________________
(49
પ્રાણી માત્રને સુખની અભિલાષા સ્વાભાવિક રહેલી છે, પણ તેને જન્મમરણાદિક ફળ આપનારા અનાદિકાલીન કર્મરોગનો એવો તો પક્ષાઘાત લાગુ પડેલો છે કે અભૈિલાષા સુખ મેળવવાની હોવા છતાં મેળવે છે દુઃખ જ. બેભાનબીમાર-મદોત્તમત્ત આદમીની ચેષ્ટાઓ જગતમાં જેવી જણાય છે, તેવી ચેષ્ટાઓ કર્મરોગથી ઘેરાયેલા સંસારી આત્માઓની હોય છે. આ રોગને મીટાવવાની એકની એક જે રામબાણ દવા છે તેનું નામ ધર્મ છે.” આ ધર્મની ઉચ્ચકક્ષા તે યતિધર્મ છે. યતિધર્મ
આ યતિધર્મ સંબંધી અમે પહેલા ભાગના ઉદ્દબોધનમાં લખ્યું છે કે“યતિ બે પ્રકારનો છે. એક સાપેક્ષ એટલે સ્થવિરકલ્પી, જે ગચ્છની મર્યાદામાં વર્તનારો હોય છે, બીજો નિરપેક્ષ એટલે જિનકલ્પી આદિ, જેને ગચ્છ આદિ કશાની અપેક્ષા ન હોવાથી યોગ્યતા પ્રાપ્ત કરીને કેવળ ઉત્સર્ગ માર્ગે વર્તનારો હોય છે. એ બન્નેનો ધર્મ એટલે જીવન પર્યત સંસારના સર્વ આરંભ, પરિગ્રહ, સ્ત્રીસંગ, વગેરેનો ત્યાગ કરીને સર્વથી અહિંસા આદિ મહાવ્રતો અંગીકાર કરવાં તેનું નામ યતિ કિંવા સાધુધર્મ છે. જીવન સાધનાનું અહીં પૂર્ણ વિરામ આવે છે. એનું બીજું નામ સંન્યાસયોગ પણ છે. આના જેવું ભૂતોપકારક શાંત, દાંત, અવશ્યગ્રાહ્ય બીજું એક પણ ઉત્તમ જીવન નથી, જેઓ આ જીવન સ્વીકારીને કર્મ સામે સંગ્રામ માંડે છે અને તેને છેલ્લી લપડાક મારી હત પ્રહત કરી નાખે છે, તેઓને આ સંસારના જન્મોજન્મના અતિકટુ પરાભવો ભોગવવા પડતા નથી.”
આ યતિધર્મનું સાંગોપાંગ સ્વરૂપ જો તમારે જાણવું હોય તો હવે આ ગ્રંથમાં પ્રવેશ કરો ! તક ન ગુમાવો -
દેહાધ્યાસમાં પડેલા ઘણા મનુષ્યો આત્મા-પરમાત્મા, આ લોક-પરલોક, પુણ્ય-પાપ સંસાર-મોક્ષ, કશાની ચિંતા નહિ કરતાં કેવળ ખાવું-પીવું-કમાવું અને મોજ-મજા કરવામાં જ મહાલી રહેલા જોવાય છે, એવા પણ કોઈ મનુષ્યોને
જ્યારે તેમના ધારેલા પાસા ઉંધા પડે છે, સગાં સ્નેહી વિપરીત બને છે, શરીરમાં અસહ્ય રોગ થાય છે, પ્રિયા કે પુત્રનું અણધાર્યું મોત થાય છે; કિવા પોતાના ઉપર મરણ ત્રાટકી પડે છે, ત્યારે આત્મા વગેરે કંઈક છે એમ લાગે છે, જ્ઞાનીના વચનોની સત્યતા ભાસે છે અને અંતરમાં ધર્મની ભૂખ જાગે છે. પરંતુ અફસોસ ત્યારે કદાચ ઘણું મોડું થયું હોય છે. યોગ્ય સામગ્રીનો વિરહ પણ હોય છે. માટે