________________
શ્રમણ ધર્મ
૧૩૩
मूलम् - इच्छामिच्छातथाकारा, गताऽवश्यनिषेधयोः ।
आपृच्छा प्रतिपृच्छा च, छन्दना च निमन्त्रणा ।।१०४।। उपसम्पञ्चेति जिनैः, प्रज्ञप्ता दशधाऽभिधा ।
મેર પવિમાં'તુ, કુત્સા પદ્વતિયો: T૨૦ધા / યુ મમ્ ગાથાર્થ : (૧) ઇચ્છાકાર, (૨) મિથ્યાકાર, (૩) તથાકાર, (૪) આવશ્વિક, (૫) નૈષધિકી, (૬) પૃચ્છા, (૭) પ્રતિપૃચ્છા, (૮) છન્દના, (૯) નિમંત્રણા, (૧૦) ઉપસંપદા, એમ જિનેશ્વરોએ “દશધા' નામની સામાચારી કહી છે. પદવિભાગ સામાચારી તો ઉત્સર્ગ-અપવાદના ભેદસ્વરૂપ છે.
ટીકાનો સંક્ષેપભાવાર્થ: (૧) ઇચ્છાકાર : તમારી ઇચ્છા હોય તો આ અમુક કાર્ય કરો અથવા તમારી ઇચ્છા હોય તો હું અમુક કાર્ય કરું. એમ સામાની ઇચ્છાનુરૂપ (પણ બલાત્કારે નહિ) આદેશ કે અન્યના કાર્યની માંગણી કરવી તે ઇચ્છાકાર સામાચારી છે. ઉત્સર્ગ માર્ગે તો, સાધુએ છતે સામર્થ્ય કોઈ કાર્ય માટે બીજા સાધુને કહેવું નહિ, પણ પોતાની જાતે જ કરવું. કાર્યને માટે કોઈ કાર્યમાં પોતાની આવડત કે સામર્થ્ય ન હોય ત્યારે રત્નાધિક સિવાયના બીજા સાધુઓ પાસે પોતાનું તે કાર્ય કરાવવા માગણી કરે ત્યારે “ઇચ્છાકાર કરે. અર્થાત્ આટલું કાર્ય કરી આપશો? અથવા તેની માગણી વિના જ તેનું તે કાર્ય કરવાની શક્તિવાળો અને નિર્જરાનો અર્થી કોઈ સાધુ તેની પાસે તે કાર્યની માગણી કરે ત્યારે “ઇચ્છાકાર કરે. અર્થાત્ આપની ઇચ્છા હોય તો કરી શકો છો. અથવા કોઈ સાધુ પોતાનું અતિમોટું પણ કાર્ય કરવાની આવડતવાળો અને શક્તિવાળો હોવા છતાં બીજો નિર્જરાર્થી સાધુ તેનું તે કાર્ય કરવાની માગણી કરતો હોય, તે જાણીને તે કાર્ય કરી આપવાની ઇચ્છાવાળો ત્રીજો સાધુ માગણી કરે ત્યારે તે પણ ઇચ્છાકાર કરે. અર્થાત્ આપની ઇચ્છા હોય તો આપનું આ કાર્ય આને બદલે હું કરું? ટુંકમાં બલાત્કારે નહિ પણ આપની ઇચ્છા હોય તો કરું ? એમ કહેવું તે “ઇચ્છાકાર' કહેવાય. ગ્લાનત્વ, અનાવડત, અસામર્થ્યના કારણે, નિર્જરાર્થી સાધુ અન્યનું કાર્ય કરવાની માંગણી કરે ત્યારે, (શરીર સેવા) વગેરે કરતો હોય, તેને વિશ્રામણા વગેરે વૈયાવચ્ચ કરાવતાં આચાર્યએ પણ ઇચ્છાકાર કરવો જોઈએ. (અર્થાત્ તેની ઇચ્છા જોઈને તે તે કાર્યમાં જોડવો. ટુંકમાં “તું આ કર' એવી આજ્ઞા કે કાર્ય નહિ કરનાર પ્રત્યે બલાત્કાર કરવો તે નિર્ગથ સાધુનો કલ્પ નથી.) આ ઉત્સર્ગમાર્ગ કહ્યો, અપવાદમાર્ગે તો દુર્વિનીત સાધુને આજ્ઞા કે બલાત્કાર પણ અનુચિત નથી. (ઉત્સર્ગથી તો તેવા દુર્વિનીતની સાથે રહેવું ઊચિત નથી, છતાં તે બહુસ્વજનોના