________________
શ્રમણ ધર્મ
૧૪૭
સતિ વીર્વે = આત્માનું ઉત્સાહજન્ય બળ (વીર્ય) હોવા છતાં અને સતિ પુરુષારપર = પુરુષાભિમાનના સફળતારૂપ પ્રરાક્રમ હોવા છતાં (જે વાચનાદિથી આરાધ્યું નહિ), તલાટોવિયામ: = તેને ગુરુ સમક્ષ જણાવીએ છીએ, પ્રતિમામ: = પ્રતિક્રમણ કરીએ છીએ, નિન્દ્રાન = આત્મા સાક્ષીએ નિંદા કરીએ છીએ, : = ગુરુની સમક્ષ નિંદા કરીએ છીએ. તિવર્તયામ: = વિશેષતયા તેની પરંપરાને તોડીએ છીએ વિશોધવામ: = આત્મશુદ્ધિ કરીએ છીએ, અરતિયાડવુત્તિકા : = પુન: નહિ કરવાનો નિશ્ચય કરીએ છીએ અને યથાર્ટમ્ = અપરાધને અનુસાર યથોચિત, તા:* = નિવિ વગેરે તપને, આ તપ એ જ પાપનો છેદ કરનાર હોવાથી, પ્રાશ્ચત્તY = પ્રાયશ્ચિત્તને પ્રતિવદ્યામ = અંગીકાર કરીએ છીએ તથા તસ્ય મિથ્યા ને દુષ્કૃતમ્ = તેનું મિચ્છામિ દુક્કડં આપીએ છીએ.
હવે આવશ્યકથી ભિન્ન અંગબાહ્યશ્રુતના બે પ્રકારો છે. એક ઉત્કાલિક અને બીજું કાલિક. તેમાં પહેલાં ઉત્કાલિશ્રુતની સ્તુતિ કરે છે.
“न(ण)मो तेसिं खमासमणाणं जेहिं इमं वाइयं अंगबाहिरं उक्कालियं भगवंतं, तं जहा दसवेयालियं कप्पियाकप्पियं चुल्लकप्पसुयं महाकप्पसुयं ओवाइयं रायपसेणियं जीवाभिगमो पण्णवणा महापण्णवणा नंदी अणुओगदाराइं देविंदत्थओ तंदुलवेआलियं चंदाविज्झयं पमायप्पमायं पोरिसिमंडलं मंडलप्पवेसो गणिविज्जा विजाचरणविणिच्छओ झाणविभत्ती मरणविभत्ती आयविसोही संलेहणासुयं वीयराग(य)सुयं विहारकप्पो चरणविही आउरपञ्चक्खाणं महापञ्चक्खाणं, सव्वेसिं (हिं) पि एअंमि अंगबाहिरे उक्कालिए भगवंते०" शेषं पूर्ववत् ।
(૧) કાલિક : જે દિવસની અને રાત્રિની પહેલી અને છેલ્લી પોરિસીમાં જ ભણી શકાય. તેમાં પણ અસ્વાધ્યાય ન હોય ત્યારે જ ભણી શકાય, આ રીતે ભણવાના કાળથી બદ્ધ તેને કાલિક, અને (૨) ઉત્કાલિક : જે ચાર સંધ્યારૂપ કાળવેળા અને પાંચ પ્રકારના અસ્વાધ્યાય સિવાયના કોઈપણ સમયે ભણી શકાય તેને ઉત્કાલિક કહ્યું છે. પાંચ પ્રકારનો અસ્વાધ્યાય (૧) સંયમ ઘાતી, (૨) ઔત્પાતિક (ઉલ્કાપાતાદિ), (૩) સૂર્ય-ચંદ્રના ગ્રહણ કાળે, (૪) બુધ્રહ (યુદ્ધાદિ) અને (૫) શારીરિક - મૃતકાદિ અશુચિ નિમિત્તક. આ પાંચ પ્રકારો અન્ય શાસ્ત્રોથી (અસ્વાધ્યાય નિર્યુક્તિમાંથી) કે ગુરુગમથી જાણી લેવાં
नमस्तेभ्यः क्षमाश्रमणेभ्यः यैरिदम् वाचितम् अङ्गबाह्यमुत्कालिकं भगवत् तद्यथा = ते ક્ષમાશ્રમણોને નમસ્કાર થાઓ ! કે જેઓએ આ ઐશ્વર્યયુક્ત અંગબાહ્ય ઉત્કાલિક
દિવસ અને રાત્રિના પહેલા તથા છેલ્લા પ્રહરમાં જ ભણી શકાય અને એમાં પણ અસ્વાધ્યાય ન હોય તો.