________________
કાર્ય કરવાથી ‘અધિકાર ચેષ્ટા' મનાય છે અને તે જગતમાં આદર પામતી નથી. યોગ્યતાની મર્યાદા પણ તે તે કાર્યના મહત્ત્વની અપેક્ષાએ નક્કી થયેલી હોય છે. એક જ પેઢીના પ્રત્યેક માણસોને પેઢીનાં, ઘરના દરેક માણસોને ઘરનાં કે રાજ્યના સર્વ અધિકારીઓને રાજ્યનાં, સર્વ કાર્યો સોંપી શકાતાં નથી, સૌને સરખો અધિકાર હોતો નથી. સર્વ કાર્યોમાં યોગ્યતાને અનુસરીને વ્યવહારો થાય છે. એ જ ન્યાય ધર્મને અંગે પણ કહેલો છે. દરેકને સાધ્યધર્મ તરીકે એક જ કર્મરોગનો નાશ કરવાનો હોવા છતાં ઔષધતુલ્ય વ્યવહાર (સાધન) ધર્મ દરેકને સ્વ-સ્વ યોગ્યતાને અનુસાર કરવાનો હોય છે અને તો જ તે હિત કરે છે. કહ્યું છે કે
“अधिकारिवशाच्छास्र, धर्मसाधनसंस्थितिः । व्याधिप्रतिक्रियातुल्या, विज्ञेया गुणदोषयोः ।।" [हारि० अष्टक प्रकरणम्
અર્થાત્ અધિકારીને વ્યાધિનો પ્રતિકાર (યોગ્ય ઔષઘ) ગુણ કરે છે અને અનધિકારીને દોષ કરે છે, તેમ શાસ્ત્રમાં ધર્મસાધનોની પણ વ્યવસ્થા અધિકારી " પરત્વે બતાવેલી છે. તે તે ઘર્મ સાધનાના અધિકારીને તે તે સાધના ગુણ કરે છે અને અધિકારીને દોષ કરે છે. '
સાધના અને સિદ્ધિને અનુસાર ધર્મની પણ ચડતી-ઉતરતી કક્ષાઓ છે. સ્વસ્વ યોગ્ય ધર્મસાધના જીવને તે તે ધર્મની (ગુણની) સિદ્ધિ કરીને તેની યોગ્યતામાં વધારો કરે છે, અને તેથી વિશેષ ધર્મ માટે તે યોગ્ય બને છે. એથી વિપરીત ધર્મસાધના કરવા છતાં અયોગ્યતાને વધારે દોષ કરે) છે. આ કક્ષાઓને જૈનદર્શનમાં ગુણસ્થાનકો કહેવાય છે. તેની સંખ્યા ચૌદવી છે. તે પ્રત્યેકમાં પણ ચડતી-ઉતરતી કક્ષાઓના પ્રકારો અસંખ્ય કે અનંત પણ છે. ઉપર ઉપરના ગુણસ્થાનકની સાધના ક્લિષ્ટ હોય છે માટે તેના સાધકની પણ તે માટે વિશિષ્ટ યોગ્યતા અપેક્ષિત છે. ગૃહસ્વધર્મની છેલ્લી ભૂમિકા પાંચમું ગુણસ્થાનક છે અને સાધુતાનો પ્રારંભ છઠ્ઠા ગુણસ્થાનકથી થાય છે, માટે સાધુધર્મનો આરાધક ગૃહસ્થધર્મની અપેક્ષાએ વિશિષ્ટ ગુણવાળો જોઈએ જ. બીજી રીતે જગતનાં સર્વોત્કૃષ્ટ પાંચ પૂજ્ય પદો અરિહંતાદિ પંચપરમેષ્ઠિઓ છે. તેમાં ત્રીજા-ચોથાપાંચમા પદે રહેલા આચાર્ય-ઉપાધ્યાય અને સર્વ સાધુઓ સ્વયં સાધક છે, તેથી તે અરિહંત અને સિદ્ધપદના પૂજક છે અને ચતુવિધ શ્રીસંઘના પૂજ્યપદે બિરાજમાન હોવાથી પૂજ્ય પણ છે. આ પૂજ્યપદે રહીને જગતનું કલ્યાણ કરવાની તેઓની ભીષ્મ પ્રતિજ્ઞા હોય છે. તેથી પ્રાણાંતે પણ કોઈનું અહિત ચિંતવવાનો તેમનો આચાર નથી. શત્રુનું પણ હિત કરવાનું તેમનું કર્તવ્ય હોય છે. તેથી હિસા