________________
શ્રમણ ધર્મ
થવું, વસ્ત્રાદિ ભેટ આપવારૂપ સન્માન કરવું વગેરે શુશ્રુષાવિનય જાણવો. (૨) અનાશાતનાવિનય આ પ્રમાણે પંદર પ્રકારે કહ્યો છે.
૨૦૧
(૧) તીર્થંકરો, (૨) (ચારિત્ર અથવા ક્ષમાદિ દશવિધ) ધર્મ, (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય, (૫) સ્થવિર, (૬) કુલ, (૭) ગણ, (૮) સંઘ, (૯) સાંભોગિક સાધુઓ, (૧૦) ક્રિયા (અર્થાત્ અસ્તિત્વવાદ), (૧૧-૧૫) મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાનો, આ પંદરની બાહ્ય સેવારૂપ ભક્તિ કરવી, હાર્દિક પ્રીતિરૂપ બહુમાન કરવું, તેમના ગુણોની પ્રશંસા કરવી, આ અનાશતનાવિનય છે.
(૩) સામાયિક વગેરે પાંચ પ્રકારના ચારિત્રની (મનથી) શ્રદ્ધા કરવી, (કાયાથી) તેનું સ્પર્શન (પાલન) કરવું અને (વચનથી) ભવ્ય પ્રાણીઓની આગળ તેની પ્રરૂપણા કરવી. તે ચારિત્રવિનય સમજવો.
(૪થી ૬) આચાર્ય વગેરે દરેક પૂજ્યો પ્રત્યે સર્વદા દુષ્ટમન (દુર્ભાવ), દુષ્ટવચન, અવિનયી વર્તનનો રોધ કરવો તથા પ્રશસ્ત મન (=સદૂભાવ), વચનથી પ્રશંસા, અને કાયાથી સેવાભક્તિ વગેરેની ઉદીરણા કરવી, તેને અનુક્રમે મનોવિનય, વચનવિનય અને કાયવિનય કહ્યો છે.
(૭) ઉપચારવિનય : (વિનયના પાત્ર એવા) સામા વ્યક્તિને સુખકારક એવી ક્રિયા દ્વારા વિનય કરવો તે ઔપચારિકવિનય જાણવો. તેના આ પ્રમાણે સાત પ્રકારો છે
= ગ્લાન
(૧) અજ્માસøળ = શ્રુત ભણવા સિવાયના સમયે પણ ગુર્વાદિની પાસે બેસવું. (૨) છંવાળુવત્તળ = તેઓની ઇચ્છાને અનુકૂળ વર્તવું. (૩) વૅડિાિર્ડ = ભક્તિમાં ઉદ્યમ ક૨વો. (૪) રિતનિમિત્તરળ = શ્રુતદાતા ગુરુનો ઉપકાર માની તેઓની સેવા-ભક્તિ વગેરે વિનયમાં વિશેષ પ્રવૃત્તિ કરવી. (૫) દુ:વાર્ત્તવેષા હોય ત્યારે ઔષધાદિ મેળવી આપવું અને ભક્તિ ઉપચાર કરવો. (૬) વેશાજ્ઞાનં = દેશ-કાળને ઓળખીને તદનુસા૨ સેવા કરવી. (૭) સર્વાર્થેનુમતિ: = સર્વ વિષયોમાં તેઓની અનુમતિ લઈ કાર્ય કરવું.
હવે બાવન પ્રકારે પણ વિનય આ રીતે થાય છે - (૧) તીર્થંક૨, (૨) સિદ્ધ, (૩) નાગેન્દ્ર વગેરે કુલ, (૪) કોટિક વગેરે ગણ, (૫) ચતુર્વિધસંઘ, (૬) અસ્તિત્વ વગેરે ક્રિયા, (૭) શ્રુતધર્મ - ચારિત્રધર્મ, (૮) મતિ આદિ પાંચ જ્ઞાન, (૯) જ્ઞાનીઓ, (૧૦) પાંચ પ્રકારના આચાર્યો, (૧૧) ત્રણ પ્રકારના સ્થવિરો, (૧૨) ઉપાધ્યાય, (૧૩) ગણના અધિપતિ ગણધરો. તે પ્રત્યેકનો (૧) આશાતના ત્યાગ,