________________
શ્રમણ ધર્મ
૧૯૩
તે પછી પહેલા સાત અહોરાત્રની આઠમી પ્રતિમા સ્વીકારે, તેમાં ચોથભક્તનો (એકાંતરે ઉપવાસનો) ચઉવિહારો તપ કરે, પારણે ઠામચોવિહાર આયંબિલ કરે. આમાં દત્તિઓનો નિયમ નથી. આ પ્રતિમામાં ઉર્ધ્વમુખ (ચત્તો) અથવા પાસુવાળીને સુવે, અથવા સરખો બેસે કે ઊભો રહે. એ રીતે (દશાશ્રુતસ્કંધના અભિપ્રાયથી ગામ-નગર વગેરેની બહાર) સુતો, બેઠેલો કે ઊભો રહીને ઘોર ઉપસર્ગોને મનકાયાથી ચલાયમાન થયા વિના સહે.
સાત અહોરાત્રની બીજી (નવમી) પણ આઠમી પ્રતિમા જેવી જ હોય છે. માત્ર એટલું વિશેષ છે કે આ પ્રતિમામાં મસ્તક અને પાનીઓના આધારે માત્ર વચ્ચે સાથળ-પીઠથી અદ્ધર રહીને અથવા વાંકા લાકડાની જેમ માત્ર પીઠના આધારે (મસ્તક-પગ જમીનને ન સ્પર્શે તેમ) અથવા દંડની જેમ પગ લાંબા કરીને સુતો રહીને ઉપસર્ગોને સહે. * .
ત્રીજી (દસમી) પ્રતિમા પણ ઉપરની જેમ છે. માત્ર તેમાં ગાયને દોહવાની જેમ (પગનાં આંગળના આધારે) ઉભડક બેસીને અથવા વીરાસનથી એટલે સિંહાસન ઉપર પગ નીચે લટકતા રાખીને બેઠા પછી સિંહાસન લઈ લેવા છતાં એ જ પ્રમાણે બેસી રહે તેમ, અથવા કેરીની જેમ વક્ર શરીરે બેસવાનું છે. આમાંના કોઈ પણ આસનથી આ પ્રતિમાને વહન કરી શકાય. •
એક અહોરાત્રિની ૧૧મી પ્રતિમા પણ એવી જ છે. વિશેષ એ છે કે તેમાં છ ભક્તનો અર્થાતુ બે ઉપવાસના બે દિવસનાં ચાર ભોજનનો અને આગળ-પાછળના દિવસે (પારણે-ઉત્તરપારણે ઠામચોવિહાર) એકાસણું કરવાનું હોવાથી તે બે દિવસના એક-એક ભોજનનો, એમ કુલ છ ભોજનનો પાણી સહિત ત્યાગ કરવાનો છે. આ પ્રતિમા એક અહોરાત્ર સુધી પાળીને પછી બે ઉપવાસ કરવાના હોવાથી ત્રણ દિવસે પૂર્ણ થાય. ગામ કે શહેરની બહાર (કાઉસગ્નમુદ્રાની જેમ) બે હાથ લાંબા કરીને ઉભા રહીને એનું પાલન થાય.
એ જ રીતે એકરાત્રિકી (બારમી) પ્રતિમામાં અટ્ટમ ભક્ત તપ કરવો. ગામનગરાદિની બહાર સિદ્ધશિલાની સામે અનિમેષદૃષ્ટિ જોડીને ઊભા-ઉભા તેનું પાલન કરવું અથવા નદી વગેરેના કાંઠે, ઇત્યાદિ વિષમભૂમિએ ઊભા રહીને કોઈ એક પુદ્ગલ (પદાર્થ) ઉપર ખુલ્લી દૃષ્ટિથી નેત્રોને સ્થાપવાં. (નેત્રોનો ચલાયમાન કરવાં કે મીંચવાં પણ નહિ).
આ બારમી પ્રતિમામાં અવધિજ્ઞાન વગેરે ત્રણમાંથી કોઈ પણ એક જ્ઞાન