________________
શ્રમણ ધર્મ
ધર્મસંગ્રહ. સારોદ્વાર ભાગ-૨ પ્રથમ ભાગમાં સ્વોપન્ન ધર્મસંગ્રહ નામના મૂળગ્રંથનું સંક્ષિપ્તરુચિવાળા ભવ્ય જીવોને માટે સંક્ષેપથી વિવરણ કર્યું. હવે ગૃહસ્થ ધર્મનું વર્ણન પ્રથમ ભાગમાં કર્યું હોવાથી અવસર પ્રાપ્ત સાધુધર્મનું વર્ણન પણ સંક્ષેપરુચિવાળા ભવ્યજીવોના ઉપકાર માટે સંક્ષેપથી કરાય છે.
ગૃહસ્થના સામાન્ય અને વિશેષ ધર્મ પૈકી વિશેષધર્મના ફલરૂપ યતિધર્મની સ્તુતિ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે मूलम् : एनं धर्मं च निखिलं, पालयन् भावशुद्धितः ।
योग्यः स्याद्यतिधर्मस्य, मोचनात् पापकर्मणः ।।७१।। ગાથાર્થ: આ પૂર્વે પ્રથમ ભાગમાં કહેલા) સમસ્ત ગૃહસ્થધર્મને ભાવશુદ્ધિથી પાલન કરતો આત્મા, પાપકર્મ ખપી જવાથી સાધુધર્મને યોગ્ય થાય છે.
ટીકાનો સંક્ષેપ ભાવાર્થ : સમ્યક્તથી આરંભીને યાવતું શ્રાવકની અગીયાર પડિમાઓ સુધીના ગૃહસ્થના વિશેષ ધર્મનું જેણે પાલન કર્યું છે તે આત્મા સાધુધર્મને યોગ્ય બને છે.
અભવ્યના આત્માઓ પણ દ્રવ્યથી ધર્મનું આચરણ કરતાં હોય છે. પરંતુ તેઓમાં ભાવધર્મના આવરણભૂત (ચારિત્ર મોહનીયાદિ) કર્મોનો ક્ષયોપશમ થયો ન હોવાથી તે સાધુધર્મને યોગ્ય બનતા નથી. જે ભવ્યાત્મામાં (ચારિત્ર મોહનીયાદિ) કર્મોના ક્ષયોપશમરૂપ ભાવશુદ્ધિની પ્રાપ્તિ થઈ છે, તે ભવ્યાત્મા ચારિત્રમાં વિઘ્ન