________________
શ્રમણ ધર્મ
૨૧૩
(૫) સ્નાતક : સ્નાનથી (શરીરનો) સઘળો મેલ ધોઈ નાખનારાની જેમ, જેણે ઘાતકર્મોરૂપી આત્માના મેલને ધોઈ નાખ્યો હોય તે “સ્નાતક' કહેવાય, તેના સયોગી અને અયોગી બે ભેદો છે. પ્રવચન સારોદ્ધારમાં કહ્યું છે કે શુક્લધ્યાનરૂપી પાણી વડે સર્વઘાતી કર્મોરૂપી મલ ધોઈ નાખવાની અપેક્ષાએ સ્નાતક કહેવાય છે. મન-વચન-કાયારૂપ યોગોના વ્યાપારવાળો સયોગી અને યોગોનો નિરોધ કર્યો હોય તે અયોગી સમજવો.
આ પાંચ પ્રકારના સાધુઓ પૈકી નિગ્રંથ, સ્નાતક અને પુલાક, એ ત્રણનો (આર્ય જંબુસ્વામીથી) વિચ્છેદ થયેલો છે. પ્રભુ મહાવીર પરમાત્માનું શાસન ચાલશે ત્યાં સુધી બકુશ અને કુશીલ બંને પ્રકારના સાધુઓ રહેશે.
હવે દસવિધ પ્રાયશ્ચિત્તનું વર્ણન કરે છે. તે આ પ્રમાણે છે (૧) આલોચના (૨) પ્રતિક્રમણ, (૩) મિશ્ર, (૪) વિવેક, (૫) વ્યુત્સર્ગ, (૯) તપ, (૭) છેદ, (૮) મૂળ, (૯) અનવસ્થાપ્યતા, (૧૦) પારાંચિત. .
(૧) આલોચના : ગુરુની આગળ સ્વ-અપરાધને પ્રગટ કહેવા તે આલોચના. એક, અપરાધ સેવ્યા હોય તે ક્રમે અને બીજી, પ્રાયશ્ચિત્ત નાનું (અલ્પ) હોય તે અતિચારોને પહેલા, તેથી અધિક પ્રાયશ્ચિત્તવાળા પછી, તેથી પણ અધિક પ્રાયશ્ચિત્તવાળા પછી, એમ પ્રાયશ્ચિત્તના ક્રમે - એમ બે રીતે થાય છે. આ આલોચનાં પ્રાયશ્ચિત્ત તે ગોચરી માટે ફરવું, વિહાર કરવો, અંડિલભૂમિએ જવુંઆવવું વગેરે કાર્યો માટે સો હાથથી દૂર જવા-આવવારૂપ આવશ્યક કાર્યોમાં સમ્યગૂ ઉપયોગવાળા અને એથી શુદ્ધ ભાવનાને યોગે જેને અતિચાર લાગ્યો ન હોય એવા છદ્મસ્થ છતાં અપ્રમત્ત સાધુને માટે સમજવું. કારણ કે અતિચારવાળા સાધુને ઉપર-ઉપરનાં પ્રાયશ્ચિત્તનો સંભવ છે અને કેવળી ભગવંતો તો કૃતકૃત્ય હોવાથી તેઓને પ્રાયશ્ચિત્ત હોતું નથી. અહીં પ્રશ્ન થાય કે આગમને અનુસાર વર્તનારા, અપ્રમત્ત અને અતિચારરહિત સાધુને આલોચના નિષ્ફળ છે, તો એ શા માટે કરે ? તો કહે છે કે એવા પણ સાધુની ક્રિયામાં સૂક્ષ્મ પ્રમાદ નિમિત્તભૂત હોવાથી તેઓની ક્રિયા આશ્રવ(કર્મબંધ)વાળી હોવાનો સંભવ છે. માટે તેઓએ આલોચના કરવી તે સફળ છે જ.
(૨) પ્રતિક્રમણ · અતિચારનો પક્ષ ત્યજીને, તેનાથી પ્રતીપ (ઉલટું) ક્રમણ કરવું તેને પ્રતિક્રમણ કહેવાય છે. અર્થાત્ પશ્ચાત્તાપથી મિથ્યાદુષ્કૃત દેવાપૂર્વક ‘પુન: આવો અપરાધ નહિ કરું' એમ બોલવું, નિશ્ચય કરવો, તેને પ્રતિક્રમણ