________________
શ્રમણ ધર્મ
૧૯૯
ભાવાનુવાદ - (૧) અનશન : આહારનો ત્યાગ, તેના બે પ્રકાર છે - એક અમુક મર્યાદિત કાળ સુધી, બીજો યાવજીવ સુધી. તેમાં પહેલો “નમસ્કાર સહિત (નવકારશી) તપથી આરંભી શ્રીવીર પ્રભુના શાસનમાં ઉત્કૃષ્ટ છ મહિના સુધી, શ્રી ઋષભદેવા
સ્વામિના શાસનમાં ઉત્કૃષ્ટ એક વર્ષ સુધી અને મધ્યમ (બાવીશ) તીર્થકરોના શાસનમાં ઉત્કૃષ્ટ આઠ મહિના સુધી હોય છે. બીજા યાવજીવ આહારત્યાગરૂપ અનશનમાં (૧) પાદપોપગમન, (૨) ઇંગિતમરણ, (૩) ભક્તપરિજ્ઞા, એમ ત્રણ પ્રકારો છે. એનું સ્વરૂપ આગળ મૂળગ્રંથથી કહેવાશે. (૨) ઉણોદરી : એકાસણા આદિ તપમાં ભૂખ કરતાં ઓછું વાપરવું તે ઉણોદરી. પુરુષના બત્રીસ અને સ્ત્રીના અઠ્ઠાવીસ કોળીયા આહાર કરતાં, ન્યૂન વાપરવું તે ઉણોદરી. તે ઉણોદરી બે પ્રકારે છે. દ્રવ્યથી અને ભાવથી. તેમાં દ્રવ્યથી ણોદરી એક ઉપકરણને આશ્રયિને, બીજી આહાર-પાણીને આશ્રયિને હોય છે. ઉપકરણને આશ્રયિને જિનકલ્પિકોને હોય છે. આહાર-પાણીને આશ્રમિને પાંચ ભેદો છે - આઠ, બાર, સોળ, ચોવીસ, એકત્રીસ કોળીયા પર્યન્ત આહાર લેવો તેને અનુક્રમે.. (૧) અલ્પાહાર, (૨) અપાદ્ધ, (૩) દ્વિભાગ, (૪) પ્રાપ્ત, (૫) કિંચિત્ જૂન નામની ઉણોદરી કહી છે. ક્રોધાદિ અંતરંગ શત્રુઓનો ત્યાગ કરવો તે ભાવ ઉણોદરી. (૩) વૃત્તિસંક્ષેપ : જેનાથી જીવાય તે વૃત્તિ (=આજીવિકા = ભિક્ષા), તેમાં સંક્ષેપ = હાસ કરવો તે વૃત્તિસંક્ષેપ. ગૃહસ્થાદિ એકસાથે જેટલું આપે તેને એક દત્તિ કહેવાય, તેવી દત્તિઓનું પ્રમાણ (નિયમન) કરવું. તથા અમુક સંખ્યાથી વધારે ઘરોમાંથી કે અમુક શેરી, ગામ કે અડધા ગામ વગેરે અમુક ક્ષેત્રથી વધારે ક્ષેત્રમાંથી નહિ લેવાનો નિયમ કરવો તે વૃત્તિસંક્ષેપ સમજવો. (કરણસિત્તરીમાં કહ્યા તે) દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ સંબંધી અભિગ્રહો પણ આ જ તપના પ્રકાર છે. (૪) રસત્યાગ : વિશિષ્ટ રસવાળા, માદક કે વિકારક પદાર્થોનો ત્યાગ, અર્થાત્ વિગઇ શબ્દથી ઓળખાતા મધ, માંસ, માખણ અને મદિરા એ અભક્ષ્ય વિગઈઓનો અને દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને પકવાન, એ છ વિગઈઓનો ત્યાગ તે રસત્યાગ જાણવો. (૫) કાયફ્લેશ : - કાયાને ફ્લેશ આપવો તે કાયક્લેશ. તે અમુક વિશિષ્ટ આસનો કરવાથી, શરીરની સારસંભાળ-રક્ષા-પરિચર્યા નહિ કરવાથી કે કેશનો લોચ કરવા વગેરેથી કરી શકાય. (આ કાયક્લેશ સ્વયં કરેલા કુલેશના અનુભવરૂપ છે. અને પરીષહો સ્વયં તથા બીજાએ કરેલા કુલેશના અનુભવરૂપ છે. એમ કાયક્લેશમાં અને પરીષહમાં ભિન્નતા છે. (૬) સંલીનતા (= ગોપાવવાપણું) તે (૧) ઇન્દ્રિયોને