________________
શ્રમણ ધર્મ
૨૨૯
અવશ્ય લઘુતા વગેરે દોષો થાય. ઉત્તર : તમારું કથન યોગ્ય નથી કારણ કે શિષ્યા કે ભિક્ષા વગેરે ઉચિત વસ્તુ લેવાનો તેઓને અધિકાર હોય છે. વય પરિણત થયે છતે તે આચરણ થતુ હોવાથી અને લેનાર યોગ્ય-પાત્ર હોવાથી લઘુતારૂપ દોષો પણ થતા નથી.
સાધ્વીઓનો બહુદોષોનો સંભવ હોવાથી સાધુ કરતાં સંખ્યામાં દ્વિગુણાદિરૂપ અધિક હોય તે સમાપ્તકલ્પ, તેથી ન્યૂન વિચરે તો અસમાપ્તકલ્પ થાય છે. વિશેષ પંચવસ્તુથી જાણવું. અહીં સુધી અનુયોગની અને ગણની અનુજ્ઞારૂપ સાપેક્ષ યતિધર્મ વિસ્તારથી કહ્યો.
હવે શેષપદોની અનુજ્ઞાવિધિ અતિદેશથી એટલે ભલામણરૂપે કહે છે કેमूलम् - उपाध्यायपदादीना - मप्यनुजैवमेव च । ।
गीतार्थत्वगुणस्तुल्य-स्तेषु व्यक्तत्या त्वमी क्रमात् ।।१४१।। ગાથાર્થ : ઉપાધ્યાયપદ વગેરે અન્યપદોની અનુજ્ઞા પણ એ જ રીતે કરવી. ગીતાર્થપણાનો ગુણ તુલ્ય જોઈએ. ઉપરાંત વ્યક્તિગત ગુણો કેવા જોઈએ તે ક્રમશ: આ પ્રમાણે સમજવા.
. • ટીકાનો સંક્ષેપભાવાર્થ ઃ ઉપ = જેની સમીપમાં આવીને શિષ્યો અધ્ધતિ અધ્યયન કરે તે ઉપાધ્યાય, તેનું પદ તે ઉપાધ્યાયપદ. આદિ શબ્દથી પ્રવર્તક, સ્થવિર અને ગણાવચ્છેદક પણ સમજવાં. આ ઉપાધ્યાય આદિ પદની અનુજ્ઞા લેવી-દેવી તે લેનાર-દેનાર બંનેનો સાપેક્ષ યતિધર્મ છે. ઉપાધ્યાય આદિ ચારે પદોનો સઘળો વિધિ ગણની અનુજ્ઞાની વિધિ પ્રમાણે સમજવો. માત્ર ઉપાધ્યાય પદ આપતાં, જેને આપવાનું હોય તે શિષ્યનું આસન કરવું તથા નંદિસૂત્ર કહ્યા પછી (ગુરુએ) લગ્નવેળાએ જમણા કાનમાં બૃહદ્વર્ધમાનવિદ્યાનો મંત્ર સંભળાવવો. આ મંત્રને ઉપાધ્યાયે ચતુર્થભક્ત તપ કરીને એક હજાર જાપ કરીને સાધવો.
પ્રવ્રજ્યા, ઉપસ્થાપના, ગણિપદ, યોગ, પ્રતિષ્ઠા અને અનશન ઇત્યાદિ કાર્યોમાં આ મંત્રનો સાતવાર જાપ કરીને વાસનિક્ષેપ કરવાથી તે અધિકારનો (સ્વસ્વકાર્યોનો) પાર પામે છે અને પૂજા-સત્કારને પામે છે.
પ્રવર્તક, સ્થવિર અને ગણાવચ્છેદકપદની અનુજ્ઞામાં પણ એ જ પ્રમાણે કરવું. માત્ર તેઓનું આસન નહિ કરવું, મંત્ર તરીકે વર્ધમાનવિદ્યા સંભળાવવી.
એ પાંચે આચાર્યાદિ પદસ્થો પર્યાયથી લઘુ હોય તો પણ પર્યાયથી મોટા પણ અન્ય સર્વ સાધુઓને તેઓ વંદનીય છે. જે ગચ્છમાં આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક,