________________
૧૪૧
શ્રમણ ધર્મ
વ્રતને ઉપઘાત લગાડવાર્થી સંરક્ષણોપઘાત. (૧૦) ગુર્વાદિ સાધુગણ પ્રત્યે અપ્રીતિ વગેરે કરવારૂપ વિનયનો ઉપઘાત કરવાથી અચિઅત્તોપઘાત.
દસ અસંવરો તથા દસ સંક્લેશો : દસ પ્રકા૨નો અસંવર આ પ્રમાણે છે. (૧૩) મન-વચન અને કાયા એ ત્રણ યોગોની અકુશલ પ્રવૃત્તિને નહિ રોકવાથી ત્રણ યોગોનો અસંવર. (૪-૮) પાંચ ઇન્દ્રિયોને ઇષ્ટ-અનિષ્ટાદિ શબ્દાદિ વિષયોમાં રાગ-દ્વેષ કરતાં નહિ રોકવાથી પાંચ ઇન્દ્રિયોનો અસંવર. (૯) શાસ્ત્રોક્ત સંખ્યાથી તથા પ્રમાણથી વિપરીત (અનિયત) કે અકલ્પ્ય વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણોને ગ્રહણ કરવાં અથવા વસ્ત્રાદિને યથાસ્થાને નહિ મૂકવાથી ઉપધિ અસંવર. (૧૦) સોય અને ઉપલક્ષણથી નખર૬ની - પિદ્મલક, આદિ શ૨ી૨ને ઉપઘાત કરે તેવી ધા૨વાળી વસ્તુઓને સુરક્ષિત નહિ રાખવાં અને તેના ઉપલક્ષણથી સમસ્ત ઔપગ્રિહક ઉપકરણોનો અસંવર કરવો તે સૂચી અસંવર.
દસ પ્રકારનો સંક્લેશ આ પ્રમાણે છે.(૧) જ્ઞાનનું અવિશુદ્ધચમાનપણું તે જ્ઞાનસંક્લેશ. (૨) દર્શનનું અવિશુદ્ધચમાનપણું તે દર્શનસંક્લેશ. (૩) ચારિત્રનું અવિશુદ્ધચમાનપણું તે ચારિત્રસંક્લેશ (૪) મન દ્વારા જે સંક્લેશ થાય તે મનસંક્લેશ (૫) વચન દ્વારા સંક્લેશ થાય તે વચનસંક્લેશ (૬) કાયાને આશ્રયિને (રાગદ્વેષાદિ) થાય તે કાયસંક્લેશ (૭) સંયમને તથા સંયમસાધક શરીરને ઉપધાન એટલે આલંબનભૂત થાય તે ઉપધિ અર્થાત્ સારાં-નસરાં વસ્ત્રો વગેરે, તેમાં રાગદ્વેષાદિ થાય તે ઉપધિ સંક્લેશ (૮) ઇષ્ટાનિષ્ટ વસતિને અંગે સંક્લેશ થાય તે વસતિસંક્લેશ (૯) ક્રોધાદિ કષાયોને વશ થવાથી કષાયસંક્લેશ (૧૦) ઇષ્ટાનિષ્ટ આહા૨પાણી વગેરમાં રાગ-દ્વેષાદિ થાય તે અન્ન-પાનસંક્લેશ.
દસ પ્રકારનું સત્ય : ભિન્ન-ભિન્ન દેશોની તે તે ભાષામાં તે તે વસ્તુનાં ભિન્નભિન્ન નામો હોય છે. જેમ કે પાણીને ‘પયઃ, પેય, નીર, ઉદક વગેરે જુદા-જુદા નામથી ઓળખવામાં આવે છે તે, તે તે દેશોની અપેક્ષાએ સત્ય છે માટે તે જનપદ સત્ય. (૨) કાદવમાં ઉત્પન્ન થનારી (અર્થાત્ પંકજ તો) ‘કુમુદ-કુવલય-કમળઅરવિંદ’ વગેરે કમળની ઘણી જાતિઓ છે, છતાં આબાલ-ગોપાલ સર્વે અરવિંદને જ પંકજ કહે છે, માટે સૂર્યવિકાસી કમળને (અરવિંદને) જ પંકજ કહેવું તે સર્વસંમત હોવાથી સંમતસત્ય. (૩) પાષાણાદિની મૂર્તિ બનાવી તેની અમુક દેવાદિ તરીકે સ્થાપના કરવામાં આવે, જેમ કે પ્રભુ મહાવીરની મૂર્તિને ‘મહાવી૨’ કહેવું તે સ્થાપનાસત્ય. (૪) કોઈનું નામ પાડ્યું હોય તે નામથી તેને સંબોધવો, જેમકે કોઈ કુળને વધારનાર ન હોવા છતાં તેનું નામ ‘કુળવર્ધન’ રાખ્યું હોય તો તેને તે નામથી બોલવવો તે નામસત્ય. (૫) કોઈના બાહ્યરૂપને અનુસારે તેને તેવો કહેવો,