________________
૨૦૨
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ (૨) બાહ્યસેવા રૂ૫ ભક્તિ, (૩) આંતરિક બહુમાન, (૪) ગુણગણની પ્રશંસા, આ ચાર પ્રકારે તેનો વિનય કરવાથી (૪૪૧૩= ) બાવન પ્રકારે વિનય થાય છે. (૩) વેયાવચ્ચ : ચરણસિત્તરીમાં દસ પ્રકારે વૈયાવચ્ચ કહેવાઈ ગઈ છે.
(૪) સ્વાધ્યાય : જેના દ્વારા સ્વ = આત્માનું અધ્યયન થાય તે સ્વાધ્યાય. તેના પાંચ ભેદો છે. (૧) વાચના = શિષ્યને શાસ્ત્રનો અભ્યાસ કરાવવો. (૨) પૃચ્છના: - ભણતાં શંકા પડી હોય તે પૂછવું. (૩) પરાવર્તન : ભણેલું ભૂલી ન જવાય તે માટે વારંવાર પાઠ કરવો તે. (૪) અનુપ્રેક્ષા = અર્થનું ઉંડાણમાં વારંવાર ચિંતન કરવું તે. (૫) ધર્મકથા : એ રીતે ભણેલું વારંવાર અભ્યસ્ત પરિચિત) થયા પછી ધર્મનું કથન કરવું (અન્યને ભણાવવું, સમજાવવું તે.)
(૫) ધ્યાનઃ પ્રતિક્રમણ સૂત્રના અર્થમાં ચાર ધ્યાન કહ્યાં, તે પૈકી ધર્મધ્યાન અને શુક્લધ્યાન બેને તપમાં ગણવાં.
(૬) ઉત્સર્ગ : ત્યાગ કરવા યોગ્ય (નિરૂપયોગી) વસ્તુનો ત્યાગ કરવો તે ઉત્સર્ગ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારનો છે. તેમાં વધારાની – નિરૂપયોગી ઉપધિ અને અશુદ્ધ આહાર વગેરે બાહ્યવસ્તુનો ત્યાગ કરવો તે બાહ્ય ઉત્સર્ગ અને કષાયો (વગેરે દોષો)નો તથા મૃત્યકાલે શરીરનો ત્યાગ કરવો તે અત્યંતર ઉત્સર્ગ સમજવો. (આ ઉત્સર્ગને દસ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં ગણ્યો છે, તે અતિચારની શુદ્ધિ માટે અને અહીં તપમાં કહ્યો તે સામાન્ય નિર્જરા માટે સમજવો.) આ છે પ્રકારનો તપ લોકમાં તપ તરીકે પ્રગટ નથી, બહાર દેખાતો નથી, બહુલતાએ જૈનશાસન પામેલા આત્માઓ એને સેવે છે, મોક્ષપ્રાપ્તિમાં તે અંતરંગ કારણભૂત છે અને અત્યંતરકર્મોને તપાવે છે, એ કારણોથી એને અત્યંતરતપ કહેવાય છે. એ તપાચાર કહ્યો.
(૫) વીર્યાચાર : મન-વચન-કાયા દ્વારા પ્રાપ્ત સામર્થ્યને અનુસાર (અન્યૂનાધિક) ધર્મકાર્યો કરવાથી ત્રણ પ્રકારે વર્યાચારનું પાલન થાય છે. આ પ્રમાણે (પાલન કરવા માટે) પાંચ આચારો કહ્યા.
હવે (૧૨૫ મા શ્લોકના ઉત્તરાદ્ધ તથા ૧૨૬-૧૨૭ મા શ્લોકો) એમ અઢી શ્લોકથી મહાવ્રતોના પાલનમાં ઉપાયભૂત સાપેક્ષ યતિધર્મના કેટલાક (આવશ્યક) કર્તવ્યો કહેવા માટે કહે છે કે
ગચ્છમાં વાસ કરવો તે સાપેક્ષ યતિધર્મ છે. ગચ્છમાં રહેવાથી પોતાનાથી અધિક ગુણવાળા કેટલાક સાધુઓનો વિનય કરી શકાય. પોતે બીજા નવદીક્ષિત