________________
૧૮૯
શ્રમણ ધર્મ
જોએલી અને પ્રમાર્જન કરેલી ભૂમિ ઉપર ઉપયોગપૂર્વક મૂકવી તે આદાનનિક્ષેપ સમિતિ. સ્થંડિલ, માત્રુ, થૂંક, શ્લેષ્મ, શ૨ી૨નો મેલ, કે નિરૂપયોગી વસ્ત્રો તથા આહા૨-પાણી વગેરેને નિર્જીવ અને શુદ્ધભૂમિમાં ઉપયોગપૂર્વક ત્યાગ કરવો તે પરિષ્ઠાપના સમિતિ જાણવી.
ત્રણ ગુપ્તિ સહિતની આ પાંચ સમિતિઓ સાધુઓના ચારિત્રરૂપ શરીરને જન્મ આપનારી (માતા), પરિપાલન કરનારી અને શુદ્ધ કરનારી હોવાથી આઠ માતાઓ છે.
(૩) બાર ભાવનાઓ : ચિંતન દ્વારા આગમને અનુસરીને જગતના તે તે પદાર્થોનું (ધર્મોનું) નિરીક્ષણ જેના દ્વારા થઈ શકે તે ભાવનાઓ બાર છે. (૧) અનિત્યભાવનાઃ જે પદાર્થો પ્રાત:કાળે જેવા હોય છે તે મધ્યાહ્ને હોતા નથી અને રાત્રિએ વળી એનાથી ભિન્ન હોય છે. એમ સંસારમાં સર્વ પદાર્થોનું પ્રત્યક્ષ અનિત્યપણું દેખાય છે. શરીર ક્ષણવિનશ્વર છે, લક્ષ્મી ચપળ છે, સંયોગો વિયોગયુક્ત છે, યૌવન ચંચળ છે. ઇત્યાદિ અનિત્ય ભાવના ભાવવાથી હર્ષ-શોક, રાગ-દ્વેષ આદિ દ્વન્દ્વો થતા નથી. તેથી તૃષ્ણારૂપી કાળી નાગણને વશ કરવા અને મમત્વનો ત્યાગ કરવા પ્રતિક્ષણ જગતનું અનિત્ય સ્વરૂપ ચિંતવવું. (૨) અશરણભાવના : જગતમાં માતા-પિતા, સ્વજન, કુટુંબ પરિવાર કોઈ શરણરૂપ નથી. મૃત્યુના મુખમાંથી કોઈ બચાવનાર નથી. (૩) સંસારભાવના : અનેક યોનિઓમાં પુનઃ પુનઃ ઉત્પન્ન થવું અને નાશ પામવું-આ સંસારચક્ર અનાદિકાળથી ચાલી રહ્યું છે. માતા મરીને પત્ની થાય છે, બ્રાહ્મણ મરીને ચંડાલ થાય છે, એમ સંસારી જીવને વિવિધ વેષો નટની માફક ભજવા પડે તેવી આ સંસારની વિચિત્રતા છે. (૪) એકત્વભાવના : જીવ એકલો જન્મે છે. એકલો જ મરે છે અને આ ભવમાં અને પરભવમાં બાંધેલાં કર્મોને પણ એકલો જ ભોગવે છે. એના જ શુભ-અશુભ કર્મો સિવાય એની સાથે પરભવમાં કોઈ જ નાર નથી. (૫) અન્યત્વભાવના : ધન, સ્વજન, પરિવાર, ઘર, વાહન આદિ સર્વે તો આ જીવથી જુદા છે જ, પણ આ અનાદિકાળથી સાથે રહેલું શ૨ી૨ પણ જીવથી ભિન્ન છે - અન્ય છે. (૬) અશુચિત્વભાવના : રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ (હાડકાં), મજ્જા (હાડકાંના પોલાણનો ચીકણો ભાગ), શુક્ર, આંતરડાં, મળ-મૂત્રાદિ એમ વિવિધ અશુચિઓનું સ્થાનભૂત એવું આ બહારથી સુંદર દેખાતું મારું શરીર છે. પુરુષના નવ (બે નેત્રો, બે નાસિકાઓ, એક મુખ, બે કાન, એક ગુદા અને એક પુલ્લિંગ એ નવ દ્વા૨ો) તથા સ્ત્રીના (તે નવ ઉપરાંત ગર્ભાશય અને બે સ્તન મળી) બાર દ્વા૨ોમાંથી સતત અશુચિ વહી રહી છે, તેમાં