________________
૧૮૨
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
(૧) મનોગુપ્તિ, (૨) એષણા સમિતિ, (૩) આદાન સમિતિ, (૪) ઇર્યાસમિતિ, (૫) આહાર પાણીને જોઈને ગ્રહણ કરવાં. એ પાંચ ભાવનાઓથી બુદ્ધિમાન મુનિ અહિંસાવતનું રક્ષણ (પાલન) કરે.
(કરણસિત્તરીમાં કહેવાશે તે) મનોગુપ્તિથી પ્રથમવ્રતનું રક્ષણ કરવું તે પ્રથમ ભાવના. ૪૨ દોષથી રહિત આહાર ગ્રહણ કરવો તે એષણાસમિતિરૂપ બીજી ભાવના. તમામ વસ્તુને લેવા-મૂકવામાં નિર્દોષ પ્રવૃત્તિ કરવી તે. ‘આદાન ભંડમત્તનિક્ષેપણાસમિતિ રૂપ ત્રીજી ભાવના. આવવા-જવા વગેરેમાં ‘ઇર્યાસમિતિનું પાલન કરવું તે ચોથીભાવના. અન્ન-પાન વગેરે જોઈને લેવાવાપરવાં તે પાંચમીભાવના. આ પાંચ ભાવનાથી બુદ્ધિમાનું મુનિ અહિંસાને પવિત્ર બનાવે. તેની રક્ષા કરે. અહીં હિંસામાં મનના વ્યાપારની મુખ્યતા હોવાથી મનોગુપ્તિનું ગ્રહણ કરેલ છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ મનોગુપ્તિ નહિ પાળતાં દુર્ગાનથી અહિંસાવ્રતનું ખંડન કરીને પ્રત્યક્ષ હિંસા નહિ કરવા છતાં સાતમી નરક પ્રાયોગ્ય કર્મદલિકોનો સંચય કર્યો હતો. એષણા, ઇર્યા અને આદાન આ ત્રણ સમિતિઓનું પાલન તો અહિંસામાં પ્રત્યક્ષ ઉપકારક છે. બીજા મહાવતની ભાવનાઓ માટે કહ્યું છે કે
ચોમમયોપ-પ્રત્યા થારિત્તરમ ! ગાસ્ત્રોત્ર ભાવોનાડપિ, માવજૂનૃતવ્રતમ્ ા યો, શા. ૧-૨૭ - હાસ્ય, લોભ, ભય અને ક્રોધના ત્યાગ વડે નિરંતર વિચારીને બોલવા દ્વારા સત્યવ્રતને ભાવવું જોઈએ. કહેવાનો આશય એ છે કે હાસ્ય કરનારો નિચ્ચે મિથ્યા બોલનારો છે, માટે હાસ્યનો ત્યાગ તે પ્રથમભાવના. લોભી ધનની આકાંક્ષાથી મિથ્યા બોલનાર છે, માટે લોભનો ત્યાગ તે બીજીભાવના. ભયવાળો પ્રાણની રક્ષા વગેરેના કારણે મિથ્યા બોલે છે, માટે ભયનો ત્યાગ તે ત્રીજીભાવના. ક્રોધાવિષ્ટ મનવાળો મિથ્યા બોલે છે, માટે ક્રોધનો ત્યાગ તે ચોથીભાવના. જ્ઞાનથી સમ્યગુ પર્યાલોચન કરીને મોતને દૂર કરવાપૂર્વક બોલવું તે પાંચમીભાવના. આ પાંચ ભાવનાથી બીજા વ્રતની રક્ષા કરવી. રાગ-દ્વેષ-મોહ અસત્ય બોલવાના કારણો છે. ત્રીજા મહાવ્રતની ભાવનાઓ માટે કહ્યું છે કેआलोच्यावग्रहयाञ्चा-ऽभीक्ष्णावग्रहयाचनम् । एतावन्मात्रमेवैतदित्यवग्रहधारणम् ।।। समानधार्मिकेभ्यश्च, तथाऽवग्रहयाचनम् । અનુજ્ઞાપિતાના ત્રાડશનમસ્તેયામાવના: || | યો. શા. - ૧-૨૮-૨૯ો.