છે. અને માર્ગાભિમુખ અને માર્ગપતિતનો કુગ્રહ સહેલાઈથી ત્યાગ કરી શકાય તેવો હોય છે. આટલું વિશેષ આ ગ્રંથાનુસાર સમજવું. ચિત્તના અવક્રગમનને માર્ગ કહેવાય છે. અર્થાત્ તત્ત્વને અનુસરતા લયોપશમવિશેષને માર્ગ કહેવાય છે. તે માર્ગની સન્મુખ થયેલાને માર્ગાભિમુખ કહેવાય છે. અને માર્ગ ઉપર આવેલાને માર્ગપતિત કહેવાય છે.