________________
31
પામેલો દીક્ષાનો સ્વીકાર કરીને મુક્તિ સાધી શકે છે. સિદ્ધોના પંદર પ્રકારોમાં ‘ગૃહિલિંગે સિદ્ધ’ પણ એક પ્રકાર છે જ. એ કારણે જ ગ્રંથકારે દીક્ષા ન લઈ શકાય ત્યાં સુધી ગૃહસ્થ ધર્મદ્વારા પણ માનવ જીવનને સફળ કરવાનું જણાવ્યું છે. હા, ગૃહસ્થધર્મમાં જ ઇતિકર્તવ્યતા માની લેનારો અજ્ઞ છે, સાધુધર્મને પ્રાપ્ત કરવાની ભાવના વિના ગૃહસ્થધર્મની વાસ્તવતા જ નથી. અર્થાત્ સાધુધર્મની યોગ્યતા પ્રગટાવવા માટે કરેલી ગૃહસ્થધર્મની આરાધના એ સાધનારૂપ છે અને તેનું સાઘ્ય સાધુધર્મની યોગ્યતા પ્રગટાવવી તે છે. સાધુધર્મ પામવાના ધ્યેયથી કરાતો જ ગૃહસ્થધર્મ વસ્તુતઃ ધર્મ છે. જેનું એ ધ્યેય નથી તે ગૃહસ્થધર્મનું પાલન ગમે તેવું શ્રેષ્ઠ કરે તો પણ મોહને મંદ કરી શકતો નથી, રાગને ધર્મરાગરૂપે બદલીને કામરાગ-સ્નેહરાગ-દૃષ્ટિરાગનાં દુષ્ટ બંધનોથી છૂટી શકતો નથી.
આ ધર્મરાગ સાધુધર્મના પ્રત્યેક વ્યવહારોનો પ્રાણ છે, તે જેટલો વિશિષ્ટ હોય, દૃઢ હોય, તેટલા પ્રમાણમાં સાધુધર્મના આચારો નિર્મળ અને નિરતિચાર પળાય છે. ધર્મરાગથી આત્મા કામ ક્રોધાદિનો પરાભવ કરી સમતાને સાધી શકે છે. સાધુજીવનમાં કોઈપણ અનિષ્ટ તત્ત્વ ત્યારે જ પ્રવેશી શકે કે રાગ ધર્મરાગરૂપે બદલાયો ન હોય ! ક્લેશ-કંકાસ, માન-અપમાન, કે અનુકૂળતાપ્રતિકૂળતામાં રતિ-અરિત વગેરે સર્વ સાધુધર્મના-આત્માના રોગો છે અને ધર્મરાગ તેનું પરમ ઔષધ છે. તે ગુણોનો પક્ષ કરાવીને સર્વ દુર્ગુણોને (પાપવ્યાપારોને) રોકી દે છે. અને અહિંસાદિ વ્રતોના નિરતિચાર પાલન દ્વારા જ્ઞાનાદિ ગુણો પ્રગટાવીને આત્માની મોક્ષસાધનાને નિષ્કંટક અને નિર્મળ બનાવી દે છે. આ ધર્મરાગને પામેલા આત્માને સાધુ ધર્મનાં અનુષ્ઠાનો દ્વારા વિકાસની પરમભૂમિકાએ પહોંચવાના ઉપાયો આ બીજા ભાગમાં બતાવ્યા છે. સાધુ જીવનમાં તેની ઉપયોગિતા કેવી છે, તે હવે વિચારીએ.
ગ્રંથ પરિચય યાને સાધુધર્મની વિશેષતાઓ-આ બીજા ભાગમાં સાધુધર્મના આચારોનું સાદ્યંત ક્રમિક વર્ણન છે. તેના નિરતિચાર અખંડ પાલનથી ક્રમશ: આત્મવિકાસની છેલ્લી ભૂમિકા પ્રાપ્ત થતાં જીવનો કર્મબંધનમાંથી સદાને માટે છૂટકારો (મોક્ષ) થાય છે.
મોક્ષનું અનંતર કારણો હોવાથી સાધુધર્મનું મહત્ત્વ ગૃહસ્થધર્મની અપેક્ષાએ ઘણું છે, તેથી તેના સાધકની પણ વિશિષ્ટ યોગ્યતા અપેક્ષિત છે. જગતના પ્રત્યેક વ્યવહારોમાં યોગ્યતા-અયોગ્યતાનો વિચાર રહેલો છે. નાનું-મોટું કોઈપણ કાર્ય કરવાની યોગ્યતા પામ્યો હોય તેને જ તે કરણીય હોય છે. યોગ્યતા વિના તે તે