________________
મુખ્યતયા ગૃહસ્થધર્મ કારણભૂત હોવાથી તે બન્નેનો કારણ-કાર્યરૂપ પારસ્પરિક સંબંધ છે. સાધુધર્મ માટેની યોગ્યતા-અયોગ્સાનું વિસ્તૃત વર્ણન મધ્યસ્થ અને સ્યાદ્વાદ દૃષ્ટિથી સ્વ-પર કલ્યાણકર થઈ શકે તેવું ગ્રંથકારે આ ગ્રંથની આદિમાં જ કરેલું છે. અહીં તો ગૃહસ્થ ધર્મમાં એવી શું કળા છે કે જે સાધુતાની યોગ્યતા પ્રાપ્ત કરાવે ? એ જ માત્ર વિચારવું અપેક્ષિત છે.
ગૃહસ્થધર્મની વિશેષતા-જીવને કોઇપણ પ્રવૃત્તિના મૂળમાં રાગ કારણભૂત હોય છે. રાગ વિના કોઈ પ્રવૃત્તિ થઈ શકતી નથી. જીવ Àષ કરે છે, કે ક્રોધાદિ કષાયોને વશ થાય છે, તે પ્રત્યેકમાં પણ કોઈને કોઈ પ્રકારનો રાગ નડતો હોય છે. આ રાગના વિવિધ પ્રકારો છે. વિષય ભેદે તે કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ, ધર્મરાગ, વિગેરે ભિન્ન ભિન્ન નામોવાળો છે. વિષયોનો કે વિષયોનાં સાધનોભૂત
સ્ત્રી આદિનો રાગ તે કામરાગ; માતા, પિતા, પુત્ર, ભાઈ, બહેન, આદિ સ્વજનાદિનો રાગ તે સ્નેહરાગ અને મિથ્યાભાવો, શરીર કે કામક્રોધાદિ આંતરશત્રુઓ વગેરે અહિતકર છે, એમ જાણવા છતાં તેના પ્રત્યેનો તીવ્ર રાગ તે દૃષ્ટિરાગ કહેવાય છે. દષ્ટિરાગનું સામાન્ય લક્ષણ અસત્ય સમજવા છતાં તે તે ભાવોનો પક્ષ કરવો તે છે. જીવ અનાદિ કાળથી આ ત્રિવિધ રાગને યોગે જડ ભાવોનો પક્ષ કરે છે અને વિવિધ દુઃખો વેઠે છે. અનેક કષ્ટોથી ભરેલા પણ વિવિધ સંબંધો જીવોને સંધાય છે અને તૂટે છે તે આ રાગનું જ નાટક છે. ચારે ગતિમાં બહુધા આ ત્રિવિધ રાગથી જીવ રીબાય છે. એ રાગનાં બીજ સંસારી જીવ માત્રમાં રહેલાં હોય છે અને તેના સાધનોનો તથા તે તે વિષયોનો યોગ થતાં તે ચેષ્ટારૂપે પ્રગટ થાય છે. મનના અભાવે પણ વિવિધ સંજ્ઞાઓ રૂપે કામ રાગનું ચેષ્ટિત અસંશી જીવોમાં પણ દેખાય છે. સંશી જીવોને મનની પ્રાપ્તિ થતાં સ્વજનાદિની પ્રીતિ રૂપે સ્નેહરાગ પ્રગટ થાય છે અને મિથ્યાજ્ઞાન સાથે મોહનું જોર વધતાં અસત્યનો પક્ષ કરવારૂપ દૃષ્ટિરાગ પણ પ્રગટ થાય છે. આ ત્રણે રાગ વિવિધ કંષ્ટોનું કારણ છે, કારણ કે ત્રણેના વિષયો આત્માને જડની પરાધીનતા દ્વારા દુઃખ આપનારા છે. આ રાગોને ધર્મરાગમાં બદલવાથી દુઃખને બદલે તે સુખનું કારણ બની જાય છે. કારણ કે તેના વિષયો ધર્મનાં સાધનોરૂપ બની જાય છે.
આથી જીવનું કર્તવ્ય છે કે તેણે રાગનો નાશ ન થાય-રાગ વિના જીવી ન શકાય, ત્યાં સુધી પોતાના રાગને ધર્મરાગ તરીકે બદલવો જોઈએ. આવો રાગનો બદલો પ્રાય: માનવ જીવનમાં થઈ શકે છે. ધર્મરાગ એક એવો વિશિષ્ટ રાગ છે કે સંસારી સમગ્ર જીવો પ્રત્યે મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષાદિ