________________
૨૨૪
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
मूलम् - ततोऽसौ नित्यमुद्युक्तः कार्ये प्रवचनस्य च ।
व्याख्यानं कुरुतेऽर्हेभ्यः, सिद्धान्तविधिना खलु ।।१३३।। ગાથાર્થ : આચાર્યપદની અનુજ્ઞા થયા પછી નૂતન આચાર્ય શાસનનાં (સંઘનાં) કાર્યોમાં નિત્ય ઉદ્યમ કરવા સાથે આગમોક્તવિધિથી યોગ્ય સાધુઓને અવશ્ય વ્યાખ્યાન સંભળાવે.
ટીકાનો સંક્ષેપભાવાર્થ આચાર્ય પદવી આપ્યા પછી તે નૂતન આચાર્ય હંમેશાં આગમનાં અને સંઘનાં કાર્યોમાં અવશ્ય ઉદ્યમ કરે અને આગમોક્તવિધિને અનુસાર યોગ્ય શિષ્યોને નિચ્ચે વ્યાખ્યાન (વાચના) પણ આપે તે સાપેક્ષ યતિધર્મ છે. અહીં જેઓ સર્વ વિષયમાં રાગદ્વેષ રહિત, બુદ્ધિમાનું અને પરલોકના ભયવાળા હોય તેઓને સામાન્યતયા સિદ્ધાંત સાંભળવાની યોગ્યતાવાળા સમજવા. કારણ કે સર્વવિષયોમાં અસદુ આગ્રહને વશ થયા વિના તેઓ જ પોતાની નાની-મોટી ભૂલો
સંદેહ વિનાનું હોય. (૫) વાચના સંપત્તિ : તેના ચાર ભેદો છે. (અ) શિષ્યની યોગ્યતાને જોઈને તેને ઉપકારક થાય તેટલા સૂત્રનો ઉદ્દેશ કરે અને અયોગ્યને (અનધિકારીને) ઉદ્દેશ ન કરે. (બ) ઉદ્દેશની જેમ યોગ્યતાને જોઈને અર્થાત્ શિષ્ય પરિણત છે કે અપરિણત ? તે વિચારીને સમુદ્દેશ કરે, (ક) પૂર્વે આપેલું કૃત (આલાપકો) બરાબર સમજાયા પછી નવું શ્રત આપે. (ડ) પૂર્વાપર સંગત થાય તે રીતે સૂત્રોના અર્થોને સમજાવે. (ક) મતિ સંપત્તિ : તેના અવગ્રહ, ઇહા, અપાય અને ધારણા આ ચાર ભેદો છે, તેમાં તે તે ઇન્દ્રિયોના શબ્દાદિ વિષયોનું માત્ર નિરાકાર ગ્રહણ તે અવગ્રહ, તેનો વિમર્શ-વિચાર કરવો તે ઇહા, નિર્ણય કરવો તે અપાય અને ઇહા-અપાય દ્વારા પડેલા સંસ્કારો ધારણ કરી રાખવા તે ધારણા સમજવી. (૭) પ્રયોગ સંપત્તિ : પ્રયોગ એટલે વાદ કરવો. તેના ચાર ભેદોમાં (અ) વાદ વગેરે કરવામાં પોતાનું આત્મબળ-જ્ઞાનબળ કેટલું છે તે સમજે, (બ) સામે વાંધી કોણ છે ? ક્યા નયને આશ્રયને વાદ કરવા ઇચ્છે છે વગેરે વાદીને સર્વ રીતે સમજી શકે. (ક) જ્યાં વાદ કરવાનો હોય તે ક્ષેત્ર (નગર-ગામ-દેશ) કોના પક્ષમાં છે? કયા ધર્મનું રાગી છે? વગેરે સમજે. (ડ) જે સભામાં વાદ કરવાનો હોય તેના સભાપતિ, સભાસદો (રાજામંત્રી-પ્રજાજન-પંડિત પુરુષો) વગેરેને ઓળખી શકે. (૮) સંગ્રહપરિણાસંપત્તિ અર્થાત્ સંયમના ઉપકરણો વગેરેના સંગ્રહનું જ્ઞાન તેના ચાર ભેદો છે. (અ) બાલ-વૃદ્ધ-ગ્લાન વગેરે સર્વને અનુકૂળ રહે તેવા ક્ષેત્રની પસંદગીનું જ્ઞાન હોય. (બ) પાટ-પાટલા વગેરે જરૂરી વસ્તુ મેળવવાનું જ્ઞાન હોય. (ક) સ્વાધ્યાય-ભિક્ષા-ભોજન વગેરે તે તે કાર્યો કરવાના છે તે સમયનું જ્ઞાન હોય. (ડ) નાનામોટા, યોગ્ય-અયોગ્ય વગેરે કોણ સાધુ કોને વંદનીય છે. વગેરે વિનય સંબંધી જ્ઞાન હોય. જેમ ગૃહસ્થને દ્રવ્યસંપત્તિથી સંસારના તમામ વ્યવહારો ચાલે છે, તેમ આચાર્યને આ આઠ પ્રકારની ભાવ(ગુણ)સંપત્તિ હોય તો જ ગચ્છનું પાલન, રક્ષણ કરી, ભાવપ્રાણરૂપ જ્ઞાનાદિની રક્ષા કરી-કરાવી શકે, માટે તેને સંપત્તિ કહી છે. દરિદ્રીના કુટુંબની જેમ ધનના અભાવમાં વ્યવહારના સર્વ કાર્યો સિદાય છે, તેમ સર્વ સાધુઓનું સંયમજીવન સદાય અને એ માટે જવાબદાર આચાર્યનું ભવભ્રમણ વધે.