________________
૧૯૮
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
(ગળે ઉતારે નહિ) ત્યાં સુધી અતિચાર નામનો ત્રીજો દોષ ગણાય અને ગળે ઉતારે ત્યારે ચોથો અનાચાર કર્યો ગણાય.
આ પ્રમાણે મૂળગુણોમાં અને ઉત્તરગુણોમાં અતિક્રમાદિ દોષોની ઘટના સ્વયમેવ કરવી. અહીં આ પ્રમાણે વિવેક કરવો કે - મૂળગુણોમાં અતિક્રમાદિ ત્રણ દોષો લાગવાથી ચારિત્રમાં મલિનતા સમજવી, તેથી આલોચના - પ્રતિક્રમણ' વગેરે પ્રાયશ્ચિત્તોથી તેની શુદ્ધિ થઈ શકે. ચોથા અનાચારથી તો ગુણનો ભંગ થાય, માટે અનાચાર દોષ લાગે તો એ ગુણની પુન: ઉપસ્થાપના કરવી યોગ્ય છે. ઉત્તરગુણોમાં તો અતિક્રમાદિ ચારેય દોષો લાગવા છતાં ચારિત્રની મલિનતા જ કહી છે -ભંગ કહ્યો નથી. (અર્થાત્ પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થાય) એ મૂળ - ઉત્તરગુણોના અતિચારો કહ્યા. //૧૨૪ll
હવે મૂળગુણોમાં લગભગ કહેવાઈ જવા છતાં જ્ઞાનાચારાદિનું સંયમજીવનમાં પ્રાધાન્ય જણાવવા માટે તે આચારોને જુદા કહે છેमूलम् - "ज्ञानादिपञ्चाचाराणां, पालनं च यथागमम् ।
__ गच्छवासकुसंसर्ग - त्यागोऽर्थपदचिन्तनम् ।।१२५ ।। ગાથાર્થ : જ્ઞાનાચારાદિ પાંચ આચારોનું આગમાનુસારે પાલન કરવું, ગચ્છમાં રહેવું, કુસંસર્ગને તજવો અને આગમના પદોને સૂક્ષ્મબુદ્ધિથી અર્થપૂર્વક વિચારવાં, તે સાપેક્ષ યતિધર્મ છે.
ટકાનો સંક્ષેપભાવાર્થ : જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ પાંચ આચારોનું આગમને અનુસરીને પાલન કરવું તે સાપેક્ષ યતિધર્મ છે. (૧) તત્ત્વનો સમ્યગુબોધ તે જ્ઞાન. તે પણ જ્ઞાનાચારમાં હેતુભૂત હોવાથી અહીં બાર અંગો, ઉપાંગો વગેરે શ્રુતજ્ઞાન સમજવું. (૨) તત્ત્વની સમ્યક શ્રદ્ધા તે દર્શન. (૩) જ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક સર્વ (બાહ્ય-અત્યંતર) પાપવૃત્તિઓનો ત્યાગ તે ચારિત્ર. (૪) ઇચ્છાનો નિરોધ તે તપ. (૫) આત્માની શક્તિને શુભયોગોમાં ફોરવવી તે વીર્ય.
એમાં (૧) – (૩) જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રણના આઠ-આઠ આચારોમાં વિપરીત આચરણ કરવાથી અતિચાર લાગે છે. (૪) તપના બાર પ્રકાર છે. તે પૈકી છ બાહ્યતાનું સ્વરૂપ આ પ્રમાણે છે. -
“સમૂળગરિમા, વિત્તીસંવેવ સંશામાં कायकिलेसो संलीणया य बज्झो तवो होइ ।।
|| યશ લે. નિ. . .