________________
૨૩૦
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ સ્થવિર અને ગણાવચ્છેદક આ પાંચ હોય તે પ્રામાણિક છે. આ પાંચ ઉત્તમ પુરુષો જ્યાં નથી તે કુસ્તિગચ્છ હોવાથી સાધુને રહેવું કલ્પતું નથી.
ઉપાધ્યાયાદિ ચારે પદો સામાન્યતયા ગીતાર્થને જ આપી શકાય. હવે એ ચારેયના વ્યક્તિગત વિશેષ ગુણોને જણાવતાં કહે છે કેमूलम् - सम्यक्त्वज्ञानचारित्र-युगाचार्यपदोचितः ।
सूत्रार्थविदुपाध्यायो, भवेत् सूत्रस्य वाचकः ।।१४२।। .. ભાવાનુવાદ : સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્રવાનું (ભવિષ્યમાં) આચાર્યપદને યોગ્ય, સૂત્ર તથા અર્થનો જ્ઞાતા અને સૂત્રોની વાચના આપનાર આપવામાં કુશલ) એવા ગુણવાનું સાધુ ઉપાધ્યાય પદને યોગ્ય હોય.
હવે પ્રવર્તકના ગુણોને જણાવે છે - मूलम् - तपः संयमयोगेषु, योग्यं यो हि प्रवर्त्तयेत् ।।
निवर्तयेदयोग्यं च, गणचिन्ती प्रवर्तकः ।। १४३ ।। ભાવાનુવાદઃ તપ-સંયમ વગેરે યોગો પૈકી જેનામાં જે યોગ(કાર્યોની યોગ્યતા હોય તેને તેમાં જોડે અને અયોગ્યને રોકે, એવા ગચ્છની ચિંતાને કરનાર સાધુ પ્રવર્તકપદને યોગ્ય ગણાય.
સ્થવિરપદને યોગ્યના ગુણો આ પ્રમાણે -. मूलम् - तेन व्यापारितेष्वर्थे - वनगारांश्च सीदतः ।
स्थिरीकरोति सच्छक्तिः, स्थविरो भवतीह सः ।।१४४।। ભાવાનુવાદ : પ્રવર્તક તપ-સંયમ વગેરે તે તે કાર્યોમાં જોડેલા જે સાધુઓ સીદાતા (પ્રમાદ વગેરેથી સમ્યગુવર્તન ન કરતા) હોય તે તે સાધુઓને તે તે (ઉચિત) ઉપાયોથી જે સ્થિર કરે, દઢ બનાવે, તે (ગુણરૂપી) સુંદર સામર્થ્યવાળાને શ્રી જિનમતમાં “સ્થવિર' કહ્યો છે બીજાને નહિ. હવે ગણાવચ્છેદક કોણ બની શકે તે કહે છે – मूलम् - प्रभावनोद्धावनयोः क्षेत्रोपध्येषणासु च ।
__ अविषादी गणावच्छेदकः सूत्रार्थविन्मतः ।।१४५।। . ગાથાર્થ શાસન પ્રભાવના કરવી, ગચ્છને માટે દૂર દૂર પ્રદેશમાં ફરવું તથા ક્ષેત્ર વસતિ), ઉપાધિ અને આહારાદિની શુદ્ધ ગવેષણા કરવી વગેરે કાર્યોમાં ખેદ નહિ પામનારો તથા સૂત્ર-અર્થનો જાણકાર એવા સાધુને ગણાવચ્છેદક કહ્યો છે.