________________
૧૪૦
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
તથા દેવોના ભોગોથી વિરાગી સાધુ એમ વિચારે કે માર્ચ તપાદિથી હું જ્યાં પ્રવિચારણા નથી તેવો (નવપ્રૈવેયકાદિ) (અલ્પવેદોદયવાળો દેવ થાઉં) (૮) દેવ તો અવિરતિધર હોય છે. તેના કરતાં મારા તપાદિથી હું શ્રીમંત કુલમાં (વ્રતધારી શ્રાવક થાઉં) (૯) કોઈ એમ વિચારે કે કામ-ભોગો દુ:ખદાયી છે, ધન પ્રતિબંધક છે, માટે અન્ય ભવમાં (હું દરિદ્ર થાઉં) કે જેથી સુખપૂર્વક ગૃહસ્થપણાનો ત્યાગ કરીને સંયમ લઈ શકું. એમ પોતાના તપ, નિયમ વિગેરેની આરાધનાના ફળરૂપે અન્ય ભવમાં તે તે અવસ્થાને પ્રાપ્ત કરવાની કલ્પના કરવી તે નવ નિયાણાં.
અઢાર પ્રકારે બ્રહ્મચર્ય : દૈવી અને ઔદારિક (મનુષ્ય શરીર સંબંધી) ભોગોને મન-વચન-કાયાથી (૨×૩=૬), સેવવા નહિ, સેવરાવવા નહિ અને બીજા સેવનારાઓને અનુમોદવા નહિ, એમ (x૩=૧૮) અઢાર ભેદો સમજવા.
(૧૦) વધાવ ચ વૈવિદ્, અસંવર તવ સંજેિમ ચ । परिवतो गुत्तो, रक्खामि महव्वए पंच ।। २० ।। ससमाहिट्ठाणा, दस चेवं दसाओ समणधम्मं च । उवसंपन्नो जुत्तो, रक्खामि महव्वए पंच ।। २१ । ।
ગાથાર્થ : દસ પ્રકારના ચારિત્ર વગેરેના ઉપઘાતનો, દસ પ્રકારના અસંવરનો તથા દસ પ્રકારના સંક્લેશ (અસમાધિ)નો ત્યાગ કરતો, મન-વચન-કાયાથી ગુપ્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. (૨૦) દસ પ્રકારના સત્ય, દસ સમાધિસ્થાનો, દસ દશાઓ અને દસવિધ શ્રમણધર્મને સ્વીકારતો, વિનયાદિ સંયમયોગોથી યુક્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું.
વિશેષાર્થ : : દસ ઉપઘાત : (૧) આહાર-વસ્ત્ર-પાત્ર-શય્યા વગેરેને મેળવવામાં આવાકર્માદિ સોળ ઉદ્ગમદોષો પૈકી કોઈ દોષ લગાડવાથી ચારિત્રનો ઉપઘાત થાય તે ઉદ્ગમોપઘાત. (૨) ધાવ્યાદિ સોળ ઉત્પાદના દોષો પૈકી કોઈ દોષ સેવવાથી, ઉત્પાદનોપઘાત. (૩) દસ એષણાને અંગે શંકિતાદિ દસ દોષો પૈકી કોઈ દોષ સેવવાથી એષણોપઘાત. (૪) સંયમમાં અકલ્પ્સ, નિષિદ્ધ કે લક્ષણરહિત ઉપકરણોનો ઉપભોગ કરવાથી પરિહરણોપઘાત. (૫) વસ્ત્ર-પાત્ર વગેરેનું પરિકર્મ (રંગવા વગેરે) ક્રિયા શોભા માટે કરવાથી (સ્વાધ્યાય અને સંયમનું પરિશાટન-હાનિ થાય, તેથી તે) પરિશાટનોપઘાત. (૬) પ્રમાદ વગેરેને વશ થઈ જ્ઞાનાચા૨માં અતિચાર લગાડવાથી જ્ઞાનોપઘાત. (૭) શ્રી જિનવચનમાં શંકાદિ કરવારૂપ દર્શનાચારમાં અતિચારો સેવવાથી દર્શનોપઘાત. (૮) અષ્ટ પ્રવચનમાતાનું યથાર્થપાલન નહિ કરવાથી ચારિત્રોપઘાત. (૯) શરીરાદિનું મૂર્છાપૂર્વક સંરક્ષણ કરવારૂપ પરિગ્રહપરિહાર