________________
૧૩૬
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
પાસેથી ધન-આહારાદિ મેળવવા વગેરેની ઇચ્છા.() દેવ-મનુષ્ય સંબંધી કામ(ભોગ)ની આશંસા અને (ણ્ય)સ્નાનાદિ કરવારૂપ શરીર સુખની ઇચ્છા, આ ચાર દુષ્ટ ભાવનાઓથી સંયમમાં દુઃખનો અનુભવ થાય છે; માટે તે દુ:ખશય્યાઓને ચાર સંજ્ઞાઓને ત્યાગ કરતો મન-વચન-કાયાથી ગુપ્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. (૮) ચાર સુખશય્યાઓ અને (દુઃખશય્યાથી વિપરીત) ચાર પ્રકારના સંવર, મન-વચન-કાયા એમ ત્રણનો સંવર તથા અલંકાર-કિંમતી વસ્ત્રાદિના ત્યાગરૂપ સંવર, ચાર પ્રકારની સમાધિ-દર્શન, જ્ઞાન ચારિત્ર અને તપ એ ચારને વિષે' આત્માનો પ્રશસ્ત પરિણામ તે જ ૪ પ્રકારની સમાધિને સ્વીકારતો વિનયાદિ સંયમના વ્યાપારથી યુક્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. (૯)
(૫) પંચેવ ય ામકુળ, પંચેવ ય અને હાસે । परिवज्जंतो गुत्तो, रक्खामि महव्वए पंच ।। १० ।। पंचिदियसंवरणं, तहेव पंचविहमेव सज्झायं । उवसंपन्नो जुत्तो, रक्खामि महत्वए पंच ।। ११ । ।
ગાથાર્થ : શબ્દ-રૂપ-૨સ-ગંધ-સ્પર્શ એ પાંચ, વિકારને (કામ) ગુણ કરનારા હોવાથી કામગુણો કહ્યા છે. તે કામગુણોથી અને પાંચ મહાદોષરૂપ આશ્રવો (પ્રાણાતિપાતાદિ)ને ત્યાગ કરતો મન-વચન-કાયાથી ગુપ્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. (૧૦). પાંચ ઇન્દ્રિયોના સંવરને તથા પાંચ પ્રકારના સ્વાધ્યાયને સ્વીકારતો વિનયાદિ સંયમના વ્યાપારથી યુક્ત હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું.(૧૧)
(૭) ઇગ્નીનિાવવતું, વિદ (બિ ય) માસાડ અવ્વસત્થાન | परिवज्तो गुत्तो रक्खामि महव्वए पंच ।। १२ ।। छव्विहमभितरयं, बज्झपि य छव्विहं तवोकम्मं ।
उवसंपन्नो जुत्तो रक्खामि महव्वए पंच ।। १३ ।।
ગાથાર્થ : પૃથ્વીકાયાદિ છ પ્રકારના જીવોના વધને તથા છ પ્રકારની (હીલિતા, ખિસિતા, પરુષા, અલીકા, ગાર્હસ્થી, ઉપશમિતાધિકરણોદીરણા આ છ પ્રકારની) અપ્રશસ્તભાષાઓને ત્યાગ કરતો મન-વચન-કાયાથી ગુપ્ત પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. (૧૨) (પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ અને શુભધ્યાન એ છ) અત્યંત૨ તપકર્મ અને (અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપૈં, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા, એ છ) બાહ્ય તપકર્મને સ્વીકારતો, વિનયાદિ સંયમના વ્યાપારથી યુક્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. (૧૩)