________________
૧૯૦
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
કોણ મોહ કરે ? (૭) આશ્રવભાવના : મન-વચન-કાયાના યોગો દ્વારા જીવા શુભાશુભ કર્મોને બાંધે છે (આશ્રવણ કરે છે.) તેથી તે યોગોને “આશ્રવ' કહેવાય છે. મૈત્રાદિ ચાર ભાવનાથી વાસિત ચિત્ત શુભ કર્મને તથા તેથી વિપરીત ક્રોધાદિ કષાય તથા પાંચ ઇન્દ્રિયોના વિષયોથી વાસિત ચિત્ત અશુભકર્મને બાંધે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ, પ્રમાદ વિગેરે આશ્રવના હેતુઓ છે. (૮) સંવરભાવના સર્વ આશ્રવોનો નિરોધ તે સંવર કહ્યો છે. તે દ્રવ્ય અને ભાવ ભેદે બે પ્રકારનો છે. (૧) તેમાં આશ્રવ દ્વારા જે કર્મપુદ્ગલો ગ્રહણ થતા હોય તેને ગ્રહણ થતાં અટકાવવાં તે દ્રવ્યસંવર છે. (૨) તેમાં હેતુભૂત મિથ્યાત્વ, અવિરતિ આદિનો જે ત્યાગ, તેને ભાવસંવર જાણવો. ક્રોધાદિને ક્ષમાદિથી રોકવા તે પણ સંવર. ગુપ્તિ દ્વારા યોગનો વિરોધ કરવો તે પણ સંવર. પાપ વ્યાપારોનો ત્યાગ કરવો તે પણ સંવર.
(૯) નિર્જરાભાવના : સંસારના બીજભૂત કર્મોને જે જીર્ણ કરે તેને નિર્જરા કહી છે. તે સકામ અને અકામ એમ બે પ્રકારે છે. કર્મક્ષયના હેતુપૂર્વક તપસંયમાદિનું પાલન કરીને નિર્જરા કરવી તે સકામનિર્જરા આ જ નિર્જરા મમત્વનો, તેનાથી બંધાતા કર્મોનો અને એના ફળરૂપ સંસારનો નાશ કરે છે. એકેન્દ્રિયને, વિક્લેન્દ્રિયને અને પૌદ્ગલિક સુખ માટે આતાપનાદિ કષ્ટને સહન કરતાં બાલજીવોને ગરમી, ઠંડી, બળવું કપાવું વગેરે કષ્ટથી થતી.નિર્જરા તે અકામનિર્જરા છે. તપરૂપી અગ્નિથી જીવરૂપી સુવર્ણ વિશુદ્ધ થાય છે, માટે આ જ ભાવનામાં બાહ્યઅભ્યતર તપનું ચિંતન કરવું. ઉપયોગ વિના-સહન કરવાની ભાવના વિના દુ:ખો-કષ્ટો સહન કરવાથી કર્મ ખપે તે અકામનિર્જરા. ઉપયોગ સહિત - સહન કરવાની ભાવનાથી દુઃખો-કષ્ટો-ઉપસર્ગો-પરિસહ સહન કરવાથી કર્મ ખપે તે સકામનિર્જરા અણસનાદિ બાહ્યતપ અને પ્રાયશ્ચિત્ત આદિ અત્યંતરતપથી નિર્જરા થાય છે. આમ બાહ્ય-અત્યંતર તપનું ચિંતન કરવું તે કરવાની અભિલાષા કરવી.
(૧૦) લોકસ્વભાવભાવના: જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને પુદ્ગલ એમ પદ્રવ્યાત્મક લોક બે પગ પહોળા કરીને-બે હાથ કેડ ઉપર રાખીને ઉભેલા પુરુષના આકાર જેવો છે. તે શૈર્ય, ઉત્પત્તિ તથા નાશધર્મવાળા દ્રવ્યોથી પૂર્ણ ભરેલો છે. તેને જિનેશ્વર પરમાત્માઓએ ઉર્ધ્વ, અધો અને તિર્જી એમ ત્રણ વિભાગમાં કહેલો છે. આ વિષયમાં ઘણું વિચારી શકાય. તેના માટે ચૌદરાજલોકનું સમગ્ર સ્વરૂપ સમજવું. કર્મને વશ સંસારમાં ભ્રમણ કરતા જીવો કેવા સ્વરૂપે ક્યાં ક્યાં અવસ્થિત છે તે વિચારવું અને વળી આ ચૌદરાજલોકના એક