________________
૧૬૪
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
સંબંધથી પ્રતિબદ્ધ હોવાથી તેને છોડી શકાય તેમ ન હોય ત્યારે પ્રથમ ઇચ્છાકાર” પૂર્વક કામમાં જોડવો, એ રીતે ન કરે તો આજ્ઞાથી જોડવો. અંતે બલાત્કારથી પણ.)
(૨) મિથ્થાકાર : સંયમયોગોથી વિપરીત આચરણ થઈ ગયા (કર્યા) પછી શ્રી જિનવચનના મર્મને જાણનાર મુનિ ‘મિથ્યાકાર' કરે છે. એટલે કે પોતે કરેલું મિથ્યા (ખોટું) છે એમ કબૂલ કરે છે. શુદ્ધ ભાવે કરેલું મિથ્યાદુષ્કત કોઈપણ દોષને શુદ્ધ કરવામાં સમર્થ છે. પણ કરેલી ભૂલનું નિર્ધ્વસ પરિણામથી મિથ્યાદુકૃત કરીને પુન: તે પાપને સેવનાર પ્રત્યક્ષ મૃષાવાદી, કપટી છે.
(૩) તથાકાર : ‘તે તેમ જ છે' એમ સામાને જણાવવા માટે ‘તથાકાર' (તહત્તિ)નો પ્રયોગ કરાય છે. ગીતાર્થ, ગુર્વાદિ, મૂલ-ઉત્તરગુણથી વિભૂષિત સાધુનું વચન જે વાચનારૂપે, આજ્ઞારૂપે કે પ્રશ્નના ઉત્તરરૂપે હોય તેને આદરપૂર્વક તહત્તિ કહી સ્વીકારવું એ જ તથાકાર. આ ઉત્સર્ગ માર્ગ છે. પણ અપવાદે તો આચારથી શીથિલ છતાં શુદ્ધ પ્રરૂપક અને સુસાધુનાં ગુણોના પક્ષપાતીનું વચન જો યુક્તિસંગત હોય તો સ્વીકારવું અન્યથા નહિ.
સુસાધુ અને શુદ્ધ પ્રરૂપક એવા સંવિગ્નપાક્ષિકને ‘તથાકાર નહિ કરનારને મિથ્યાત્વનો ઉદય સમજવો.
(૪-૫) આશ્યિ – નૈષેબિકી : આ બેનો વિષય અનુક્રમે નીકળવું અને દાખલ થવું છે. અર્થાત્ સાધુ મકાનમાંથી નીકળતો “આવસ્સહિય' અને મકાનમાં પેસતો ‘નિસીતિય કહે. સાધુને વસતિમાંથી જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિમાં હેતુભૂત ભિક્ષાદિને કારણે જ નીકળવાનું છે, પણ નિષ્કારણ ગમનાગમનનો નિષેધ કરેલો છે, કારણ કે એનાથી આત્મ-સંયમ વિરાધના, સ્વાધ્યાયનો વ્યાઘાત અને તેથી કર્મબંધરૂપ દોષો છે. તેથી જ બહાર નીકળતાં “આવત્સહિય' (અવશ્ય પ્રયોજને) કહેવાનું હોય છે. બહારની પ્રવૃત્તિ સિવાયના કાળે પણ નિરતિચાર ચારિત્રવાળા ક્રિયાયુક્ત સાધુને ગુરુ આજ્ઞાથી પ્રવૃત્તિ માટે બહાર જતાં આવસતિ કહેવી તે સાન્વર્થ હોવાથી શુદ્ધ છે. અર્થાત્ શુદ્ધ સંયમના ઉદ્દેશથી એક સ્થાનમાં રહેતા કષાયાદિ દોષોથી રહિત સાધુને ઉપર કહ્યા તે ગમનાગમનાદિથી થનારા કર્મબંધન વગેરે દોષો થતા નથી, પ્રત્યુત સ્વાધ્યાય વગેરેનો લાભ થાય છે. તો પણ ગુરુ, ગ્લાન વગેરે અન્ય સાધુને પ્રયોજને અવશ્ય જવું. એવા પ્રસંગે બહાર ન જવાથી દોષો થાય છે. આનાથી નિષ્કારણ જવાનો નિષેધ સમજવો. આમ જ્ઞાનાદિગુણોની પ્રાપ્તિમાં હેતુભૂત ‘ભિક્ષાદિ માટે ફરવું વગેરે બહાર જવાના અનિવાર્ય પ્રસંગે