________________
ઉબોધન દ્વિતીય વિભાગ
વિ. સં. ૧૭૩૧માં મહોપાધ્યાય શ્રી માનવિજયજી ગણિવર વિરચિત શ્રી ધર્મસંગ્રહના પહેલા ભાગનું મૂળ સંસ્કૃતમાંથી દળદાર ગુજરાતી ભાષાંતર મુનિરાજ શ્રી ભદ્રંકર વિજયજીએ ચાર ચાર વર્ષનો અખંડ શ્રમ સેવીને લખ્યું અને તે સદ્ગત શેઠ માયાભાઈ સાંકળચંદના સુપુત્રો શેઠ નરોતમદાસ આદિએ પોતાના ખર્ચે છપાવી વિ.સં. ૨૦૧૦માં પ્રસિદ્ધ કર્યું. બે વર્ષમાં જ તેની દ્વિતીયવૃત્તિ નીકળી તે બતાવી આપે છે કે એ ભાષાંતરે જનતા ઉપર સારો એવો ઉપકાર કર્યો છે અને તેથી તે સરસ રીતે લોકરુચિનો વિષય બન્યું છે. વાંચકોને જાણીને આનંદ થશે કે એ જ ગ્રંથના બીજા ભાગનું આ ભાષાંતર એ જ મુનિશ્રીના અથાગ પરિશ્રમે લખાયેલું છપાઈને બહાર આવી રહ્યું છે. કથિતકથન
પ્રથમ ભાગના ઉદ્બોધનમાં અમે મૂળ ગ્રંથકારનો પરિચય, રચનાસમય, ગ્રંથના સંશોધક મહાત્માઓ, વાચકવર ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી મહારાજાએ ગ્રન્થમાં સ્થળે સ્થળે પૂરેલી ચમકદાર રંગોલી, ગ્રંથનિર્માણ કરવામાં પ્રેરક, ગ્રંથનો પ્રથમાદર્શ લખનારા, ગ્રંથની વસ્તુ, ગ્રંથનું પ્રમાણ, ગ્રંથકારશ્રીનું બહુશ્રુતપણું, ગ્રંથકારની શૈલી, ગ્રંથથી કરાવાતું માર્ગદર્શન, ગ્રંથકારની અત્યકૃતિઓ, ગુર્જરકવિ તરીકેની પણ ગ્રંથકારની નામના, પ્રસ્તુત ગ્રંથનું ભાષાંતર ભાષાંતરકાર મુનિ શ્રી ભદ્રંકર વિજયજી, તેઓને ભાષાંતર કરવામાં પ્રેરક, તેઓએ ભાષાંતરમાં મૂળને સ્પર્શીને કરેલી ઝીણામાં ઝીણી બાબતોની પણ સ્પષ્ટતા અને અન્યથાવાદ ન થઈ જાય તેની રાખેલી પૂરી સાવચેતી, વગેરે હકિકતો ઠીક ઠીક પ્રમાણમાં કહી ગયા છીએ, એટલે આ ઉદ્ધોધનમાં તેનો પુનઃ ઉલ્લેખ નહિ કરીએ. ગ્રંથનો વિષય
આ ગ્રંથના પહેલા ભાગમાં ગૃહસ્થના સામાન્યધર્મ અને વિશેષ ધર્મ ઉપર વિસ્તારથી પ્રકાશ પાથરવામાં આવ્યો છે. બાકી રહેલ સાપેક્ષ યતિ-સાધુધર્મ અને નિરપેક્ષ યતિ-સાધુધર્મ ઉપર આ બીજા વિભાગમાં ખૂબ જ ઉડો અભ્યાસ પૂર્ણ પ્રકાશ પાથરવામાં આવ્યો છે. અમે પહેલા ભાગના ઉધ્ધોધન (પૃષ્ટ ૧૧)માં જણાવી ગયા છીએ કે