________________
८८
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ પડખે શયન કરવાથી – પુન: પડખું બદલવાથી આ ઉદ્વર્તન અને પરિવર્તન કરતાં (પડખું બદલતાં) સંથારો અને શરીર નહિ પ્રમાર્જવારૂપ અતિચાર સમજવો. ૩શ્ચિય (ત) = પગ વગેરે શારીરિક અવયવોને સંકોચતાં અને પ્રસારણયા (તયા) = સંકોચેલાને કુકડીને જેમ ઉંચે પહોળા - લાંબા કરતાં પ્રમાર્જન નહિ કરવારૂપ લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ. વર્ષીયટ્ટણયા (તય) = જૂઓને અવિધિએ સંઘટ્ટણ સ્પર્શ કરવાથી, કૂનિતે = ખાંસી આવવાથી (મુખ આગળ હાથ કે મુહપત્તિ નહિ રાખવાથી), વર્જયિતે = વસતિમાં (ઉપાશ્રયમાં) “ખાડા ટેકરા કે શરદી-ગરમી છે.” વગેરે અરુચિથી બોલવું તે “કર્કરાષિત” કહેવાય, એવી મકાન પ્રત્યેની નારાજી આર્તધ્યાનરૂપ હોવાથી તે અતિચાર છે. ભૂત-કૃમિતે = છીંક કે બગાસું આવવાથી (મુખ આગળ હાથ કે મુહપત્તિ નહિ રાખવાથી) ગામful = (લેતાં-મૂકતાં પ્રમાર્યા વિના) વસ્તુને સ્પર્શ કરવાથી અને સરનામÈ = પૃથ્વી આદિ રજવાળી (સચિત્ત) વસ્તુને સ્પર્શ કરવાથી, એમ જે જે કારણોથી અતિચાર લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ કરું છું, એમ અર્થનો સંબંધ સમજવો.
આ જાગ્રત અવસ્થામાં અતિચારો કહ્યા, હવે નિદ્રા વખતે સંભવિત અતિચારોને કહે છે - માસ્ટાયા - સ્વનિમિત્તયા = ઉંઘમાં આકુળ-વ્યાકુળતાથી આવેલા સ્વપ્નને યોગે લાગેલા અતિચાર, અર્થાત્ નિદ્રામાં વિષયની આકુલતાથી સ્ત્રી-પુરુષ આદિના ભોગ, વિવાહ કે કોઈની સાથે યુદ્ધ કરવા વગેરેનું સ્વપ્ન આવવાથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ૦, આ આકુળતાવ્યાકુળતા પણ મૂલગુણો અને ઉત્તરગુણો સંબંધી એમ બે પ્રકારની હોય છે. તેથી તેને જુદી-જુદી જણાવે છે કે - સ્ત્રી સવચા = અબ્રહ્મસેવનની આકુળ-વ્યાકુળતાથી, “દષ્ટિવૈપર્યાસિયા' રૂપને જોવાના અનુરાગના યોગે સ્ત્રીને જોવારૂપ દૃષ્ટિ વિકારથી થયેલી આકુળ-વ્યાકુળતાથી મનો પર્યાસિયા' = મનમાં સ્ત્રીનું ધ્યાન કે ચિંતન કરવારૂપ મનોવિકારથી થયેલી આકુળ-વ્યાકુળતાથી તથા પાપોનના વૈપર્યાવિયા' = રાત્રે આહાર પાણી વાપરવા ઇત્યાદિ વિપરીત વર્તન કરવા સંબંધી આકુળ-વ્યાકુળતાથી અર્થાત્ નિદ્રામાં છે તે પ્રકારની આકુળ-વ્યાકુળતાને કારણે અબ્રહ્મ સેવનનું, સ્ત્રીના રૂપને જોવાનું, તેના ચિંતનનું આહાર-પાણી વાપરવાનું, આવા સ્વપ્નો આવવાથી ‘વો મયા વસ: તિવારઃ કૃતઃ' = મેં દિવસ સંબંધી જે જે અતિચાર કર્યા હોય તે મિથ્ય મે કુતમ્' = મારું પાપ મિથ્યા થાઓ !
હવે ગોચરીના અતિચારોનું પ્રતિક્રમણ કહે છે. '
"पडिक्कमामि गोअरचरिआए भिक्खायरिआए उग्घाडकवाडुग्घाडणयाए साणावच्छादारासंघट्टणयाए मंडीपाहुडिआए बलिपाहुडिआए ठवणाप डिआए संकिए सहसागारिए अणेसणाए